Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ દેવોને દેશવિરતિનો પરિણામ પેદા થવો જોઇએને ? છતાંય એ પરિણામ દેવોને આવતો જ નથી એનું શું કારણ ? ઉત્તર- તમારી વાત સાચી છે દશ કોટાકોટી પલ્યોપમ = એક સાગરોપમ થાય છે એવા સાગરોપમના આયુષ્યવાળા જીવોને સંખ્યાના પલ્યોપમ કાળ પસાર થાય ત્યારે સાતે કર્મોની સ્થિતિ જરૂર ઓછી થઇ શકે છે પણ જ્યાં દેશ વિરતિના પરિણામને લાયક જીવ પહોંચે તેના અંતર્મુહૂર્ત પહેલા એવા તીવ્ર જોરદાર પરિણામ પેદા થાય કે જેના કારણે જેટલી સ્થિતિ ભોગવાઇ હોય એટલી સ્થિતિ તે વખતે અવશ્ય બંધાઇ જાય છે અને પાછી એટલીને એટલી સ્થિતિ બની જાય છે માટે દેશવિરતિના પરિણામ આવી શકતા નથી આના કારણે દેવોને નિયમાં એકથી ચાર ગુણસ્થાનક જ હોય છે. આ દેશવિરતિનો પરિણામ મનુષ્યને અને તિર્યંચને પેદા થાય છે અને તે આઠ વરસની ઉંમર પછી જ પેદા થઇ શકે છે આથી દેશવિરતિના પરિણામનો જઘન્ય કાળ એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વરસ ગણાય છે એટલે કે પૂર્વક્રોડ વરસમાં આઠ વરસ ન્યૂન જાણવા. ચોરાશી લાખ વરસ x ચોરાશી લાખ = એક પૂર્વ વરસ થાય છે એવા ક્રોડ પૂર્વ વરસ સુધી આ દેશવિરતિનો પરિણામ જીવોને ટકી શકે છે. આ ગુણસ્થાનકને પામેલા જીવો એ પરિણામને ટકાવવા માટે કેવો પુરૂષાર્થ કરતાં હોય છે. જીવન કેવી રીતે જીવતા હોય છે એ જણાવાય છે. પંચમ સોપાન – દેશવિરત જેમના પવિત્ર હૃદયમાં સર્વાત્મભાવની ભાવના ફ્રી રહેલી છે, અને જેમની મનોવૃત્તિ સર્વદા આહંતપદનું ધ્યાન કરી રહેલ છે, એવા આનંદ સ્વરૂપ આનંદસૂરિગંભીરસ્વરથી બોલ્યા- “ભદ્ર, આ નિર્મળ નીસરણી તરફ દ્રષ્ટિ કરી પાંચમા સોપાન તરફ લક્ષ્ય આપ. એ સોપાનની આસપાસ જે દેખાવો આવેલા છે, તે કેટલીએક બોધનીય સૂચનાઓ આપે છે. તેની પાસે ત્રણ હીરાઓ આવેલા છે, તેઓમાં એક હીરો મધ્યપણે ચળકતો છે, અને બીજા બે હીરા ઝાંખા અને કૃષ્ણ રંગની ઝાયને પ્રસારતા નિસ્તેજ થતા દેખાય છે, અને તેમની વચ્ચે રહેલો પેલો હીરો ચળકાટમાં મધ્યમ રીતે વધતો જતો હોય તેમ દેખાય છે. જે બે ઝાંખા હીરાઓ છે, તે દરેકમાંથી કૃષ્ણ રંગના ચાર ચાર કિરણો નીકળતા જણાય છે. તે લક્ષ્યપૂર્વક જોવા જેવા છે. એ પગથીઆની આસપાસ મોટી આકૃતિવાળા દશ ચાંદલા અને સૂક્ષ્મ આકૃતિવાળા સડસઠ ચાંદલાઓ રહેલા છે. ભદ્ર, આ પગથીઆના દેખાવનો હેતુ જ્યારે તારા જાણવામાં આવશે, ત્યારે તને એક અજાયબી સાથે ઉત્તમ બોધનો લાભ થઇ આવશે. તારી માનસિક સ્થિતિમાં દિવ્ય અને આત્મિક આનંદનો લાભ થશે.” સૂરિવરના આ વચન સાંભળી પવિત્ર વૃત્તિવાળા મુમુક્ષુએ એ પાંચમા પગથીઆ તરફ દ્રષ્ટિ નાંખી, અને આસપાસ તે પ્રદેશનું નિરીક્ષણ કર્યું. તે સોપાનનો સુંદર અને ચમત્કારી દેખાવ પ્રથમ દ્રષ્ટિમાં અને પછી હદયમાં આરોપિત કર્યો. ક્ષણવાર નિરીક્ષણ કર્યા પછી તે વિનોત વાણીથી બોલ્યો- “ભગવન, આપના કહેવાથી આ સોપાનનો દેખાવ અવલોક્યો છે. હવે કૃપા કરી તે હેતુપૂર્વક સમજાવો.” આનંદસૂરિ ગંભીર અને મધુર સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ પાંચમું સોપાન તે પાંચમું દેશવિરતિ નામે ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં વર્તનારો જીવ દેશવિરતિ ધર્મનો ધારક હોય છે. Page 2 of 211

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 211