Book Title: Choud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ II O મોગોખમોટા પરિમાનું વ્રત II ઉપભોગ એટલે વિગય:તં બોલ–આહાર-પુષ્પ અને ળ વિગેરે, તથા પરિભોગ એટલે વસ્ત્ર-સુવર્ણ વિગેરે તથા સ્ત્રી અને ઘર વિગેરે. મુખ્યત્વે ઉપભોગ પરિભોગ વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે, અને એ વ્રતના અતિચાર સંબંધમાં ૫ વાણિજ્ય કર્મ, ૫ સામાન્ય કર્મ, (અને ૫ મહાકર્મ) એમ ત્રણ પ્રકારે કર્મ ઉપભોગ પરિભોગના જાણવા. (એ ૧૫ કર્માદાન રૂપ ૧૫ અતિચાર ઉપભોગ-પરિભોગના છે તે સિવાય) આ ઉપભોગપરિભોગ કર્મના ભોજન સંબંધિ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે અપકવૌષધિભક્ષણ, દુ:૫કવૌષધિભક્ષણ, સચિત્તભક્ષણ, સચિત્તપ્રતિબદ્ધભક્ષણ, અને તુચ્છૌષધિભક્ષણ. એકવાર જ ભોગવવામાં આવે તે નિશ્ચય ભોગ કહેવાય, અને તે અશન આહાર પૂષ્પાદિક છે, અને વારંવાર ઉપભોગમાં આવે તે ઉપભોગ કહેવાય. એ પ્રમાણે બોગોપભોગ (એવું બીજું નામ પણ કહેવાય, તે ભોગોપભોગ) બીજી રીતે વિચારતાં સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારનો પણ છે. એકવાર અથવા અનેકવાર (કરવા યોગ્ય હોય) પરન્તુ કર્મગત આદાનનો (કર્મદાનોનો) તો સર્વથા ત્યાગ કરવો. અહિં વાણિજ્ય કર્માદાન તે વ્યાપાર અને સામાન્ય આદાન તે પ્રસિદ્ધ વ્યાપાર કહેવાય. (બને તો) નિરવધ આહાર વડે, (તેમ ન બને તો) નિર્જીવ આહાર વડે અને (તેમ પણ ન બને તો) પ્રત્યેકમિશ્ર (પ્રત્યેક વનસ્પતિ) વડે (આજીવિકા કરવી) આત્માનુસંધાનમાં (આત્મ ધર્મની પ્રાપ્તિની ઇચ્છામાં) તત્પર શ્રાવક એવા પ્રકારના (નિરવધાદિ આહાર કરનારા) હોય છે. રાધવું, ખાંડવું, પીસવું, દળવું અને પકવવું ઇત્યાદિ કાર્યોમાં હંમેશાં પરિમાણ (નિયમ) અંગીકાર કરવું, કારણ કે અવિરતિપણામાં મહાના કર્મબંધ હોય છે. (મહાવિયગ ૪ કહે છે) કાષ્ટથી બનેલી અને પિષ્ટથી (ચૂર્ણથી આસવ રૂપે કાઢેલી) એમ મદિરા ૨ પ્રકારની છે. અને માંસ જળચરનું, સ્થલચરનું, અને ખેચરનું એમ ૩ પ્રકારનું છે. અથવા ચર્મ માંસ અને રૂધિર માંસ એમ બે પ્રકારનું પણ છે. એ મદિરા ઉત્કટ મોહ-ઉત્કટ નિદ્રા પરાભવ-ઉપહાસ્ય-ક્રોધ અને ઉન્માદનું કારણ છે, તથા દુર્ગતિનું મૂળ છે, તેમજ લજ્જા-લક્ષ્મી-બુદ્ધિ અને ધર્મનો નાશ કરનારી છે. તથા પંચેન્દ્રિયના વધથી ઉત્પન્ન થયેલું માંસ દુર્ગન્ધમય-અશુચિમય અને બિભત્સ છે, તથા રાક્ષસાદિ વડે છળ કરનારું છે, માટે દુર્ગતિના મૂળ સરખા અને મદને ઉત્પન્ન કરનાર માંસનું તું ભક્ષણ ન કર. કાચી પાકી અને વિશેષતઃ પકવ કરાતી માંસની પેશીઓમાં નિરન્તર નિશ્ચયે નિગોદાજીવોની ઉત્પત્તિ કહી છે. II ૬૪-૭૫ II (૧) દાંત-લાખ વિગેરેનો વ્યાપાર (૨) અંગાર કર્માદિ ૫ સામાન્ય કર્મ (૩) યંત્ર પીલનાદિ પાંચ મહાકર્મ (૪) ભોજન સંબંધિ ૫, કમદિાન સંબંધિ ૧૦ અને વ્યાપાર સંબંધિ ૫ મળીને પણ ત્રણ પ્રકારના અતિચાર સાતમાં વ્રતમાં ગણાય. (૫) નહિં રંધાયેલી (કાકડી વિગેરે) (૬) અર્ધ રંધાયેલી (પોંક વિગેરે). (૭) ખાવાનું અN અને ફ્રી દેવાનું ઘણું (બોર વિગેરે). મધમાં-માંસમાં-મધમાં અને ચોથા માખણમાં એ ચારમાં તે તે વર્ણવાળા અસંખ્ય જંતુઓ Page 11 of 211

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 211