________________
રસવાળો હોય. આવો આહાર જો નિરંતર કરવામાં આવે, તો તેથી પ્રધાન ધાતુનું અવશ્ય ખૂબ ખૂબા પોષણ થાય છે અને એના પ્રતાપે વેદોદય એ સ્વાભાવિક બની જાય છે. પરિણામે અબ્રહ્મને સેવવાની. દુર્બુદ્ધિ જાગે અને એવો પ્રસંગેય આવી લાગે, તો એ પણ અસંભવિત નથી. અપ્રણીત એટલે રૂક્ષ ભોજન એ પણ જો અતિ એટલે આકંઠ ઉદર ભરાય એવી રીતિએ કરવામાં આવે, તો એથી પણ નુક્શાન થાય છે, એ બ્રહ્મચર્યની ક્ષતિ કરનારૂં પણ છે અને શરીરને પણ પીડા કરનારૂં છે, માટે અવશ્ય વાર્ય છે. આ ભાવનાથી રંગાયેલો આત્મા તેવા કોઇ ખાસ કારણ સિવાય, રસવાળા આહારની છાયામાં પણ ન જાય. વિગઇઓનો રસ, એ બ્રહ્મચર્ય પ્રત્યેના રસનો અભાવ સૂચવે છે. રસના શોખીનો બ્રહ્મચર્ય તરફ જેવા જાઇએ તેવા સદ્ભાવવાળા નથી હોતા, એમ માનવામાં કશી જ હરકત નથી. એવાઓ જો બ્રહ્મચર્યનો કારમી રીતિએ વિનાશ ન કરે, તો એને અહોભાગ્ય જ માનવાનું રહ્યું. અતિ ભોજન રૂક્ષ આહારનું હોય તો પણ બ્રહ્મચર્યની ક્ષતિ કરનારૂં મનાયું છે, તો પછી રસમય આહારનું અતિ ભોજન તો અતિશય ખરાબ ગણાય એ સ્વાભાવિક જ છે. આજે જે જે આત્માઓ રસમય અને તે પણ અતિ એવા ભોજનનો આસ્વાદ કરવામાં અનુરક્ત બન્યા છે, તેઓએ અનંત ઉપકારિઓએ માનેલી આ ભાવનાનો ખૂબ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. રસમય ભોજન અને તે પણ આકંઠ એટલે ગળા સુધીનું, એ વ્રતના ખપી માટે અકાંતે અહિતકર છે. આવી આવી વાતો સાંભળવી, એ પણ આજના રસલપટોને પાલવતી નથી. રસલપટો આ ભાવનાથી વંચિત જ રહેલા છે. એવાઓ તો આ ભાવનાના બતાવનાર ઉપર પણ રોષે ન ભરાય તો સારૂં. કારણે પણ પરિમિત વિગઇઓની અનુજ્ઞા આપનાર શાસ્ત્રને માનનારાઓ પણ, જો નિરંતર વિના કારણે એક દિવસમાં પણ અનેકવાર અપરિમિતપણે વિગઇઓના ઉપભોગમાં પડી ગયેલાઓ બને, તો તેનું પરિણામ એ જ આવે કે-તેઓ અજીર્ણ આદિ વિકારોથી નિરંતર રીબાતા હોય અને ભયંકરકુવિકલ્પોમાં સડતા હોય તથા છેવટે તેઓ પતનદશાના ભાજન પણ થતા હોય, તો એમાંય આશ્ચર્ય જેવું શું છે ? સમુદાયમાં વિગઇઓની રેલમછેલ થવા દેતા ગણનાયકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ત્રિકાલ દૂધપાન અને નિરંતર રસમય આહારોનાં ભોજન, એ તો સાધુપણાના કારમાં શત્રુઓ છે. આ વાત સમજાશે ત્યારે જ આ ભાવનાનું માહાસ્ય સમજાશે. કલ્યાણકામી આત્માઓએ આ વસ્તુ સમજી, આ ભાવનાનો જીવનમાં અમલ કરવો, એ અતિશય આવશ્યક છે. સંયમના રસિયા. ગણાતા રસોના રસિયા બને અને અતિભોજનમાં આનંદ માને, તો સંયમનો રસ ભાગે એમાં નવાઇ શી છે ? એ વસ્તુ તો સંયમનો દુકાળ સૂચવવાનારી છે. માટે સંયમના અર્થિઓએ આ દોષને પણ અવશ્ય ટાળવો જોઇએ. બોધિનેય દુર્લભ બનાવ -
ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓમાં નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓનો સંગ્રહ થયેલો છે. બ્રહ્મચર્યની નવે ગુપ્તિઓના પાલનના સંગ્રહને કરનારી આ પાંચ ભાવનાઓને અમલવાળી બનાવી પ્રત્યેક સંયમિએ આને આત્મસાત્ કરવાની ખૂબ ખૂબ જરૂર છે. આ પાંચ ભાવનાઓને મારી ચૂકેલા આત્માઓ બ્રહ્મચર્યના તેજ વિનાના દેખાતા હોય. તો તેમાં કાંઇ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ત્રિધા ત્રિધા બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો આ પાંચમાંથી એક પણ ભાવના વિના એક ક્ષણ પણ જીવાય તેમ નથી. જેઓ એક ક્ષણ પણ આ ભાવનાઓને અવકાશ ન આપતા હોય, તેઓ દ્રવ્ય
Page 96 of 211