SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪- ચોથા મહાવ્રતની ચોથી ભાવના- “સ્ત્રીઓના મનોહર અંગોનું નિરીક્ષણ અને પોતાના શરીરના સંસ્કારનું પરિવર્જન' –એ નામની છે. મુખ, નયન, સ્તન અને જઘન આદિ સ્ત્રીઓનાં અંગો, કે જેને અવિવેકી લોકો રમ્ય અગર ગૃહણીય માને છે, તે અંગોનું અપૂર્વ વિસ્મયરસથી ભરપૂર બનીને-આંખો ફાડી ફાડીને અવલોકન કરવું, એ પણ બ્રહ્મચર્યના વિનાશનું પરમ કારણ છે. રાગ-દ્વેષથી રહિત આત્માનું ઇક્ષણ, એ તો ચક્ષના વિષયમાં આવી જાય એવું જ હોય છે, એટલે એવું ઇક્ષણ અયોગ્ય નથી : કારણ કે-ચક્ષના વિષયમાં આવેલા રૂપને ન જોવું એ શક્ય નથી : પણ આ ભાવના દ્વારા ઉપકારિઓ તો સારા રૂપમાંરાગ કરવાનો અને ખરાબ રૂપમાં દ્વેષ કરવાનો નિષેધ કરે છે. રાગપૂર્વક રૂપનું ઇક્ષણ, એ આત્માના વિનાશનું પરમ કરાણ છે અને એ જ માટે ઉપકારિઓ માવે છે કે-અવિવેકી જનોની અપેક્ષાએ સ્ત્રીઓનાં રમ્ય ગણાતાં અંગોને જોવામાં તરલિત ચક્ષવાળો બનેલો આત્મા, દીપશિખાના દર્શનમાં આસક્ત બનેલો પતંગિયો જેમ વિનાશને પામે છે તેમ, અવશ્ય વિનાશને પામે છે. ચોથી ભાવનાના આ અંશમાં ચક્ષ ઉપર પૂર્ણ કાબૂ ધરાવવો એ પરમાર્થ છે. ચક્ષુ દ્વારા રૂપદર્શનમાં રક્ત બનેલો બ્રહ્મચર્યને શીર્ણ-વિશીર્ણ કર્યા વિના રહેતો જ નથી. રૂપદર્શનના શોખીન આત્માઓ સાચા સ્વરૂપમાં સંયમજીવનને જીવી શકતા નથી. સંયમને સાચા સ્વરૂપમાં જીવવા માટે ચક્ષુ ઉપર ખૂબ જ અંકુશ રાખવાની જરૂર છે. શરીરસંક્ષરોને તજવા જોઇએ : આ ભાવનાનો બીજો અંશ એ છે કે-પોતાના શરીરના સંસ્કારનું પરિવર્જન કરવું. શરીરના પૂજારીઓ આ વસ્તુનો અપલાપ કરવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી શરીર સ્વરૂપથી અશુચિ છે. એને શુચિ કરવાના મનોરથ, એ પણ એક મોહનો જ ચાળો છે. સ્નાન, વિલેપન, ધૂપન, નખકર્તન, દત્તશોધન અને કેશસમ્માર્જન આદિ સંસ્કારો, એ બ્રહ્મચારી આત્માઓ માટે અવશ્ય વર્ય છે. અશુચિ એવા શરીરના સંસ્કાર કરવામાં મૂઢ બનેલો આત્મા, તે તે જાતિના વિચિત્ર વિકલ્પો દ્વારા આત્માને વિના કારણ આયાસિત બનાવનારો છે. શરીરની સફાઇનો શોખ, એ પણ એક કામનો જ ચાળો છે. “મારું શરીર સારૂં દેખાવું જોઇએ.' –એ ભાવના વિલાસના ઘરની છે. સ્ત્રીઓનાં રમ્ય ગણાતાં અંગોનું નિરીક્ષણ અને પોતાના શરીરની સુંદરતા દર્શાવવાની અભિલાષા-આ બેય વસ્તુઓ અંતરમાં રહેલ વિલાસની ભાવનાની ધોતક છે. બ્રહ્મચર્યના પ્રેમીએ એ બેય વસ્તુઓને તજવાની ભાવનાને ફ્લવતી બનાવીને જ જીવવું જોઇએ. એવી સદ્ઘ ભાવનાથી ઓતપ્રોત બનેલું જીવન જીવનારા, બ્રહ્મચર્યના સાચા આસ્વાદનો અનુભવ કરી શકે છે. ચોથા. મહાવ્રતને આનંદપૂર્વક જીવનમાં જીવવું હોય, તો આ ભાવનાને અમલના રૂપમાં જીવવામાં સહજ પણ પ્રમાદ કરવો એ ઉચિત નથી. એવો પ્રમાદ, એ તો આત્માના હિતની સાધનામાં જ પ્રમાદ કરવાનો ધંધો છે. પ્રણીત અને અતિ ભાજન ત્યાજ્ય છે : ૫- હવે ચોથા મહાવ્રતની છેલ્લી એટલે પાંચમી ભાવનાનું નામ છે- “પ્રણીત અને અતિ અશનનો ત્યાગ.'પ્રાણીત આહાર એને કહેવાય છે, કે જે વીર્યવર્ધક હોય; સ્નિગ્ધ અને મધુર આદિ Page 95 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy