________________
બ્રહ્મચર્યના પણ પૂરા પાલક ન હાય, એમાં આશ્ચર્ય જેવું શું છે ? સ્ત્રીકથા અને ભોજનકથા જેવી વિકથાઓમાં ચકચૂર બનેલાઓ આ ભાવનાઓના ખૂનીઓ હોય, એમાં શંકા કરવા જેવું જ નથી. આ વિકથાઓ ઉપરાંત સ્ત્રીઓના પરિચયમાં રહેનારા અને સ્ત્રીઓ સાથે વાતોના તડાકા આદિમાં આનંદ અનુભવનારા તથા સ્ત્રીઓ સાથે હાંસી-મશ્કરીની વાતો કરવામાં રાચનારા આત્માઓ, આ ભાવનાઓના વિનાશ માટે કસાઇ જેવા બને, એય સહજ છે. એવાઓ પોતાના આત્માના હિતની કતલ કરવા સાથે શાસનની અપભાજના કરાવી સ્વપરના બોધિને પણ દુર્લભ બનાવનારા નીવડે, તો એ વાતમાંય એક રતિભર પણ શંકા કરવા જેવું નથી. એ પ્રવૃત્તિઓને ડામી દો -
આ વાત બોલતાં પણ ગ્લાનિ થવા સાથે કંપારી છૂટે છે, પણ તમારે આ વિષયમાં ખૂબ ચકોર બની એવા વેષધારિઓને વજન આપતાં અટકી જવું જોઇએ. આ પાંચે ભાવનાઓનું લીલામ કરી જેઓ નવે ગૃતિઓનું નામ-નિશાન પણ ન રહેવા દેતા હોય, તેઓ સાધુઓના વેષમાં શયતાનો છે, એમ માનવામાં જરા પણ ખોટું નથી. જે વ્રત નિરપવાદ ગણાય છે, તે વ્રતના પાલનમાં આવી ભયંકર બેદરકારી જ નહિ, પણ તેના વિનાશની જ જેહાદ બોલાવવા જેવી પ્રવૃત્તિ જો આચરાતી હોય, તો તે કોઇ પણ રીતિએ ચલાવી લેવા જેવી નથી. સંયમી આત્માઓ અને શરીરના શોખીનો તથા રસના લપટો તેમજ ચક્ષ તથા વાણીના વિલાસિઓ-આ બધી વસ્તુઓ અસંભવિત ગણાય; છતાં જો તે પુરજોશથી ચાલતી દેખાતી હોય, તો ખૂબ જ જાગૃત થવા જેવું છે. આ જાગૃતિ ચતુર્વિધ શ્રીસંઘમાં ખૂબ જ જરૂરી છે. સદાચારમય શાસનમાં રહેલા આત્માઓ જો અનાચારમય જીવન જ જીવતા હોય, તો તેઓ આ શાસનના સેવકો તરક્કી સહજ પણ સન્માનના અધિકારી નથી. એવાઓ જો પ્રભુશાસનના સેવકોનું સન્માન લેવાનું પાપ આચરતા હોય, તો જરૂર તેઓ પોતાના આત્મા માટે અનંત સંસારમાં ભટકવાનું કરવા સાથે, અનેકના હિતની કતલ કરનારા હોવાથી કસાઇઓ કરતાં
I કથનથી તમે સઘળો જ આશય સમજી શક્યા છો એમ માની લઉં. તો. તે ખોટું નથી ને ?
આટલું સ્પષ્ટ થયા પછી ન સમજાય એ કેમ બને ? સંયમી જીવનની સુંદરતામાં માનનારા જરૂર સમજી જાય. આ સમજવા માટે પણ ત્રણે યોગોની સુંદરતા જરૂરી છે. વિષયો એ વિષ સમા છે, એટલું જ નહિ પણ વિષથી પણ વિષમ છે, -આ વાત જેઓના અંતરમાં કોતરાઇ ગયેલી છે, તેઓ આ વાતને ઘણી જ સારામાં સારી રીતિએ સમજી શકશે. જેઓ વિષયસુખમાં આનંદ માનનારા છે અને એથી સદાચાર તજી અનાચારની હદ સુધી પણ જવામાં આનંદ માને છે, તેઓને આ વાત સમજાવી પણ શક્ય નથી અને સમજાય તો તેઓ આ વાતને હૃદયમાં રાખી શકવાના નથી અને કદાચ રાખશે તો પણ પચાવી શકવાના નથી. કલ્યાણ જો અંતરમાં વસ્યું હોય, તો ખાસ ભલામણ છે કે આ વિષયમાં ખૂબ જાગૃત બનો. જાગૃત બની પોતાના જીવનને ઉજાળવા સાથે અન્યોના જીવનને ઉજાળવા માટે પણ કટિબદ્ધ બનો. વિષયવાસનાને વધારનારી પ્રવૃત્તિ સંઘના કોઇ પણ અંગમાં દેખાય, તો તે મૂળમાંથી ડામવાની યોજનાઓ ઘડીને, તેને ખૂબ ખૂબ જીવનમાં ઉતારો અને પ્રચારો, એ જ એક કલ્યાણનો રાજમાર્ગ છે.
પાંચમા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
Page 97 of 211