________________
‘હે ભગવન્ ! પાંચમા મહાવ્રતમાં સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું. તે અલ્પ મૂલ્યવાળો કે ઘણામૂલ્યવાળો હોય, થોડો હોય કે ઘણો હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, તો પણ તેને હું ગ્રહણ કરું નહીં, બીજા પાસે ગ્રહણ કરાવું નહીં, ગ્રહણ કરનારને સારો જાણું નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરીને પરિગ્રહ રાખું નહીં, રાખનારને અનુમોદીશ નહીં. પૂર્વ પરિગ્રહ રાખ્યો હોય તો તે પાપથી હે ભગવન્ !પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુસાક્ષીએ ગહું છું. તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ રીતે હે ભગવન્ ! સર્વથા પરિગ્રહના ત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં વર્તુ છું.’ (૫)
એ પ્રમાણે પાંચે મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવ્યા બાદ છઠ્ઠા રાત્રિભોજન વ્રતની પણ પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. તે આ પ્રમાણે
‘હે ભગવન્ ! સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરું છું. તે અશન, પાની, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર હું પોતે રાત્રે ખાઇશ નહીં, ખવરાવીશ નહીં ખાનારને સારો જાણું નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધ મન-વચન-કાયાએ કરી હું રાત્રે ખાઇશ નહીં. ખવરાવીશ નહીં કે ખાનારને અનુમોદીશ નહીં. પૂર્વે તેવી પ્રવૃત્તિ કરી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરૂ સાક્ષીએ ગહું છું. એવા અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ પ્રમાણે સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરી છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં રહું છું.’(૬)
‘આમ એ પાંચ મહાવ્રતોને અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણવ્રત, આત્માના હિતને (મોક્ષને) અર્થે સ્વીકાર કરીને હું (સંયમમાં) વિચરું છું.'
આ રીતે પાંચ મહાવ્રતોની અને છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતની જીવનપર્યંત પ્રતિજ્ઞા કરનાર એવા પ્રત્યેક મુનિમહાત્માએ હરહમેશ વિચારવું જોઇએ કે- ‘મેં અસાર સંસારને છોડ્યો છે, વૈભવ-વિલાસને મૂક્યાં છે, કુટુમ્બ કબીલા આદિ તજ્યાં છે, અને પૂ. ગુરુ ભગવંતનું શરણું સ્વીકારી મોક્ષદાતા સંયમના પવિત્ર પંથે વિચરી રહ્યો છું. હવે રખેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ ન થાઉં. અતિચારથી દુષિત ન બનું, સંયમને કલંક ન લગાડું અને શાસનની પ્રભાવના કરવા પૂર્વક સંયમની સુંદર આરાધના કરી, સકલ કર્મનો ક્ષય કરી, લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, પ્રાંતે મોક્ષના શાશ્વતા સુખનો ભાગી બનું.’
આવી શુભ ભાવના સદા સંસાર ત્યાગી શ્રમણોને રહો અને અમને પણ રહો એ જ શુભેચ્છા. પાંચમું મહાવ્રત-અપરિગ્રહ :
હવે અપરિગ્રહ નામે પાંચમું મહાવ્રત છે. કોઇ પણ વસ્તુ, કોઇ પણ ક્ષેત્ર, કોઇ પણ કાલ અને કોઇ પણ ભાવ ઉપરની મૂર્છાનો ત્યાગ, એનું નામ પાંચમું ‘અપરિગ્રહ' નામનું મહાવ્રત છે. દ્રવ્યાદિના ત્યાગ માત્રને જ ઉપકારી મહાપુરૂષોએ અપરિગ્રહ વ્રત નહિ જણાવતાં, મૂર્છાના ત્યાગને જે અપરિગ્રહ વ્રત રૂપે જણાવેલ છે, તે સહેતુક છે. વસ્તુ પોતાની પાસે ન હોય, એટલા માત્રથી એની મૂર્છા નથી જ એમ કહી શકાય નહિ. વસ્તુ ન હોય, પણ મૂર્છાનો પાર ન હોય એ શક્ય છે. એ મૂર્છા ચિત્તના વિપ્લવને પેદા કરે છે. પ્રશમસુખનો વિપર્યાસ, એ ચિત્તવિપ્લવ છ અને મૂર્છાથી ચિત્તવિપ્લવ ઉદ્ભવે છે. મૂર્છાવાળો પ્રશમસુખને પામી કે અનુભવી શકતો નથી. આથી સમજી
Page 98 of 211