SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મૃષાવાદ. તેમાં કન્યા શબ્દથી સર્વે દ્વિપદ એટલે દાસદાસી સંબંધિ મૃષાવાદ. બીજું મોલિ મૃષાવાદ તેમાં ગો શબ્દથી સર્વે ચતુષ્પદોનું એટલે પશુઓનું મૃષાવાદ, ત્રીજું મૂંમ્યાલિ મૃષાવાદ તેમાં સર્વે અપદ (પગ વિનાના પદાર્થો) અને ધાન્ય ધન આદિનું મૃષાવાદ જાણવું. અહિં ત્રણ ભેદ કહ્યા પરંતુ ગ્રન્થોમાં ભૂખ્યલિક ન્યાસાપહાર અને કૂટ સાક્ષી એ ત્રણ ભિન્ન કરતાં પક્ષકાર થાય છે. (૨) (3) (૪) કોઇની છૂપી વાત જાહેર કરવી. સ્ત્રીમિત્રાદિક મર્મ પ્રગટ કરવા. મોટા લેખ કરવા.) || ३ स्थूल अदतादानविरमण व्रत || શ્રો આગમધર મહર્ષીઓએ સ્વામિઅદત્ત (વસ્તુના માલિકે નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે. સ્વામીવત્ત) જીવઅદત્તતીર્થંકર અદત્ત-અને ગુરૂઅદત્ત એમ ૪ પ્રકારે અદત્તનું સ્વરૂપ કહ્યું છે. એમાં શ્રાવકોને સ્વામિઅદત્તનો સ્થૂલથી નિષેધ કર્યો છે, અને સાધુઓને તો જે કારણથી ચારે પ્રકારના અદત્તાદાનનો સર્વથા (સૂક્ષ્મથી પણ) નિષેધ છે. ચોરે આણેલું દ્રવ્ય રાખવું, ચોર પ્રયોગ (ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી), ખોટાં માન, માપ અને ખોટું તોલ કરવું, રાજ્યના શત્રુ સાથે વ્યવહાર રાખવો. (એટલે રાજ્ય વિરૂદ્ધ આચરણા) અને સરખી વસ્તુનો સંયોગ કરવો. (ભેળસેળ વાળી વસ્તુ કરવી) તે ત્રીજા વ્રતના પાંચ અતિચાર જાણવા. ઉચિત વ્યાજથી પ્રાપ્ત થયેલ તથા દ્રવ્યાદિકના ક્રમથી (ક્ષયથી) પ્રાપ્ત થયેલ જે દ્રવ્યવૃદ્ધિ તે છોડીને બીજું દ્રવ્ય (ગ્રહણ ન કરવું) તથા કોઇના પડી ગયેલા પણ પર સંબંધિ પારકા દ્રવ્યને જાણતો (આ પારકું દ્રવ્ય છે એમ જાણતો) છતાં ગ્રહણ ન કરે. તથા ચોરમાં ભળી જવું-ચોરને કુશળતા પૂછવી-તજાત (તેના જેવા) રાજ ભેદ કરવો-ચોરનું અવલોકન કરવું-વળી માર્ગ દેખાડવો-શય્યા આપવી-પદભંગ-(પગ ભાંગવા) તથા વળી વિસામો આપવો-પગે પડવું-આસન આપવું-ચોરને છૂપો રાખવો-તેવી રીતથી મોટા રસ્તા પાજ બતાવવી-પાણી આપવું-વાયુદાન (પંખા આપવા)દોરડું આપવું-અને દાન આપવું. એ સર્વ જાણીને જે કરાય તે અદત્તાદાન કહેવાય, ત્રીજા વ્રતમાં એ ઉપર કહેલ ૧૮ પ્રકારની સ્પેનપ્રસૂતિ (ચોરી) જ જાણવી. ક્ષેત્રમાં, ખળામાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે, અથવા વિશ્વાસપણામાં પણ જેનું ધન વિનાશ પામતું નથી તે અચોરીનું ફ્ળ છે. તથા ગામ- આકર-નગર-દ્રોણમુખ મડંબ પત્તનનો (ગામ વિશેષોનો) જે સ્વામી દીર્ઘકાળ સુધીનો થાય છે. (એટલે દીર્ધકાળ અધિપતિપણું ભોગવે છે) તે અચોરીનું ફ્ળ છે. તથા આ લોકમાં નિશ્ચયે ગર્દભ ઉપર ચઢવાનું, નિન્દા, ધિક્કાર અને મરણ પર્યન્ત દુઃખ અને પરભવમાં નરકનું દુ:ખ ચોર પુરૂષ ભાગવે છે-પામે છે. વળી ચોરીના વ્યસનથી અત્યંત હણાયેલા (એટલે અત્યંત ચોરીના વ્યસની) પુરૂષો નરકમાંથી નિકળીને પણ કૈવર્ત (શિકારી), ટુટમુંટ, વ્હેરા, અને આંધળા, હજારો ભવ સુધી થાય છે. II કૃતિ વત્તાવાળ વિરમળવ્રત્ત || ૨૬-૩।। (૧) જીવની પોતાની ઇચ્છા ન હોવા છતાં તે જીવને આપણે ગ્રહણ કરવો તે નીવઞવત્ત. Page 8 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy