________________
કેવળ સ્વરૂપી બની જાય છે.
ભદ્ર, તેની બાહર આ સોળ અને સત્તાવન મોટી કિરણો અને એકસોએક સૂક્ષ્મ કિરણોનું મંડળ જે દેખાય છે, તે એવું સૂચવે છે કે, આ ક્ષીણ મોહ ગુણસ્થાનપર આરૂઢ થયેલો જીવ ચાર દર્શન, જ્ઞાનાંતરાય દશક, ઉચ્ચગોત્ર અને યશનામ એ સોળ પ્રકૃતિનો બંધ વિચ્છેદ કરે છે અને તે બંધ વ્યવચ્છેદ થવાથી એક શાતા વેદનીયનો બંધ કરે છે. તેમ સંજ્વલન લોભ તથા ઋષભ નારાચ સંહનન-એ બે પ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી સત્તાવન પ્રકૃતિ વેદે છે. અને સંજ્વલન લોભની સત્તા દૂર થવાથી તેને અહીં એકસો એક પ્રકૃતિની સત્તા છે. ભદ્ર, આ સૂચના મનન કરવા જેવી છે અને સર્વદા લક્ષમાં રાખવા યોગ્ય છે. મુમુક્ષુએ વિચારપૂર્વક પ્રશ્ન કર્યો- “ભગવન્, આ ગુણસ્થાનમાં એકંદર પ્રકૃતિઓની કેટલી સંખ્યા હશે ?” આનંદ મુનિ બોલ્યા- “ભદ્ર, અહિં એકંદર ભેંસઠ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તે પ્રકૃતિઓના ક્ષયનો આરંભ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. તે આ બારમા ગુણસ્થાનમાં સંપૂર્ણ ક્ષીણ થઇ જાય છે. ચોથા ગુણસ્થાનમાં એક પ્રકૃતિ, પાંચમા ગુણ સ્થાનમાં એક, સાતમા ગુણ સ્થાનમાં આઠ, નવમામાં છત્રીશ, અને બારમામાં સત્તર-એમ સર્વ મળી ભેંસઠ પ્રકૃતિઓનો ક્ષય અહિં સંપૂર્ણ થાય છે.
ભદ્ર, અહિં ઉત્તમ ભાવના ભાવજે. તારો આત્મા ક્ષીણ મોહ થઇ. આ સ્થિતિનો અધિકારી બને અને નિરૂપાધિ અવસ્થાનો અનુભવ કરે. એવી ઇચ્છા ધારણ કરજે.”
મુમુક્ષુ આનંદાશ્રુ વર્ષાવતો બોલ્યો- “ભગવન્, આપના આશીર્વાદથી એજ ભાવના ભાવવાને હૃદય ઉત્સુક થાય છે. હવે આ આત્મા ક્ષીણ મોહાવસ્થાને ક્યારે પ્રાપ્ત કરશે ? એવી રાહ જોઉં છું અને એ સમયની પ્રતિક્ષા કરી અંતરની તે આશાઓને પુષ્ટિ કર્યા કરૂં છું. શ્રી વીર પ્રભુ, એ આશા પૂર્ણ કરો. ”
સયોગી કેવળી ગુણસ્થાન
ચારે ઘાતીકર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. પહેલા સમયે કેવળજ્ઞાન-બીજા સમયે કેવળદર્શન એમ સમયે સમયે ઉપયોગનું પરાવર્તન ચાલ્યા જ કરે છે. મન-વચન-કાયા વડે યોગની પ્રવૃત્તિ થતી હોય તે સયોગી કહેવાય છે. આ ગુણસ્થાનક સામાન્ય કેવળી ભગવંતોને તથા તિર્થંકર કેવળી ભગવંતોને હોય છે.
આ ગુણસ્થાનકનો કાળ ૧ અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જીવ આયોજીકાકરણ કરે છે.
કેવળીની દ્રષ્ટિરુપ મર્યાદા વડે મન-વચન કાયાનો જે અત્યંત પ્રશસ્ત વ્યાપાર તે આયોજિકાકરણ કહેવાય છે. કેટલાક આ કરણને આવર્જિતકરણ કહે છે અને કેટલાક અવશ્યકરણ પણ કહે છે. આ કરણ કર્યા બાદ આયુષ્ય કરતાં વેદનીય નામ અને ગોત્ર આ ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તેને સરખી કરવા કેવળીસમુદ્ઘાત કરે છે. આ સમુદ્દાત ૮ સમયનો હોય છે. વેદનીય-નામ-ગોત્ર કર્મોની સ્થિતિધાત દ્વારા, રસધાત દ્વારા ઘણી સ્થિતિ ખપાવીને બાકીની આયુષ્યકર્મ જેટલી સ્થિતિ સરખી કરે છે, જેને વેદનીય આદિની સ્થિતિ વધુ હોતી નથી તેઓ કેવળી સમુદ્ઘાત કરતા નથી.
જે કેવળી ભગવંતોને ૬ માસથી અધિક આયુષ્ય બાકી હોય તે નિયમા કેવળી સમુદ્ધાત કરે છે. પણ જે કેવળી ભગવંતોને ૬ માસથી ઓછું આયુષ્ય હોય તેઓ કેવળી સમુદ્ઘાત કરે પણ ખરા
Page 190 of 211