SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ છું, બાદ પૂજા કરું છું અને પછી ભોજનાસ્વાદ લઉં .” ભિલ્લોની કોમલ અને મધુર વાણી સુણ્યા બાદ વણિશ્વરે ઉત્તર પાઠવ્યો. સુશ્રાવકની મિષ્ટ વાણી સુણવાથી ભિલ્લો અતીવ આનંદિત અને પ્રફુલ્લિત વદની બની ગયા તથા હર્ષાવિગમાં તેઓએ વચન ઉચ્ચારી દીધું કે- “ભો શ્રેષ્ઠ ! એક દેવ અહીં પણ છે. આ પ્રમાણે કહી ખંડોનું સંયોજન કર્યું અને તે સુશ્રાદ્ધને દર્શન કરાવ્યા. શ્રાવક સુશ્રાધ અને સરલ બુદ્ધિમત્ત હતો, જેથી તેણે બીજો કોઇ વિચાર નહિ કરતાં માની જ લીધું કે-બિમ્બ અખંડ છે. જ્યારે બુદ્ધિમાં સરલતા આવે છે અથવા માનસ નિર્મલગુણિ હોય છે, ત્યારે સર્વત્ર પાવિત્ર્ય જ અને શુભ જ ભાસે છે. બાજુબુદ્ધિમાનું સુશ્રાદ્ધ તો ભક્તિભર હૈયે ભગવત્તને વન્દન કર્યું અને રોમાંચિત હૈયે પ્રણામ કર્યો. સાથે નિર્ણય કર્યો કે-આ બિમ્બ શુદ્ધ અમ્માણિપાષાણનિર્મિત છે. સુશ્રાદ્ધના હર્ષનો પાર રહ્યો નથી. પુલક્તિ સ્થિતિમાં તેમણે પ્રભુની પુષ્પાદિ દ્વારા પૂજા કરી અને અર્ચનાન્તર પવિત્ર સ્તોત્રો દ્વારા પ્રભુની અનેકશઃ સ્તુતિ કરી. બાદ સરલઆશયથી તેમણે ભોજન સ્વીકાર્યું. સુશ્રાદ્ધનો આ પ્રકારનો નિત્ય કાર્યક્રમ ચાલુ રહ્યો. દુનિયામાં એક કહેવાત છે કે-અન્ત જાત એવી ભાત. જેની જેવી પ્રકૃતિ કે ટેવ પડી ગઇ હોય, તેમાં સંયોગવશાત્ અમુક પ્રકારે સુધારણા કદાચિત્ થઇ હોય તોય પ્રાયઃ તે તે વાતાવરણને પામી મૂળ પ્રકૃતિ પાછી પ્રકાશિત થઇ જાય. અન્ત એ પોતાનું પોત પ્રકાશ્યા વિના ન જ રહે. ભલે પછી એનાથી એને પોતાને કે અન્યને ખૂબ જ સહન કરવું પડે. પ્રસ્તુતમાંય એમ જ બનવા પામ્યું. એકદા એ ભિલ્લોએ તે શ્રાવક પાસે કોઇ વસ્તુની યાચના કરી, પરન્તુ હાય તેમ બન્યું હોય, પણ તેણે તેઓને કશું જ આપ્યું નહિ. આ લોકો જાતના ભિલ્લા હતા, જેથી તેમનામાં કોપાનલ ધમધમી જાય એમાં શી શંકા હોઇ શકે ? એઆ પાસે અન્ય કોઇ હેરાન કરવાનો ઉપાય ન હતો, સિવાય બિબનું ખંડન. બિંબના શકલીકરણનો જ એક ઉપાય તેઓને આધીન હતો, જેથી એ શ્રાવક પરત્વેનો ક્રોધ અને દ્વેષ ફ્લીભૂત થાય. તેઓ બીચારા અજ્ઞાન, મૂર્ખ તેમજ ગતાગમ વિનાના હતા. પુણ્ય-પાપના જ્ઞાતા ન હતા. આથી પુનઃ એ મૂઢોએ વાણીયાનું વૈર લેવા માટે બિંબના ખંડેખંડોને જુદા કરી નાખ્યા અને કોઇક ગુપ્ત સ્થલે એને મૂકી દીધું. પૂજાનો સમય થતાં શ્રાવકજી અર્ચાથું મૂળ સ્થાને આવ્યા, પણ દેવનું દર્શન થઇ શક્યું નહિ. આથી તેમને દેવાધિદેવના અદર્શનથી ખૂબ જ વિષાદ અને ખેદ થયો. શ્રાવકજીની આ ખરેખરી કસોટી હતી-અગ્નિપરીક્ષા હતી. પરન્તુ તેઓ એમાં સર્વથા ઉત્તીર્ણ થઇ શકે અને કાર્ય સિદ્ધ કરી શકે તેવા અધિકારી હતા. તેઓ હેજેય પાછી પાની કરે તેવા, કિંવા વ્રતને અંશમાંય એબ લગાડે તેવા ન હતા. એક નિયમ ગ્રહણ કરતાં પૂર્વે અવશ્ય વિચાર કરવા થોભવું ઘટે છે, બલાબલનો કે ભાવનાનો અથવા સ્થિરતા કે દ્રઢતાનો વિચાર કરવો આવશ્યક છે, પણ સ્વીકારાનન્તર તો યાવદવધિ તેનું પ્રાણના ભોગે યથાવત્ પાલન કરવું જ ઘટિત છે. તે સમયે વિપ્નોની કે આપદાઓની થયેલ ઉપસ્થિતિ નિહાળી એનો ભંગ કરવો અથવા એને કલંક લગાડવું, તે સર્વથા અનુચિત છે. Page 42 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy