SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિમાં જ એવું અજોડ સામર્થ્ય છુપાયેલ છે કે-એમના સ્પર્શન અને સાદર પૂજન માત્રથી જ નિરાકારતા પ્રાપ્ત થાય. આ જ એક અનેરી અજાયબીભરેલી ખૂબી છે, પણ એ તો ભાગ્યવંતો જ કળી શકે. બીજા બઠા વા ખાય, પામેલું હારી જાય. પલ્લીન્થ એ જિનાયતન અન્યદા મ્લેચ્છ સૈન્ચે અકસ્માત આવી ભાંગી નાંખ્યું. જેમાં સ્વપુણ્યને પાપિઓ વેડફી નાખે તેમ. અધિષ્ઠાયક અતીવ પ્રમાદી હતા, જેથી તે કારણે ભગવંતની પ્રતિમા-કે જે ચેત્યના એક અલંકારભૂત હતી તેના સાત ખંડ થઇ ગયા. યદ્યપિ પલ્લિભ્યો જાત ભિલ્લો હતા અને તત્ત્વજ્ઞાનરહિત હતા, તથાપિ આમ નીરખવાથી તેઓનું ચિત્ત ખૂબ જ ઉદ્વિગ્ન, ખિન્ન અને ગમગીન થઇ ગયું. તેઓ ચિંતાસાગરમાં ડૂબી ગયા. અજ્ઞાન હોવા છતાંય તેઓએ તે ખંડોને ભેગા કર્યા અને એકરૂપતા કરી. સમજવાની જરુર છે કે-જાતે ભિલ્લ તથા અજ્ઞાન હોવા છતાંય એઓ કેવા પ્રભુભક્ત હતા ? પ્રભપ્રતિમા પ્રત્યે તેમની કેવી અખંડ પ્રેમજ્યોતિ જળહળતી હતી ? પ્રભુ પ્રત્યે તેમનો કેવો અજોડ સેવાભાવ હતો ? આજે જૈનકુળમાં ઉત્પન્ન થયેલા અને જૈન તરીકેનો બીલ્લો લઇ નારા કેટલાક કમનશીબોને એ જ પ્રભુપ્રતિમા રુચતી નથી, તે એક પાષાણતુલ્ય જડ રૂપ ભાસે છે. એ પાપાણતુલ્ય કઠોર અને કાષ્ઠવત્ જડચિત્તવાળા હતભાગિઓને એ સૂઝયું નહિ કે આપણે કોનો આશરો સ્વીકાર્યો છે ? તેમજ સારોય દિવસ કોની સેવા-સુશ્રુષામાં જાય છે ? ખરે જ ! જેમની આંખમાં કમળો થયો હોય તથા જેમણે પોતાનું હૈયું ગીરે મૂક્યું હોય, એ જડભારતોને સર્વત્ર જડતા જ ભાસે. એ હતભાગ્ય જડાનદિઓને અનનણ અર્પતી અને જડસંગવિયુક્ત બનાવતી એવી મૂર્તશાન્તરસમય મૂર્તિ પણ પાષાણવત્ ભાસે, એ એમની ભવાભિનંદિતાની બલિહારી જ છે. અસ્તુ. ભિલ્લોએ મહાભક્તિભર હૃદયે પ્રભુપ્રતિમાના ખંડોનું એકત્રીકરણ કરી દીધું. ધારલી નામે એક ગામ હતું. તદ્દાસ્તવ્ય એક વાણીયો-કે જેનું કૌશલ્ય અપૂર્વ હતું-નિત્ય ત્યાં આવતો અને ક્રય-વિક્રય કરતો. એ એક શ્રદ્ધાયુક્ત શ્રાવક હતો. તે ભોજનાહંકાળે ગૃહ પહોંચ્યા બાદ ભોજ્ય-ભોજન કરતો, કારણ કે-તેને નિયમ હતો કે-જિનાધીશના પૂજન વિના ભોજન ગ્રહણ કરવું નહિ. જેઓનું શ્રી વીતરાગદેવ પરત્વે માનસ ઢળ્યું છે, તેઓને તો આવો નિયમ હોય જ. બાકી જેઓ લેભાગુઓ હોય અથવા જેન તરીકેના લેબાશમાં છૂપાઇ ગયેલા ધર્મહીનો હોય, તેઓને ભલે આ નિયમ ન હોય. “ભદ્ર ! આપ સર્વદા ગમનાગમન કરો છો તે દુષ્કર છે.” પલ્લીનિવાસી ભિલ્લોએ સ્વકીય કોમલ હાર્દ તે વણિશ્વર સમક્ષ વ્યક્ત કર્યું અને સપ્રેમ વિજ્ઞપ્તિ કરી કે- “ આપ અહીં જ વસવાટ કરો અને અહીં જ અમારી નમ્ર વિનંતિને ન્યાય આપી ભોજન કરો. આપ કેમ અહીં નિવાસ કરતા નથી ? તેમજ અહીં કેમ ભોજનને ઇન્સાફ આપતા નથી ? અમો બધાય આપના આજ્ઞાંકિત સેવકો જ છીએ.” હાનુભાવો ! યાવ દેવાધિદેવની પૂજા ન થાય, તાવત્ હું ભોજ્ય-ભોજી નથી. મારે નિયમો છે કે શ્રી વીતરાગ પ્રભુની પૂજા બાદ ભોજ્ય ગ્રહણ કરવું, જેથી હું અહર્નિશ ગૃહે પુનર્ગમન કરું Page 41 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy