SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં પોલાણ મૂકવી કિંવા અપવાદનો નિહેતુક આશ્રય લઇ લેવો અને પછી પ્રાયશ્ચિત લઇ લઇશું યા તો પશ્ચાત્તાપ કરી લઇશું, આવી દુર્બુદ્ધિ જગાડી નિયમભંગ થાય તેવી સાવ અયોગ્ય કરણી કરવી તે તદ્દન અનુચિત છે. તે દિવસે તો સુશ્રાવકને ઉપવાસ થયો, બીજે દિવસે પણ તેમજ થયું અને ત્રીજે દિવસે પણ લાભ જ થયા. આ પ્રકારે સુશ્રાદ્ધને લાભમાં એક અઠ્ઠમ થયો. શ્રાવકજીના શરીરમાં કાંઇક કૃશતા કે શુષ્કતા આવી ગઇ, પણ મનમાં તો અપૂર્વ બળ તથા ભાવના પ્રગટી ગયા હતા. તેમના નિર્મલ માનસમાં અંશમાંય શિથિલતાએ પ્રવેશ કર્યો ન હતો. પરન્તુ હવે ધર્મથી બેસી શકાય નહિ. એને જંપ ન વળે. એણે હવે શ્રાવકજીને મદદનીશ બનવું જ રહ્યું. તૂર્ત જ તેણે સ્વાવસરે ધર્મ તરીકેની પોતાની ફરજ અદા કરી દીધી. જે ભિલ્લો ક્રોધથી ધમધમી ગયેલા હતા, એ જ ભિલ્લોમાં અકસ્માત્ દયાના ઝરણાં ટી આવ્યા. તેઓનું નિષ્ઠુર માનસ કોમલ બની ગયું. એમના અઠ્ઠમની તપશ્ચર્યાને નિહાળી તેઓની ભાવનામાં અજબ પરિવર્તન થઇ ગયું. ભિલ્લોને પોતાના કુકૃત્ય પ્રત્યે ઘૃણા નિપજી અને એઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ધ્યાનમાં રાખવું કે- “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” ધર્મપાલન કરવું ન હોય, પ્રતિજ્ઞાનિર્વાહ કરવો ન હોય અને પ્રતિજ્ઞાપાલનાર્થે પ્રાણહુતિ સમર્પવી ન હોય, છતાંય ધર્મથી ફ્લવાંછા સેવવી હોય, તો સમજવું ઘટે કે-એ વાંછા ઝાંઝવાના નીરથી તૃષાશાન્તિ કરવા તુલ્ય છે. “ ભો સુશ્રાદ્ધ ! આપ કેમ ભોજન ગૃહતા નથી ?” દીલગીર હૈયે ભિલ્લોએ પ્રશ્ન કર્યાં. . ભિલ્લો ! તમો જાણતા નથી કે-મારો અ નિર્ણય છે કે-દેવપૂજન વિના હું કદાપિ પ્રાણાન્તે પણ ભોજન અંગીકાર કરતો નથી.” સુશ્રાવકે વસ્તુસ્થિતિનું પ્રદર્શન કરાવ્યું. શ્રાવકજી ! જો તમો અમોને થોડો ગોળ આપો, તો અમો ત્વરિત તે દેખાડીએ.” અર્થિ ભિલ્લોએ પોતાનું અન્તઃકરણ પ્રદર્શિત કર્યું. શ્રાવકજીને હવે ગોળપ્રદાન કરવામાં થોભવાની કશી જ જરુર હતી નહિ. તેમણે કબુલી લીધું અને તેઓ પણ સન્તુષ્ટ થઇ ગયા. E બિંબના તો ખંડો થઇ ગયા હતા-ક્યાં હતા, તે ખંડોનું તેમના નિહાળતાં તે ભિલ્લોએ સંયોજન કર્યું અને શ્રાવકજીને દેખાડ્યું. શ્રાવકજી એક પુણ્યાત્મા હતા. તેમના અન્તરમાં પ્રભુજીની આ હાલત દેખી અત્યર્થ વિષાદ થયો. તેમને ગમગીની થઇ-વસવસો થયો. પરન્તુ કેવલ વિષાદકરણ માત્રથી તઓ અટકી ન ગયા. સાત્ત્વિકશિરોમણિ તેમણે અભિગ્રહ ગ્રહ્યો કે- “યાવત્ આ બિમ્બ અખંડ ન થાય, તાવત્ હું અશન અંગીકાર નહિ જ કરું.” એમની આ પ્રતિજ્ઞા કપરી હતી. એનું પાલન પણ અશક્ય હતું. પરંતુ તે ધીર શ્રાવકજીની અડગતા જ્યાં નિહાળી, ત્યાં જ અધિષ્ઠાયક દેવને રજનીમાં પ્રત્યક્ષ થવું પડ્યું અને તેમને સ્વપ્રમાં જણાવવું પડ્યું કે- “મહાનુભાગ ! આપની દ્રઢતાથી મારે અહીં આવવું પડ્યું છે. આપ સ્હેજે વિષાદ ન કરો. ચન્દનના વિલેપથી આપ સાતેય ખંડોને યથાવયવ મેળવો, જેથી તેની અવશ્ય અખંડતા થઇ જશે.” આ પ્રમાણે સંબોધી દેવ અદ્રશ્ય થઇ ગયા. શ્રાવકજીએ પ્રભાતે તે પ્રકારે કરતાં પ્રભુ શ્રી અભિનન્દનસ્વામિનું બિમ્બ અખંડિત થઇ ગયું. Page 43 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy