________________
છે. તો “આ મૃત દન્વયી વસ્તુ કરતાં કેટલું અદ્ભુત વિશિષ્ટ !' એમ સમજી એને વિધિસર સત્કારવું જોઇએ. ‘વિધિની શી બહુ જરૂર છે એમ કરી એની ઉપેક્ષા કરે તો, શાસ્ત્રકાર કહે છે કે, એ યોગની ઉપેક્ષા છે, જિનાજ્ઞાના અનાદરનું મહાપાપ કરે છે. એનો વિપાક દારુણ છે.
પ્ર. તો તો એના કરતાં શાસ્ત્ર ન ભણવા સારાં !
ઉ. ના, એમાં તો પેલા કરતાં સર્વ ઉપેક્ષાનું મહાપાપ ઊભું થાય-માટે ભણવાનું તો બહુ જ, ક્રિયા અવશ્ય કરવાની, એમાં શક્ય બધી વિધિ જાળવવાની, અને અશક્ય બદલ ખેદ, દિલડંખ, રાખવાનો, ભાવવાનું કે ક્યારે થોડી પણ અવિધિ ટળે!” બાકી આરાધના તદન છોડી દેવામાં અથવા શક્ય વિધિની ઉપેક્ષા કરવામાં તો જિનાજ્ઞા પ્રત્યે સૂત્ર-અર્થ અનુષ્ઠાન પ્રત્યે દિલ ગુમાવ્યું, અને દિલ ગુમાવ્યું એણે બધું ગુમાવ્યું. આસેવનશિક્ષા -
ગ્રહણશિક્ષામાં તત્ત્વ અને માર્ગનો બોધ મળ્યો એને અમલમાં ઉતારવો જોઇએ. સદગુરુએ આસેવનશિક્ષામાં જે વસ્તુ જે જે રીતે આચરવાની તાલીમ આપો તે તે રીતે આચરતાં રહેવું જોઇએ. નહિતર તો સુવર્ણવિઘા તા મળ પણ થતા આ
વિધા તો મળી પણ સુવર્ણ બનાવવાના પરિશ્રમ વિના નિર્ધન ગરીબડા રહેવા જેવું થાય-એકલું જ્ઞાન શું કામ લાગે ? રોગી ઔષધના જ્ઞાનમાત્રથી સાજો ન થાય; ઔષધ ચિકિત્સા કરવી પડે. તરવાની વિધા જાણવા માત્રથી ન તરાય હાથપગ હલાવવા પડે; નહિતર ડૂબે ! આચરણા વિનાના જ્ઞાનની કંઇ કિંમત ન રહે, ભલેને આખાં ને આખાં શાસ્ત્ર મોઢે કરી લીધાં !
આચરણમાં મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું પાલન, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિનું પાલન, ઇચ્છાકાર-મિથ્યાકાર વગેરે દશવિધ સામાચારીનું પાલન, ષટકાયરક્ષા, અકલય-અષણીયનો ત્યાગ, આવશ્યક સ્વાધ્યાય-પડિલેહણાદિનું પાલન, પરીસહસહન, ક્ષમાદિ દશવિધ યતિધર્મપાલન, બાર ભાવના, તપસ્યા, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અભિગ્રહ પૂર્વક વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, લોચ-વિહારાદિ કષ્ટસહન, વિનય-વૈયાવચ્ચ ભક્તિ, વગેરે વગેરેનું આસેવન કરવાનું. અને દરેકે દરેક અતિચાર દોષની ગુરુ આગળ આલોચના તથા પ્રાયશ્ચિત વહન...આ બધા સાધ્વાચારનું આસેવન કરતા રહેવું જોઇએ.
આ આચાર સહિત બંને શિક્ષાનું આસેવન અંતરના આત્મશુદ્ધિકરણના પરિણામ જાગ્રત કરીને કરવાનું. જેથી બીજું કોઇપણ માનાકાંક્ષાદિ પદ્ગલિક આશય ન આવી જાય, તેમજ થોડું કરી સંતોષ ન પકડી લેવાય. નહિતર આ બનવું સંભવિત છે કે અમુક અધ્યયન યા તપસ્યાદિ કર્યા પછી મન માની લે છે કે “મારે આટલું થયું બસ છે, હવે નિરાંત રાખું.' આ બનવાનું કારણ એ, કે ઉદેશ અમુક પ્રમાણમાં આસેવન કરવાનો બાંધી લીધો હતો. ખરી રીતે વિચારવું તો એ જોઇએ કે
એ પણ શા માટે ? જીવનમાં ધર્મની આ સાધના એ પણ કાંઇ અંતિમ ધ્યેય નથી. ધ્યેય તો અંતરાત્માની પરિણતિનું વીતરાગભાવ સુધીનું શુદ્ધિકરણ છે.” આ ધ્યેય નિશ્ચિત કર્યું હોય તો તો. ગમે તેટલી સાધના કરી છતાં જો હજી બીજી શક્ય છે તો અધિકાધિક શુદ્ધિકરણને માટે એ કરાતી રહેશે. સાથે સચોટ જોવાનું રહેશે કે આ ધ્યેય-પરિણતિ શુદ્ધિ પળેપળ થતી આવે છે ને ?
લોદત્તર ભાવો અને પાપવિશે
Page 127 of 211