SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અહીં એકાગ્રતા- પ્રણિધાન (પ્રકૃષ્ટપણે મનનું નિધાન-સ્થાપન) એટલા માટે જરૂરી છે કે જો મન ચંચળ રહે અને વચમાં વચમાં ક્યાં ક્યાં વા નીકળી જાય તો વાચના સાંગોપાંગ મનમાં જામે નહિ, બીજને ખેતરમાં સ્થળે સ્થળે વવા જેવું થાય. એ તો એકાગ્ર ચિત્તે તન્મય થઇ વાચનાના સૂત્ર-અર્થને કડીબદ્ધ અનેસાંગોપાંગ ગ્રહણ કરવામાં આવે તો જ ફળ નીપજે. માટે ચિત્તના કોઇ જ વિક્ષેપ ન થવા દેવા. (૨) બહુમાન -વાચનાચાર્ય અને સ્વાર્થ પર દાતા અને રત્નનિધાનવત્ અત્યંત બહુમાન પણ જરૂરી છે. “અહો, આ કેવા મહાન નિ:સ્વાર્થ ઉપકારી છે, કેવા મારા ભવભ્રામક અજ્ઞાનને ટાળી રહ્યા છે, એ ઉપકારનાં મૂલ્ય ન આંકી શકાય....!” બહુમાન રહેવાથી સ્વાર્થ હૈયામાં સોંસરા ઉતરી 1ય છે, અને કેટલો કર્મક્ષય થાય છે. એના બદલે અનાદર, કચકચ વગેરે હોય તો ઉર્દુ ભારે કર્મબંધ થાય. (૩) સંવેગ -પણ જરૂરી છે. સંવેગ એટલે ધર્મરાગ-ધર્મશ્રદ્ધા-ધર્મરંગ, પ્રસ્તુતમાં વાચના અને સૂત્ર-અર્થ પર પણ ઉછળે તો રાગ, શ્રદ્ધા તથા રંગ જોઇએ. શુદ્ધ ધર્મરાગ પહેલો જરૂરી છે કેમકે એ નહિ હોય તો ય એકાગ્ર ભાવે બહુમાનથી વાચના તો લેવાશે પણ માનપાનાદિની આકાંક્ષાથી, “સારું ભણું તો વિદ્વાન થઇ લોકમાં પૂજાઉં.' આ ઝેર છે, વિષક્રિયા બને છે. એથી આત્મરોગ વધે છે. શુદ્ધ ધર્મરંગ હોય તો તો પવિત્ર જીવનનું એક મહાન કર્તવ્ય સમજીને અને આત્મવિશુદ્ધિકારક માનીને વાચના ગ્રહણ થશે. વછી વાચના પર શ્રદ્ધા હશે તો જે લેવાશે તે શ્રદ્ધાથી; તેથી પરિણતિ જ્ઞાન પ્રાપ્ત થશે; નહિતર અભવીના જેવું પ્રતિભાસ જ્ઞાન; કોઇના ચોપડ કોઇની રકમ, લખવા જેવું !પોતાને લેવાદેવા નહિ. માટે પરમ શ્રદ્ધાથી લેવાનું. (૪) સંભમ - સંભમ એટલે અપૂર્વ પ્રાપ્તિનો ઉછળતો હર્ષ. જેમ કોઇને એકાએક લાખો રૂપિયાનો અણધાર્યો વારસો મળી જાય, કે હાથ ખંખેરી નાખેલ રોગમાં પણ કિમિયાગર વૈદ મળી. જાય, યા ગુંડાના ઘેરાવના ભયંકર ભયમાં એકાએક રક્ષક મીલીટરી. પોલિસપાર્ટી મળી જાય તો કેવો અપૂર્વ હર્ષ થાય ? એ સંભ્રમ. એવો સંભ્રમ વાચના લેતાં લેતાં જેમ જેમ નવું સૂત્ર, નવાં શાસ્ત્ર-અક્ષર તથા નવા નવા પદાર્થ જાણવાના મળતા જાય તેમ તેમ ઉલસતો જાય. આત્મસંપત્તિ વિનાની અત્યંત ગરીબી, કર્મનો ભયંકર રોગ, અને રાગ-દ્વેષ-કામ-મોહમદ વગેરે ગુંડાઓનો ઘેરાવો જો નજર સામે તરવરે અને એનો ભારે ખેદ તથા ભય હોય તો આ સંભ્રમ થવો સહજ છે. મનને એમ થાય કે- “અહો આ જગતમાં ક્યાંય જોવા ન મળે એવો અપૂર્વ સૂત્ર-અર્થ મને મળ્યો ! કેવા કેવા અસાધારણ ઊંચા હિતવચન ! કેવા કેવા ઊંડા તત્ત્વ !' વાચનાના પ્રારંભથી ઠેઠ અંત સુધી અને તે પછી પણ સૂત્ર-અર્થ ગોખતાં-વિચારતાં એ પરાવર્તન કરતાં સંભ્રમ બન્યો રહે, નવો નવો આલ્હાદ થયા કરે. સમ્યગ જ્ઞાન અને ગુરુપ્રત્યે હદયની સ્નિગ્ધતા, ભિનાશ, ગગડતા વગેરે હોય તો એ શક્ય છે. અવિધિની ભયંક્રતા - આ બધી વિધિપૂર્વક સૂત્રાર્થગ્રહણ કરતા રહેવાનું છે. વિધિ વિના દુનિયામાં ક્યાં ચાલે છે ? એક દવા પણ વિધિથી લેવાય તો લાભ કરે છે. રસોઇ વિધિસર બને તો સારી થાય; ક્યાંક ઉપેક્ષા કરે ધૂળધાણી થાય. ઇમારત વિધિસર તૈયાર થાય છે. વિશિષ્ટ મેમાનની વિધિપૂર્વક સરભરા થાય Page 126 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy