________________
ગ્રહણશિક્ષામાં સૂવાર્થનું જ્ઞાન લેવાનું છે, એને કંઠસ્થ કરવાના છે, તથા એનું પારાયણ ને ચિંતન-મનન કરતા રહેવાનું છે. એ પરમ મંત્રરૂપ છે, એથી મોહનાં કારણમાં ઝેર ઉતરી જાય છે. નહિતર જગતના ઝેરીમાં ઝેરી નાગના ઝેર કે તાલપુટ યા કાલકૂટ ઝેર કરતાંય અનંતગુણ ભયંકર આ મોહનાં ઝેર ચડ્યા તો અનંત ભવનાં સંસારભ્રમણ ઊભાં કરે છે. સુત્રાર્થ ગ્રહણ અને આસેવન વિના નવરાં પડેલાં મનમાં એક યા બીજા રૂપે મોહને, રાગ-દ્વેષાદિ ઝેરને વ્યાપ્ત થઇ જવાનો અવસર મળે છે; કેમકે જીવને એના અનાદિના અભ્યાસ છે અને એને યોગ્ય જગતની વાત-વસ્તુ સામે જ પડેલી છે. એટલે જેમ ચક્રવર્તીને ફણિધર ડરતાં સારીય ઠકુરાઇ ડૂલ થઇ જાય તેમ અહીં સંયમની બધીય ઠકુરાઇ, મોહનાં ઝેર ચઢતાં, રાગ-દ્વેષાદિનું સામ્રાજ્ય જામતાં, નષ્ટભ્રષ્ટ થઇ જાય છે, અને મુનિ વિષમ-કષાયનો એક રાંકડો કંગાલ ગુલામ બની જાય છે. માટે જ મુનિજીવન એટલે માત્ર સૂત્રાર્થગ્રહણ અને સાધ્વાચારપાલનથી જ ભર્યું ભર્યું રાખવું જોઇએ. એ પરમ મંત્રરૂપ હોઇ એથી અસંખ્ય જન્મોનાં કર્મઝર અને અનંત જન્મોનાં વાસનાવિષને નાબૂદ કરી નાખે છે. પરમસંપત્તિ :
આ ગ્રહણ-આસેવન શિક્ષા એ લોકોત્તર કલ્પવૃક્ષનાં બીજ છે. એમાંથી કઇ કઇ પ્રકારની લબ્ધિઓ યાને આત્મશક્તિઓરૂપી પત્રપુષ્પની પ્રાપ્તિ થાય છે, અને અનુત્તર દેવલોક સુધીના. સદ્ગતિનાં સુખ તથા કેવળજ્ઞાન અને મોક્ષ સુધીનાં શાશ્વત સુખ રૂપી ળ નીપજે છે. વિધિગ્રહણનું મહત્વ -
ગ્રહણશિક્ષા વિધિપૂર્વક લેવાની છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે, સર્વજ્ઞશાસનના સૂત્ર-અર્થ અને એનું વિધિપૂર્વક ગ્રહણ એ સર્વોત્તમ બીજ સાથે મીઠાં પાણીનો યોગ છે. એમાંથી મનોરમ પાક નીપજે છે. એકલું બીજ શું કરી શકે ? અગર અવિધિ ગ્રહણરૂપી ખારાં પાણીથી કેવું
ળ આવે ? મહા બુદ્વિનિધાન પૂર્વાચાર્યો પણ વિધિપૂર્વક સૂત્રાર્થગ્રહણ કરીને પછી શાસનપ્રભાવક અને શાસ્ત્રસર્જક બન્યા છે. માટે વિધિપૂર્વક ગ્રહણ કરવામાં પ્રમાદ ન જોઇએ. ગ્રહણવિધિ :
સૂત્રાર્થ ગ્રહણ કરવાની વિધિ એ છે કે તે તે સૂત્રને ભણવા માટે શાએ બતાવેલ ચારિત્રપર્યાય. પ્રાપ્ત થવો જોઇએ. પછી જો એ કાલિકસૂત્ર હોય તો એની કાલગ્રહણ આદિ ક્રિયા કરવી જોઇએ. પછી ગુરુ આગળ એની વાચના લેવા માટે ગુરુનું આસન પધરાવવું, સ્થાપનાચાર્યજી પધરાવવા તથા મુનિઓએ મંડલિબદ્ધ બેસવાનું જેથી દરેકને સીધુ ગુરુમુખ દેખી શકાય. તેમાં પણ પોતપોતાના વડિલનો ક્રમ સાચવીને બેસવાનું, અને ગુરુને તથા વડિલને વંદન કરીને બેસવાનું. ત્યાં સૂત્રનો અનુયોગ આઢવાનો કાયોત્સર્ગ કરવાનો; તથા વાચના લેવાના આદેશ માગી ગુરુને વાચનાપ્રસાદ કરવાની વિનંતી કરવાની. પછી ગુરુ સૂત્રાર્થની વાચના આપે તે બહુ એકાગ્ર બની અત્યંત બહુમાન-સંવેગ અને સંભમ સાથે ઝીલવાની. એકગ્રતા-બહમાન-સંવેગ-સંભ્રમ :
Page 125 of 211