SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીવન સ્વીકાર્યા પછી દીક્ષિતે ગુરૂ પાસેથી બે જાતનું શિક્ષણ યાને શિક્ષા,-ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા-લેવીજ જોઇએ એમ શાસ્ત્રો માવે છે. શિક્ષણ વિનાના કોઇપણ નવા જીવનની કિંમત નથી, કેમકે એમાં ન તો તે જીવનને યોગ્ય વર્તવાનું આવડે, કે ન તો તે જીવનના આદર્શ તરફ પહોંચવા મનોમંથન જાગે. સાધુ જીવનમાં જો આવું થાય તો માત્ર વેશ પાસે રહી જાય, પરંતુ સાધુતા યોગ્ય કરણીમાં મોટી ખામી આવે; તેમજ શિક્ષણના અભાવે મન બીજી ત્રીજી પ્રવાદી, સાવધ અને પૌદ્ગલિક વિચારોમાં અટવાયું રહે તેથી સાધુ જીવનના ઊંચા આદર્શ તરીકે સમભાવ, નિસ્યંગદશા અને શુદ્ધ આત્મરમણતા તરફ પ્રયાણ થાય નહિ. માટે સંયમમાં ઊંચી ભૂમિકાએ નહિ પહોંચેલ અને સંયમભાવને સ્થિર નહિ કરેલ સાધુ-સાધ્વીની આ અનિવાર્ય જ છે કે એમણે ગ્રહણ શિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરવામાં સદા કટીબદ્ધ રહી પ્રયત્ન કરવો. ગ્રહણશિક્ષા એટલે સૂત્ર-અર્થનું ગ્રહણ કરવું; સૂત્રજ્ઞાન અને અર્થજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસેથી શિક્ષણ લેવું તે. આસેવનશિક્ષા એટલે સાધુચર્યા-સાધુને સેવવાના આચાર અનુષ્ઠાનો અંગેનું શિક્ષણ લેવું તે. ચક્રવર્તીથી ચઢિયાતાં સુખ : આ બંને શિક્ષાનું ‘વિંશિકા’માં ઉચ્ચ મહત્વ બતાવતાં કહ્યું છે કે ‘જેવી રીતે ચક્રવર્તીપણું પામ્યા પછી ક્ષુદ્ર ક્રિયા કરવાનું મન જ થતું નથી એમ આ બે શિક્ષાનું જીવન પામ્યા પછી ક્ષુદ્ર પ્રવૃત્તિ મનમાં જ ઉઠતી નથી; અને જેમ ચક્રવર્તીપણાનો કાળ અત્યંત સુખમાં જ પસાર થાય છે એમ આ શિક્ષાદિનો જીવનકાળ અનુપમ સુખમાં જ પસાર થઇ જાય છે.' જ્ઞાન ધ્યાન કિરિયા સાધતા કાઢે પુરવના કાળ. વધુને વધુ સૂત્રાર્થ પરિવર્તનમાં નવા નવા રસ છૂટે છે, અનુષ્ઠાનમાં સમભાવ વૃદ્વિગત બને છે. એથી જ ચક્રવર્તીપણા કરતાં આ શિક્ષાદિનું પાલન પ્રધાન છે. કેમકે ચક્રવર્તીને તો સામ્રાજ્ય ભોગવવામાં ઔદયિક સુખ છે, શાતાવેદનીયાદિ કર્મના ઉદયનું એટલે કે પરાધીન સુખ છે, ત્યારે મુનિને શિક્ષાદિના પાલનમાં વિષયાસક્તિ કષાયોના ઉપશમનું યાને સ્વાધીન-નિરપેક્ષ-નિરવધિ સુખ છે. દેખાવમાં કષ્ટમય છતાં રોગીને કષ્ટમય ચિકિત્સાની જેમ ભવરોગથી મુક્ત થવાની ઇચ્છાવાળા શ્રમણને આ સુખકર જ લાગે છે. એને પોતાના કૃત્યોમાં જે અનહદ આનંદ છે એવો ચક્રવર્તીને નથી. શ્રમણસિંહને એક્દારો આનંદ : ગ્રહણ અને આસેવન શિક્ષાથી જ્ઞાન-ધ્યાન અને આચાર અનુષ્ઠાનોમાં જ નિરંતર તત્પર રહેનાર મુનિ શ્રમણસિંહ બને છે. મોટા મોટા કર્મરૂપી હાથીઓનો વિધ્વંસ કરે છે. અને એકધારા આત્મિક આનંદમાં રહે છે. ચક્રવર્તી તો હજી ક્યારેક કંટાળે, પરંતુ મુનિને કંટાળો નથી, કેમકે શ્રુતજ્ઞાનના નવા નવા રસ અને ઇસમિતિ વગેરે અને ગુપ્તિના પાલનના ઊંડા રહસ્યનું સંવેદન આગળને આગળ આનંદની વૃદ્ધિ કરાવે છે. ઉભયશિક્ષા એ પરમમંત્ર ઃ Page 124 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy