________________
શ્રમણપણું એ ઊંચા છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થા છે, એમાં નીચેના ચોથા ગુણસ્થાનકની સમ્યકત્વ-અવસ્થા અંતર્મિલિત છે. માટે એ સુરક્ષિત હોય તો જ શ્રમણપણું ટકી શકે છે. હવે એ સમ્યકત્વ અવસ્થાને ખરેખર ગુણરૂપે ઊભી કરવો હોય તો એ માટે શાસ્ત્ર કેટકેટલી પૂર્વભૂમિકા જરૂરી બતાવે છે એનો અહીં વિચાર કરીએ.
“નમુલુણં' પ્રણિપાતદંડક સૂત્રમાં અભયદયાણ. ચકખદયાણ, વગેરે પાંચ પદોથી ક્રમ બતાવ્યો છે કે પહેલાં અભય= ચિત્તસ્વાથ્ય આવે પછી જ ચક્ષુ = ધર્મઆકર્ષણ ઊભું થાય. તે પછીથી જ માર્ગ = વિશિષ્ટ ક્ષયોપશમ થાય એટલે શરણ = સાચી તત્ત્વબોધની ઝંખના ઊભી થાય; તે પછી જ બોધિ = સમ્યગ્દર્શન મળે.
અહીં શ્રી લલિતવિસ્તરા માં બતાવવામાં આવ્યું છે કે આ પાંચ અપુનબંધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. “અપુનબંધક’ એટલે હવે ફ્રીથી કદી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધે છે. એમનામાં જ યોગ્યતા છે; અને યોગ્યતા એવી ચીજ છે કે સાધનાના પ્રારંભથી માંડી સિદ્ધિ સુધી ઉત્તરોત્તર મોહનીય કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ કર્યું જાય. વળી કહ્યું છે કે આ બધું થતું હોય એમાં લોકોત્તર ભાવોનો અમૃત સ્વાદ અનુભવાય છે, અને વિષયતૃષ્ણાદિ પાપવિકારોની શાન્તિ થાય છે. આ લોકોત્તર ભાવો” અને “પાપવિકારો કયા કયા” એ અંગે શ્રી ષોડશક શાસ્ત્રમાં બહુ સુંદર ખ્યાલ આપ્યો છે. જો સમ્યકત્વના આંગણે જરૂરી, તો પછી સાધુજીવનના આંગણે તો તે અતિ જરૂરી હોય જ. તેથી અહીં એની ટૂંકી વિચારણા આપવામાં આવે છે.
લલિતવિસ્તરાકાર મહર્ષિએ અહીં સામાન્યરૂપે અને ષોડશક ગ્રંથમાં વિશેષરૂપે લોકોત્તરભાવો અને પાપવિકારોનું વર્ણન કરી એ સૂચવ્યું છે કે જીવન ઉત્થાન, આત્મોત્થાન કરવા ચાહતા હો તો આ જ પ્રાથમિક અને સુંદર ઉપાય છે કે લોકોત્તર ભાવોને આદરી ભાવનું આરોગ્ય મેળવો. અને પાપવિકારો છોડો. આનું કારણ એ છે કે જીવન યા આત્માની અધોગતિ અવનતિ આંતરિક ભાવ-આરોગ્યના અભાવે છે, ભાવના રોગથી નીપજતા પાપવિકારોને લીધે છે. આમાંથી ઊંચે આવવા માટે, ઉત્થાન કરવા માટે, ભાવનું આરોગ્ય અને પાપવિકારોનો નાશ કરવો જોઇએ.
ભાવનું આરોગ્ય તોજ થાય કે લૌકિક અશુભ ભાવો પડતાં મૂકી લોકોત્તર શુભ ભાવ અપનાવવામાં આવે. દ્રતા-કૃતજ્ઞતા-અનુચિતવર્તન, સ્વાર્થ-સ્વછંદતા, પાપરતિ, અજ્ઞાનતા-મૂઢતા અને નિષ્ફરતા એ લોકિક ભાવો છે. એની સામે ઔદાર્ય-દાક્ષિણ્યાદિ એ લોકોત્તર ભાવો છે.
(૧) ઔદાર્ય માટે - પહેલું તો તુચ્છપણું છોડવું પડે. જીવનો અનાદિનો ચાલી આવતા તુચ્છ
સ્વભાવ હવે પડતો મૂકવો પડે. પ્રસંગ પ્રસંગ પર હલકા વિચારો ઝટ ફ્રી આવે છે. અડધી રાતે બારણું ખખડ્યું ત્યાં ઝટ મનને થાય છે કે- “કોણ હરામી છે ?' અત્યારે વળી કોણ આ પજવવા આવ્યું છે ? હરામી અને પજવનારની કલ્પના એ ક્ષદ્ર મનના ઘરની છે. પછી ભલેને આવનાર સારો શાહુકાર અને લાભ કરાવવા આવ્યો હોય ? નોકર જરા મોડો આવ્યો, વેપારીએ જરા ભાવ વધુ લીધો, ત્યાં સીધા લુચ્ચા, હરામખોર વગેરે ટાઇટલ આપી બબડાટ શરૂ થઇ જાય છે. સ્વાર્થ દેખાય ત્યાં અધમ ઉપાયનો પણ સંકોચ નથી રહેતો ! આ બધી સહ સિદ્ધ તુચ્છતા ક્ષુદ્ર હૃદયનું પરિણામ છે. ઓદાર્ય લાવવા માટે હવે એને અટકાવી ઉમદા સૌમ્ય વાણી, ઉમદા વિચાર અને ઉદાર વર્તાવ કરવો જોઇએ. ‘બારણું ખખડ્યું ઓ. “અહો ! કોણ ભાગ્યશાળી છે ?' વેપારીએ ભાવ જરા વધુ લીધો તો
Page 128 of 211