________________
છે અને દિવ્ય માનવજીવન હારી જાય છે, એ નિર્વિવાદ છે.
જો કેવલ યથેચ્છ ખાવા-પીવા કે હરવા-ફ્ટવા અથવા પહેરવા-ઓઢવા કિંવા બોલવા, ચાલવા અને મોજમજા ઉડાડવા યા તો વાસનાના ભોગ બનવા પૂરતો જ માનવભવ હોય, તો તો રખે માનતા કે માનવાની ભૂલ કરતા કે-આ દ્રષ્ટિએ એની દુરાપતા છે. આથીય મસ્ત જીવન પશુઓ વિતાવી શકે છે, તેમજ આથીય વિશેષ તે તે આમોદ-પ્રમોદના સ્થાનોમાં કિવા આનન્દકુંજોમાં વનવિહારિ પશુ-પંખિઓ આનંદ લુંટી શકે છે. એટલે માત્ર એશ આરામ પૂરતી જ આ જીવનની અમૂલ્યતા છે, એવું માનવા ભૂલ કરવી નહિ.
આ જીવનની દુર્લભતા તો કેવલ વિવેકી, સંતોષી, વિભૂતિ અને જ્યોતિ રૂપ બની આદર્શ કે દિવ્ય જીવન જીવવા પૂરતી છે. ઉત્તમ વિચારણા, નિર્દોષ વર્તન અને પવિત્ર વાણીના સાદર અમલીકરણમાં જ આ અજોડ જીવનની કિસ્મત છે.
બાકી દિન-રાત કેવલ જો વિલાસ ભોગવવામાં, ખાવા-પીવામાં, વિષયવાસના પોષવામાં, એશઆરામમાં હાલવામાં તથા દુર્ગાન કરવામાં જ પસાર થતા હોય, તો માની લેવું ઘટે કે-આકૃતિએ માનવતા હોવા છતાંય મૂર્ત ગુણ રૂપે માનવતાનો એક અંશ સરખોય નથી, કિન્તુ પશુરૂપતા છે.
આથી માનવજીવન પામેલા સુજ્ઞ માનવીની અનિવાર્ય જ છે કે-તેણે સ્વકીય જીવન, કે જે પુન:દુરાપ છે તે વેડફાઇ ન જાય અથવા હાનિકારક ન બની જાય, કિન્તુ નિયમિત-નિર્દોષ-નિર્વિકારિ-દિવ્ય-આદર્શભૂત તથા સ્વ-પર શ્રેયસ્કર બને તેની પૂરેપૂરી તકેદારી. રાખવી. જો સાવધગીરી ન દાખવી અને ગાફ્ટ બની ગદ્દતમાં સુસમય ગુમાવ્યો, તો મળેલી તક ગુમાવી બેસાશે અને પુનઃ તે તક સાંપડવી દુર્લભ થઇ પડશે.
જો માનવજીવનની દુર્લભતા માનસમાં અંકાઇ ગઇ હોય, હૈયામાં કોતરાઇ ગઇ હોય તથા આત્માદર્શમાં આલેખાઇ ગઇ હોય, તો પ્રમાદ કરવાની કે આળસુ બની સમયનો દુર્વ્યય કરવાની કુટેવ જ્ઞાવી દેવી ઘટિત છે અને નિયમિત નિર્મળ જીવન નિર્વહવાની જરુર છે.
એ જીવન નિયમી ત્યારે જ બની શકે, કે જ્યારે આત્મા પાપવિમુખ અને ધર્મસમુખ બને, મોહની ખોટી ઘેલછા ત્યજી દે, મમતા-રાક્ષસીના અકાયને કાતીલ દ્દામાંથી સરકી જાય, વાસનાની લોલુપતા પરિહરી દે તથા માનસ નિર્વિકારિ બનાવે.
જો નિર્મલ હૃદયમાં મોહનું જોર ઘટ્યું અને ધર્મે નિવાસ કર્યો, તો માનવજીવન એક આદર્શભૂત દિવ્ય જીવન રૂપ બન્યા વિના ન જ રહે.
એ ધર્મ એટલે સ્વહિતચિન્તન અને સ્વકલ્યાણકરણ તથા સાથે જ પર અશુભઅચિન્તન અને પરહિતકરણ. શ્રી વીતરાગદેવનો ધર્મ કહો કિંવા દુર્ગતિપતનથી ધારણ અને સુગતિસ્થાપન રૂપ ધર્મી કહો, તે આ જ છે.
અન્ય ધર્મો, કે જે નામતઃ ધર્મો છે કિન્તુ વાસ્તવ નથી, તે કરતાં જૈનધર્મની વિશિષ્ટતા કે શ્રેષ્ઠતા કોઇ પણ હોય, તો તે કેવલ આ એક જ છે કે-આત્મનિરીક્ષણ કરી એમાં જ રમણતા કરવી.
આ પ્રમાણે જ કરવામાં આવે, તો સ્વકીય શુભ ચિન્તન, હિતકરણ, પરકીય હિતકલ્પના અને કલ્યાણકરણ થયા વિના ન જ રહે. આ મુજબ જો બને તો દુર્ગતિપતનનો અવરોધ અને સુગતિસંપ્રાપ્તિ થયા વિના ન જ રહે.
Page 38 of 211