SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર મોહનીય કર્મને જીતવા ઉધમ કરે. સમજ્યા ? આ મહાત્મા સંસારને શંસી માનવાનું કહે છે. ફ્રાંસી ? ચારિત્ર્ય મોહનીયા જીતવાના પ્રયત્નો કરવાનું કહે છે. એ શા માટે ? ઓઘો લેવા માટે. સંસાર ખોટો માટે ઓઘો લેવાનો. ન લેવાય તો કોઇ લે એ દેખીને રોમરાજી વિકસ્વર થાય. શ્રેણિક મહારાજાની જેમ લેનારના ચોપદાર થવાનું. કેટલાક કહે છે કે- ઘણીએ દુનિયા ગમતી નથી, પણ શું કરીયે ? જેને ન ગમે તે તેમાં રાચે મારો ખરો ? દીક્ષા ગમે છે કે નહિ ? ગમે તો આવી જાઓ, ન અવાય તો લેનારને સહાય કરો. આઠમું લક્ષણ :- દર્શનધારી. આસ્તિક્ય ભાવ સંયુક્ત જિનશાસનની પ્રભાવના, ગુરૂભક્તિ કરી, સમ્યગદર્શન નિર્મલ કરે અને ધર. નવમું લક્ષણ - ગાડરીયા પ્રવાહને છોડે. ઘણા મૂર્ખ લોકો જે રીતે ગાડરીયા પ્રવાહની જેમ ચાલે તેમ ન ચાલે, પરંતુ જે કામ કરે તે વિચારીને કરે. દશમું લક્ષણ :- ધર્મમાં આગળ થઇ પ્રવર્તે, આગમાનુસાર ધર્મમાં પ્રવર્તે. શ્રી જિનાગમ વિના. પરલોકનો યથાર્થ માર્ગ બતાવનાર બીજુ કોઇ શાસ્ત્ર નથી. એ માટે જે કામ કરે તે શ્રી જિનાગમને અનુસરીને કરે. અગીઆરમું લક્ષણ :- દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તે. પોતાની શક્તિને ગોપવ્યા વિના ચાર પ્રકારનો દાનાદિક ધર્મ કરે. બારમું લક્ષણ :- વિધિ માર્ગમાં પ્રવર્તે. હિતકારી, અનવધ, પાપ વગરની, ધર્મ ક્રિયાને ચિંતામણિ રત્નની જેમ દુર્લભ માની કરે અને એ પ્રત્યે કોઇ મૂર્ખ ઉપહાસ્ય કરે તો લજ્જા ન પામે. તેરમું લક્ષણ :- મધ્યસ્થ રહે. શરીરને રાખવા વાસ્તે ધન, સ્વજન, આહાર, ઘર વિગેરેમાં વસે, ભોગ કરે, પરંતુ તેમાંની કોઇપણ વસ્તુમાં રાગદ્વેષ ન કરે. ચૌદમું લક્ષણ :- અરક્તદ્વિષ્ટ-ઉપશાંતવૃત્તિ એ સાર છે. એ વિચારી રાગદ્વેષમાં લેપાયમાન ન થાય, ખોટો આગ્રહ ન કરે, હિતનો અભિલાષી બની મધ્યસ્થ રહે. પંદરમું લક્ષણ - અસંબદ્ધ-સર્વ વસ્તુના ક્ષણભંગુરપણાને નિરંતર વિચારે. ધન વિગેરેની સાથેનો પ્રતિબંધ તજે. સોળમું લક્ષણ :- પરહિત માટે અર્થકામનો ભોગી ન થાય. સંસારથી વિરક્ત મનવાળો થાય, કેમકે-ભોગ ભોગવવાથી આજ સુધી કોઇ તૃપ્ત થયું નથી. પરંતુ શ્રી આદિકના આગ્રહથી અગર જો ભોગોમાં પ્રવર્તે, તો પણ વિરક્ત મનવાળો રહે. સત્તરમું લક્ષણ :- વેશ્યાની માફ્ટ ઘરવાસ પાલે વેશ્યાની માફ્ટ અભિલાષા રહિત વર્તે. એમાં વિચારે કે- આજકાલ આ અનિત્ય સુખ મારે છોડવાં પડશે, આ માટે ઘરવાસમાં સ્થિરભાવ ન રાખે. વેશ્યાને ઘર હોય ? વેશ્યાનો પ્રેમ કેવો ? એની બધી ક્રિયા શા માટે ? જેમ વેશ્યાનો પ્રેમ, એ ઘરમાં, એ આવનારમાં, એ ક્રિયામાં નહિ પણ પૈસામાં તેમજ શ્રાવકનો પ્રેમ ઘરમાં, કુટુંબમાં, ધનમાં, સ્ત્રીમાં, પરિવારમાં કશામાં નહિ. પ્રેમ માત્ર એ બધાના ત્યાગમાં. આ મહાત્માએ ભાવશ્રાવકના આ મુજબ સત્તર લક્ષણ કહ્યાં છે. 9. મૂઈન્તિ માવવિશ્વેષ -- ૧. શ્રી જિનબિંબોમાં મૂચ્છ પામે છે. Page 30 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy