SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને આપું. પૈસો, ટકો, બાયડી આપનારા તો ઘણાએ છે. એનો દુકાળ પડવાનો નથી. ભરતક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં સંપૂર્ણ દુકાળ પડશે, તો અમુક કાળે આનો-સર્વવિરતિ વિગેરેનો પડશે. પેલું-પૈસો ટકો વિગેરે તો અનાદિકાળથી ચાલુ છે અને અનન્તકાળ રહેવાનું છે. સાધુપમામાં રહી એની, એટલે અર્થકામની વાતો કરવી, તે ભાંડચેષ્ટો છે, ભવાઇ વિધા છે. શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર. તેનાથી મુનિનું અપમાન કેમ થાય ? હું તો શ્રી. જિનેશ્વરદેવની આજ્ઞા મુજબનું આમનું કહેલું કહું છું. આવા નિડર બાપની મૂડી બતાવવામાં મને ભય શું ? નહિ લ્યો તો તમે ઠગાશો. સારો વેપારી તો સારો જ માલ બતાવે, એમ જ હું તો સર્વવિરતિ અને સર્વવિરતિ લાવનારાં સાધનો બતાવતો આવ્યો છું અને બતાવીશ. એ ન બતાવું તો શું હીરા બતાવું, કે જે ભૂલે ચૂકે પણ મોમાં મૂકાય તો પ્રાણ જાય? અર્થ અને કામ બતાવનારો જૈન સાધુ નથી. હવે આપણે આ મહાત્માએ કહેલા સત્તર ગુણની વિચારણા કરીએ. ખડતલ ગુણો પહેલું લક્ષણ - ત્રીથી વૈરાગ્ય. સ્ત્રી અનર્થનું ભવન, ચપળ ચિત્તવાળી, નરકની વાટ સરખી છે. આ સ્વરૂપને જાણનાર એને વશ ન થાય. આ ભાવાર્થ સ્વર્ગસ્થ મહાત્માએ કહેલા શબ્દોનો છે. દરેક ગુણના પ્રથમ એવી રીતે અર્થ કરી વિચારીશું. જેવી રીતે પુરૂષ સ્ત્રીઓને આમ માનવાની છે, તેવી જ રીતે સ્ત્રીઓએ પણ પુરૂષથી. વૈરાગ્ય ધારણ કરવો જોઇએ. બીજું લક્ષણ - ઇંદ્રિય વૈરાગ્ય. ઇંદ્રિયો ચપલ ઘોડા સમાન છે, ખોટી ગતિની તરફ નિત્ય દોડે છે. એને ભવ્ય જીવ, સંસાર સ્વરૂપ જાણીને સજ્ઞાન રૂપ રજુ-દોરડીથી રોકે. ઇંદ્રિયો પાંચ. એમાં તમે કેટલા લોપાયા છો, તે વિચારો. નાટક, ચેટક, સીનેમા જોવાય, પણ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને ધર્મગુરૂ વિગેરેને માટે આંખ ન ઉઘડે ! તમામ ઇંદ્રિયોનો સદુપયોગ કરતાં શીખો. અવળે માર્ગે જતાં રોકો. ત્રીજું લક્ષણ :- ધનથી વૈરાગ્ય. ધન સંર્વ અનર્થ અને કલેશનું કારણ છે, એ માટે ધનમાં લુબ્ધ ન થવું. ચોથું લક્ષણ :- સંસારથી વૈરાગ્ય. સંસારને દુ:ખરૂપ, દુ:ખળ, દુઃખાનુબંધિ, વિડંબના રૂપ જાણીને સંસારથી પ્રીતિ ન કરે. મહાત્મા કહે છે કે- સંસાર દુઃખરૂપ છે. સુખનું નામ નિશાન નથી. પણ દુ:ખ, પરંપરાએ પણ દુ:ખ. પાંચમું લક્ષણ - વિષયથી વૈરાગ્ય. વિષયનું સુખ ક્ષણ માત્ર છે, વિષય વિષફ્લ સમાન છે, એમ જાણીને વિષયમાં વૃદ્ધિ ન કરે. છઠ્ઠ લક્ષણ - આરંભ સ્વરૂપ જાણ. તીવ્ર આરંભ સદા વર્ષે, અગર જો નિર્વાહ ન થાય તો પણ સ્વઅલ્પ આરંભ કરે અને આરંભરહિતોની સ્તુતિ કરે, સર્વ જીવો ઉપર દયાવંત બને. સાતમું લક્ષણ - ઘરને દુ:ખરૂપ જાણે. ગૃહવાસને દુ:ખરૂપ ફેંસી માનીને ગૃહવાસમાં વસે અને Page 29 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy