SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સાનુબંધા જિનાજ્ઞા પ્રાપ્ત થાય. (હોય) તે તપ જિન શાસનમાં શુધ્ધ ગણાય છે. જગતના દુઃખનું મૂળ યસ્ય ચારાધનો પાય સદાજ્ઞાભ્યાસ એવ હિ | યથા શક્તિ વિધાનેન નિયમાન્સ ફ્લ પ્રદ: || ૧ /. જૈન શાસનના પરમ ભક્ત-પરમ પ્રભાવક શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજા ભવ્ય જીવોને ઉદેશીને માને છે કે- વીતરાગની આરાધનાનો ઉપાય વીતરાગની આજ્ઞાનો હંમેશા અભ્યાસ કરવો એ છે. રાગ-દ્વેષ એ દુ:ખનું કારણ છે. અને એના જ પ્રતાપે અનાદિકાળથી અનંતી લક્ષ્મી ગુમાવી કંગાળ જેવો બની ગયો છે. વીતરાગની આરાધના સિવાય રાગદ્વેષનો ક્ષય થવો એ કોઇ રીતિએ શક્ય નથી. રાગ દ્વેષ ભયંકર છે એમ ભાસે તો જ આપણો આત્મા વીતરાગતા તરફ વળે. રાગ દ્વેષનો નાશ કરવા વીતરાગતા વિના એક પણ આધાર નથી. વીતરાગને શી રીતે આરાધવા ? એ માટે શ્રી જિનેશ્વર દેવના શાસનના પરમ અભ્યાસી મહર્ષિઓ એક જ વાત માને છે કે એની આજ્ઞા પાલનનો અભ્યાસ કરવો એ જ એની આરાધનાનો ઉપાય છે. જે જે આજ્ઞાઓ કરી હોય તે સમજવાનો આદરવાનો યાવજીવ અખંડિત પણે પાલન કરવાનો અભ્યાસ કરવો એ જ એક વીતરાગની આરાધનાનો ઉપાય છે. यह सत्तरे गुण संयुक्त श्री जिनागममें भाव श्रावक कहा है। ભાવાર્થ :- (ભાવના સંબંધી) શ્રાવક અવસર જાણી દીક્ષા ગ્રહણ કરે. તાત્પર્ય એ છે કે-શ્રાવક એ છે, કે જે બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તો પોતાના મનમાં પોતાને ઠગાયેલો માને. જેમ જગતમાં પોતાની અતિ વલ્લભ વસ્તુનું લોક સ્મરણ કરે છે, તેમ શ્રાવક પણ રોજ સર્વવિરતિ લેવાની ચિંતા કરે, અગર જો ગૃહવાસ પણ પાલે, તો પણ ઔદાસીન્યપણે, અલિપ્તપણે, પોતાને હેમાન સમજીને પાલે. જૈનશાસનની દીક્ષા આ, મારા ને તમારાં પૂજ્યનું કહેલું છે. જે આને છૂપાવે છે, જે આ વાતોથી ગભરાયેલા છે, તે સંસારના વિષયના કીડા છે. શ્રી જૈનશાસનથી વંચિત છે. ન બને, ન સ્વીકારાય, ન પળાય, તો બળજોરીથી આપવા અહીં નવરું કોણ બેઠું છે ? ભાગ્યશાળીઓ! સારી ચીજ હાથમાં ન લઇ શકો, પણ સાંભળવાનુંયે મન ન થાય ? ભાવનાયે ન થાય ? હૃદયમાં આ હશે તો સંસાર પણ સુખરૂપ બનશે. સંયમની ભાવના વિનાના સંસારમાં એ ફાગણ સુદી પૂનમની હોળીઓ સળગે છે. અંદરની પીડા અંદર હોય. માથે પાઘડી મૂકી, મોઢાં લાલ રાખી, અરે ! પાનના ડૂચાથી પરાણે લાલ રાખી. ફ્ટવું પડે છે. તમારી ઘરમાં, બજારમાં અને બહાર શી કિંમત છે ? તે વિચારો. બાલ્યાવસ્થાની દીક્ષા એટલે પડવાના ઓછામાં ઓછા સંભવવાળી દીક્ષા. આજે પૂજ્ય મહારાજશ્રીના સ્વર્ગવાસના દિવસે બીજું શું બોલું ? જે મહારાજશ્રીનું મન્તવ્ય એજ બોલું. મારે તો રોજ એજ બોલવાનું. હું તો એ નિયાણું કરું કે-મોક્ષ ન મળે ત્યાં સુધી ભવોભવ મને ઓઘો મળે ને જે યોગ્ય મહાનુભાવો આવે Page 28 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy