SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે- સર્વમપોવાતું સાવદ્ય માટે મોક્ષાર્થીને ઉપાદેય હોઇ શકે નહિ. વળી શ્રીમાન્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે-પ્રાણીઓએ સ્વશક્તિથી નિરંતર પરોપકાર કરવો જોઇએ, કારણ કે-આ ઉત્તમ નીતિ છે. તે પરોપકાર સ્વોપકારથી જુદો નથી માટે પરોપકાર કરવાથી સ્વોપકાર થઇ જાય છે. તે પરોપકાર તમામ અનિષ્ટ પદાર્થોનો ત્યાગ થવાથી ને ઇષ્ટ પદાર્થોના યોગથી સાધ્ય છે અને તે ઇષ્ટ પદાર્થ એકાન્ત અનંત સુખને કહેવાય છે, અને તે એકાન્ત અનંત સુખ મોક્ષમાં છે. સંસારમાં નથી, કારણ કે-સંસારમાં પ્રકÈણ સ્વયં નાશ પામવાવાળું દુ:ખ સહિત સુખ છે માટે મોક્ષના અર્થીઓને મોક્ષ દેવા વડે પરોપકાર સાધ્ય છે. વળી મોક્ષ કાં હાથમાં લઇ આપી શકાતો નથી માટે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય દેખાડવો, કારણ કે સમ્યફ સેવેલ ઉપાયથી ઉપેયની સિદ્ધિ સુખે થાય છે તયારપાય: પ્રભુ ઘર્મ ઇવ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય નિશ્ચયથી ધર્મ જ છે. આથી સ્પષ્ટજ છે કે મોક્ષ આપવા સમાન દુનિયામાં કોઇ બીજો પરોપકાર છેજ નહિ. માટે મોક્ષ ને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ધર્મ, તેજ ઉપદેશ પંચમહાવ્રત ધારી ગુરૂવર્યો આપી શકે. અન્યથા સંસારવ્યવહારના ઉપદેશ દેવાથી મહાવ્રતો ભ્રષ્ટ થાય છે. અરે અભવ્ય પણ મોક્ષની શ્રદ્ધા નહિ હોવા છતાં પણ જ્યારે મોક્ષાર્થીઓને મોક્ષનો ઉપદેશ આપે તો પછી ભવ્ય મુનિઓને માટે પૂછવું જ શું ? કેમકે સાચા જેનો મોક્ષ સિવાય સાંસારિક એક પણ પદાર્થને સાધ્ય તરીકે ગણતા. નથી. જ્યારે કોઇ આત્મા ત્યાગ ધર્મ સ્વીકારે છે, ત્યારે સાવધને મન, વચન, કાયાએ કરવું નહિ, કરાવવું નહિ, કરતાને સારો જાણવો નહિ-આ પ્રમાણે સળં સાવM નોાં પURUરવામિ ના પાઠથી સ્વીકારે છે, તેવા મુનિઓથી સંસારવ્યવહારનો ઉપદેશ અપાયજ કેમ ? છતાં જો આપે તો તે પચ્ચખાણનો ભંગ કરનાર પ્રત્યક્ષ મૃષાવાદી કેમ ન કહેવાય ? જ્ઞાનીઓ તિર્થીયરોસમોસૂરી એ સૂત્રથી જણાવે છે કે-જે આચાર્ય સમ્યફ જિનમતને પ્રકાશે તે તિર્થંકર સમાન છે. એટલે હેયને હેય તરીકે, ઉપાદેયને ઉપાદેય તરીકે ઓળખાવે. અન્યથા વિપરીત બતાવે તો તે આચાર્ય નથી પરંતુ કુત્સિત પુરૂષ છે. અર્થાત્ તે આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ તરીકે તો શું પણ સામાન્ય સંપુરૂષની કોટીમાં રહી શકતો નથી. વળી અર્થદિપિકામાં ટીકાકાર ઘમ્પાઉરિ! એ પદથી જણાવે છે કે-શ્રતને ચારિત્ર ધર્મના પાલનમાં પ્રવીણ તથા સમ્યગ ધર્મને દેનારા હોય. નાસ્તિક પ્રદેશી રાજાને કેશી ગણધરે સમ્યગ ધર્મ આપ્યો હતો તેમ સમ્યગ ધર્મને દેનારા ધર્માચાર્યને નમસ્કાર જણાવ્યો. આથી સ્પષ્ટ છે કે-શ્રુતને ચારિત્ર ધર્મનો ઉપદેશ દેનાર ન હોય. જે કોઇ સંસારવ્યવહારના માર્ગને બતાવનાર કે પોષનાર હોય તો તે ધર્માચાર્ય નથી કિન્તુ પાપચાર્ય જ કહેવાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં સયંકોદંપરિક્વન એ ગાથાથી જણાવ્યું છે કે-જે સાધુ પોતાના ઘરનો ત્યાગ કરી પારકાના ઘરમાં પિડાદિના લોભથી તેના ઘરનાં કાર્યો કરે ને શુભાશુભ નિમિત્તાદિ ભાખવા વડે વ્યવહાર ચલાવે તેને પાપ સાધુ કહેવાય. વળી શ્રીપાલ ચરિત્રમાં પણ શ્રી મુનિચંદ નામના ગુરૂ મહારાજ પાસે મયણાસુંદરી ધર્મના લોકાપવાદને દૂર કરવા ઉપાય પૂછે છે ત્યારે ગુરૂ મહારાજ જણાવે છે કે पमणेइ गुरु भद्दे साहुणं न कप्पए हु सावज्ज । कहिउँ किपि तिगिच्छं विज्जं मंतं चतंतंच ।। હે ભદ્ર ! સાધુઓને કાંઇ પણ સાવધ દવા, વિદ્યા, મંત્ર-તંત્ર કહેવા કલ્પેજ નહિ. આથી પણ સ્પષ્ટ છે કે જે સાધુઓ લોકોમાં મનાવા-પૂજાવા ખાતર મંત્ર-તંત્ર, દોરા, ધાગા અને ભાવતાલાદિ Page 35 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy