SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તાદિ ભાખે છે તે ખરેખર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહારજ કહેવાય, અને તેથી સાધુપણાથી ચૂક્યોજ સમજવો. આ ઉપરથી એટલે સિદ્ધ થયું છે કે- સાધુ અને શ્રાવકના ધર્માનુષ્ઠાનો છે કે જે સાક્ષાત્ પરલોકહિતકારી એવું જિનવચન સાંભળવું ને સંભળાવવું. શ્રોતાઓ જિનવચન કેવી રીતે સાંભળે ? તો જણાવે છે કે-સમ્યક્ એટલે શઠતાએ રહિત, કેમકે પ્રત્યની કાદિ ભાવ વડે જિનવચન સાંભળવા છતાં પણ શ્રાવક કહેવાય નહિ. આથી સ્પષ્ટ સમજાય કે જ્યાં સુધી આત્મા પોતાની વક્રતા, દ્વેષ, કુટિલતા, દ્રષ્ટિરાગીપણું વિગેરે દુર્ગુણોને દૂર કરી સંસાર સુખની આશંસા રહિતા આત્મકલ્યાણ કરવાની ઇચ્છાએ જિનવચન ભોક્તા બની શકતો નથી. જ્યારે મોક્ષ સુખના અભિલાષી જિનવચનોનું શ્રવણ કરે ત્યારેજ જીવન શાશ્વત સુખનો ભોક્તા બને. અન્યથા ચારે ગતિમાં રખડવાનો એમ નિશ્ચય સમજવું. વળી કોઇ શંકા કરે કે કપિલાદિનાં વચનો પણ પરલોકહિતકારી છે. જો એમ ન હોય તો કેમ કહેવાય છે કે- બાવંતિ વંમભોડ પરા પરિવાય ૩વવBત્તિ ચરક પરિવ્રાજક પાચમાં બ્રહ્મદેવલોક સુધી ઉત્પન્ન થાય છે, માટે કપિલાદિ વચનોનો. ત્યાગ કરવા વડે ને જિનવચનને જ સાંભળવાથી શ્રાવક થાય એમ કેમ કહેવાય ? સમાધાનમાં જણાવે છે કે- સભ્યg સમીપીન 3યંત પરભોwહતમ્ યાવત જેમ નિશ્ચયથી જિનવચના સાક્ષાત્ અથવા પરંપરાએ મોક્ષના કારણપણાએ સમ્યક પરલોક હિતકારી છે, તેવી રીતે કાપેલાદિ વચન નથી થતું. અર્થાત કપિલાદિ શાસ્ત્રવચનોથી દેવલોક મળે પણ મોક્ષ સુખ તો નજ મળે. જ્યારે જિનવચનોના આરાધનથી મોક્ષ મળે ત્યારે દેવાદિનાં સુખોનું તો કહેવું જ શું ? માટે મોક્ષના અર્થીઓએ શઠતા દૂર કરવા પૂર્વક જિનાગમોનું જ શ્રવણ કરવું જોઇએ. કેટલાકો એમ પણ જણાવે છે કે- આપણે તો ગમે ત્યાં શાસ્ત્રવચનનું શ્રવણ કરવું, કારણ તેમાં જે હોય તે ગ્રહણ કરવામાં આપણને શું વાંધો ? આવું કહેનાર આત્માઓ ખરેખર જડ જેવા કહી શકાય. રત્નાકરસૂરીશ્વરજી જેવા પણ પાતે જણાવે છે કે-અન્ય મંત્રોનો જાપ કરવા વડે નવકાર મંત્રનો જાપ વિચાર્યો અને કુશાસ્ત્રના વાક્યો વડે જિનાગમ વચનોને હણ્યા. છેવટે પ્રભુ આગળ જણાવે છે કે-હે નાથ ! આ મારી મતિનો ભ્રમ છે. અર્થાત પરમેષ્ઠિ મંત્રને છોડી અન્ય મંત્રની ઇચ્છા કરનારે, જિનાગમો છોડી કુશાસ્ત્ર સાંભળનારાઆને સર્વજ્ઞ વીતરાગદેવને છોડી અસર્વજ્ઞ કુદેવોને સેવનારાઓનો પ્રતિભમ થયો છે, માટે જિનવચનનું જ શ્રવણ કરવું ઉચિત છે. શ્રોતાઓએ ઉપયોગવાળા થઇ તેનું શ્રવણ કરવું જોઇએ. જો ઉપયોગ રહિત સાંભળે તો કોઇ લાભકારક થાય નહિ અને તે ભેંસ આગળ ભાગવત જેવું થાય. એટલાજ માટે અનુપયોગનો નિષેધ કરવા માટે શાસ્ત્રકાર જણાવે છે કે निद्दाविगहा परिवलिए हिं मुत्तेहि पंजलिउडेहिं । भत्ति बहुमाण पुव्वं उवउते हिं सुणेयव्वं ।। નિદ્રા, વિકથારહિત ગુપ્ત અંજલી યુક્ત, ઉપયોગ યુક્ત, શ્રોતાએ બહુમાનને ભક્તિ જિનવચન શ્રવણ કરવું જોઇએ. આથી સ્પષ્ટ છે કે-ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનકે વ્યાખ્યાન શ્રવણ કરવા આવનારે નિદ્રા, વિકથા એટલે રાજકથા, દેશકથા, ભક્તકથા અને સ્ત્રી કથા-આ ચારે પ્રકારની વિકથાને ત્યાગવી જોઇએ. કારણ કે તે પાપનું કારણ છે. જે કથા કરવાથી આત્મા પાપથી લેપાય ને સંસારમાં રખડે તેને વિકથા કહેવાય અને તે વિકથા ઉપાશ્રયમાં કરવામાં આવે તો પછી ઉપાશ્રય ને ઘરમાં ક શો ? ઉપાશ્રય, એ ધર્મક્રિયાનું સ્થાન છે માટે ઉપાશ્રયમાં તો ક્ત ધર્મકથાજ સાંભળવાની હોય. ધર્મસ્થાન સિવાયના સ્થાનમાં બંધાયેલ પાપ એ ધર્મસ્થાનકે ધર્મ કરવામાં આવે Page 36 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy