________________
–આવી ભાવનાથી ભાવિત આત્મા, પોતાના બીજા મહાવ્રતને સારી રીતિએ સુરક્ષિત રાખી શકે છે. ક્રોધ પણ એક મોહનીયનો જ પ્રકાર છે. ક્રોધાધીન આત્મા ભાનભૂલો બનીને ન બોલવાનું પણ બોલી નાંખે છે. મહામાની આત્માઓ આ ક્રોધથી ભાગ્યે જ બચી શકે છે. શાસનના વિરોધ સમયે શાંતિની વાતો કરનારા જ્યારે પોતાના વિરોધથી ઉકળી ઉઠતા દેખાય, ત્યારે સમજવું જરૂરી છે કે-એવાઓ શાસનના સેવક નથી પણ પોતાની જાતના માનના સેવક છે આવાઓ વિધિ મુજબના પ્રશસ્ત કષાયને પોતાના બનાવી, એના દ્વારા શાસનની સેવાથી નિર્જરા નહિ સાધી શકે, પણ અપ્રશસ્ત કષાયોની ઉપાસનાથી કારમાં બંધને બાંધી શકશે. અસત્યના ખંડન અને સત્યના મંડન ઉપર એવાઓ એટલો પ્રેમ નથી ધરતા, કે જેટલો એવાઓ પોતાની નામનાનો પ્રેમ ધરે છે. પોતાની નામના ઉપર આવી પડતા નહિ જેવા ઘાથી પણ જેઓ ગરમાગરમ થાય છે, તેઓ જ્યારે શાસના ઉપર આવતા કારમા ઘા સમયે પણ શાંતિની વાતો કરે છે, ત્યારે ખરે જ તેઓની કુટિલતાભરી સન્માનપ્રિયતા ઝળકી ઉઠે છે. પ્રશસ્ત ક્રોધ એ સત્યનો પક્ષપાતી હોય છે, ત્યારે અપ્રશસ્ત ક્રોધ એ અસત્યનો પક્ષપાતી હોય છે. અપ્રશસ્ત ક્રોધ અસત્યનો પક્ષપાતી હોઇ, આત્માને ભાનભૂલો બનાવી અસત્ય બોલતો પણ બનાવી દે છે ! આથી, બીજા મહાવ્રતના રક્ષણની અભિલાષાવાળાએ, એનો પરિત્યાગ કરવો એ પણ અતિશય હિતાવહ છે. આવી ભાવનામાં એકરસ જેવા બની જવું જોઇએ. આવી ભાવનાના ભાવિતપણાના પ્રતાપે, અપ્રશસ્ત ક્રોધ સ્વપ્રમાં પણ નહિ આવે; અને કદાચ આવી. પણ જશે તોપણ તેનાથી ઉગરી જતાં પ્રાયઃ વાર નહિ લાગે. આવી દશા, બીજા મહાવ્રતના પાલકને માટે કેટલી બધી હિતાવહ છે, એમ બીજા મહાવ્રતના પ્રેમીને જ સમજાય તેમ છે. આ દશા વિના બીજા મહાવ્રતનું નિરતિચાર પાલન, એ અશક્ય વસ્તુ છે. આથી તેનું નિરતિચાર પાલન કરવાના અથિએ આ ભાવનાનેય આત્મસાત્ કરવી જ જોઇએ. સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને બોલવું -
૫- “આલોચનાપૂર્વકનું ભાષણ' આ નામની પાંચમી ભાવના છે. કોઇ પણ વચન બોલવા પૂર્વે સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને જ બોલવું, એ આ ભાવનાનો પરમાર્થ છે. સમ્યજ્ઞાનના ઉપયોગ વિના, બોલવાની ઇચ્છા નહિ છતાં અસત્ય બોલાઇ જાય છે. એના અભાવમાં વાત સાચી હોય પણ બોલવો. અહિતકર હોય, છતાંય તે અહિતકર થાય એ રીતિએ બોલી જવાય છે. આ હેતુથી સમ્યજ્ઞાનપૂર્વકના વિચાર વિનાનું બોલવું, એ પણ બીજા મહાવ્રતને દૂષિત કરવાનો જ માર્ગ છે, એમ સમજવું જોઇએ. “સમ્યજ્ઞાનપૂર્વકના વિચાર વિનાનું બોલવું એ અનર્થકારક હોઇને, એનો પરિત્યાગ એ હિતાવહ છે.” -એમ વિચારી, એવું બોલવાનો મારે ત્યાગ કરવો જ જોઇએ, આવી ભાવનામાં રહેતા મહર્ષિ, કદી પણ સમ્યકજ્ઞાનપૂર્વકની આલોચના વિના બોલતા નથી. આવા ઉપયોગમાં રત રહેતા મહર્ષિઓ, ખરેખર, બીજા મહાવ્રતનું નિરતિચાર પાલન કરી શકે છે. ગપ્પાં મારવાની કુટેવવાળા અને વાતોના વ્યસની, આ ભાવનાને આત્મસાત્ નથી કરી શકતા અને એથી. એ બિચારાઓ પોતાના બીજા મહાવ્રતને અસ્તોવ્યસ્ત કરી નાંખે છે. એવાઓ અવસરે અવસરે ગમાં મારવામાં અને વાતોના તડાકા મારવામાં એવા પણ રક્ત બની જાય છે કે એમાં અનેક સત્યો વટાઇ જાય છે અને અસત્યો બફાઇ જાય છે,એનો ખ્યાલ પણ તેઓને રહેતો નથી. ગપ્પાં અને વાતોને જ સ્વાધ્યાય માની બેઠેલાઓ, ભાગ્યે જ બીજા મહાવ્રતનું પાલન કરી શકે છે. આ પાંચમી ભાવનામાં
Page 85 of 211