________________
છતાં પણ જેઓ રસલોલુપ બને છે, તેઓ ખરે જ આ સર્વોત્તમ સાધુપણાની આશાતના કરનારા છે. આવા પાપથી બચવા માટે આ બીજી ભાવનાને પણ જીવનમાં અમલી બનાવવી, એ આવશ્યક છે. સુગંધ-દુર્ગધનો આનંદ ને ઉદ્વેગ
૩- હવે ત્રીજી ભાવના- “સુરભિગંધમાં આનંદ અને અસુરભિગંધમાં ઉદ્વેગ, એ ઉભયનો ત્યાગ કરવાના સ્વરૂપવાળી છે. આ ભાવના જો જીવનમાં અમલી બને, તો ઘણા ઘણા દોષોનો જીવનમાંથી અભાવ થઇ જાય છે. આ ભાવનાના અભાવમાં ગ્લાનની વૈયાવચ્ચ પણ શક્ય નથી બનતી. શરીરની સાઇ રાખવાનો શોખ પણ આ ભાવનાના અભાવમાં ખૂબ ખીલે છે. શાસ્ત્ર નિષિદ્ધ વિભૂષા કરવાનું આ ભાવનાના અભાવમાં ખૂબ થાય છે. શરીર આદિની વિભૂષા તરફ આત્માને ઘસડી જનાર આ ભાવનાનો અભાવ જ છે. સુગંધી તેલ આદિના નિષિદ્ધ એવા ઉપભોગ તરફ પણ આત્મા આ ભાવનાના અભાવમાં જ વળી જાય છે. સુગંધ અને દુર્ગધમાં સમદશાવાળા બનવા માટે આ ભાવના બહુ ઉપકારક છે. આ ભાવનાના અભાવમાં સુગંધી પદાર્થોના સંગ્રહ આદિમાં રક્ત બનાય છે અને પરિણામે પાંચમા મહાવ્રતના વિનાશનાં પગરણ મંડાય છે. આથી પાંચમા મહાવ્રતના પ્રેમિએ આ ભાવનાને પણ અમલવાળી બનાવી આત્મસાત કરી લેવી જોઇએ. સુંદર-અસુંદર રૂપમાં રાગ-દ્વેષ નહિ -
૪- ચોથી ભાવના- “સુંદર રૂપમાં રાગ અને અસુંદર રૂપમાં દ્વેષ, આ ઉભયનો પરિત્યાગ' કરવાના સ્વરૂપની છે. રૂપરસિકતા પણ ઘણી ઘણી સુંદર વસ્તુઓનો સંગ્રહ કરવાની આત્માને જ પાડી- “સર્વ પ્રકારના પરિગ્રહથી સર્વ પ્રકારે વિરામ પામવા રૂપ' -પાંચમા મહાવ્રતમાં દૂષણ લગાડ્યા વિના રહેતી નથી. કોઇ પણ સુંદર જણાતી વસ્તુ રૂપરસિકને આકર્ષે છે. એવા આત્માને જો કદાચ સુંદર રૂપસંપન્ન શરીર મળી જાય છે, તો એ સંયમની સેવા ભૂલી શરીરનો સેવામાં જ પડી જાય છે અને જો કદાચ કુરૂપવાળું શરીર મળી જાય છે, તો નિરંતર ઉદ્વેગમાં ને ઉદ્વેગમાં રહી ગાઢ કર્મોનો બંધ પાડે છે. સુંદર દેખાતાં વસ્ત્રો, પાત્રો, પુસ્તકો અને કબાટો આદિના સંગ્રહમાં એ ખૂબ રાચે છે. સંયોગવશાત એવાને નહિ સારૂં દેખાતું વસ્ત્ર આદિ લેવું પડે, તો તેને તે કોઇને કોઇ પ્રકારે જલદી નષ્ટ કર્યા વિના રહેતો જ નથી. રૂપરસિકતા આવાં આવાં તો અનેક પાપોનું આચરણ કરાવે છે. સુંદર રૂપમાં સભાવ અને અસુંદર રૂપમાં અસંભાવ-એ અહિતાવહ હોઇ સર્વ પ્રકારે તજવા યોગ્ય છે.' –આવી ભાવના આત્મસાત થયા વિના, આ ચોથી ભાવના જીવનમાં જીવાવી એ શક્ય નથી. અનેક જાતિનાં અકલ્યાણોથી બચવા માટે કલ્યાણના કામિએ આ ભાવના પણ અમલના રૂપમાં જીવનની અંદર જીવવી જોઇએ. પ્રશંસા-નિન્દાથી આનંદ ને ઉદ્વેગ નહિ -
પાંચમા મહાવ્રતની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ભાવના જેમ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ સંબંધી છે, તેમ પાંચમી ભાવના શબ્દ સંબંધી છે. “સુંદર શબ્દમાં આનંદ અને અસુંદર શબ્દમાં શોક-આ ઉભય અહિતકર હોઇ સર્વ રીતિએ તજવા યોગ્ય છે.'-એ આ પાંચમા મહાવ્રતની પાંચમી ભાવનાનું સ્વરૂપ છે. આ ભાવના જો અમલના રૂપમાં જીવાય, તો નિંદા અને પ્રશંસામાં સમભાવ
Page 101 of 211