SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવો, એ સહજ બની જાય છે. આ ભાવનાનો અભાવ નિંદા સાંભળતાં આત્માને ઉદ્વિગ્ન બનાવે છે અને પ્રશંસા સાંભળતાં આનંદી બનાવે છે. આ ભાવનાના અભાવમાં આત્મા પોતાની સાચી અને હિતકર પણ ટીકાને સાંભળવા તૈયાર નથી રહેતો અને ખોટી પણ પ્રશંસાને સાંભળવામાં સદા સજ્જ રહે છે. આ ભાવનાથી રહિત બનેલો આત્મા, ખોટા પણ મીઠા-બોલાઓનો સંગ્રહ કરે છે અને સાચા પણ કટુ બોલનારાઓને આઘા રાખવા ઇચ્છે છે. આથી અકલ્યાણકારી એવી પણ વસ્તુઓને તેઓ પોતાને માટે પરિગ્રહ રૂપ બનાવે છે. પાંચમા મહાવ્રતની રક્ષા માટે આ ભાવનાને પણ અમલના રૂપમાં જીવવી, એ ઘણી જ જરૂરી વસ્તુ છે. સાધુ અને પ્રશંસા સાંભળવાનો શોખી તથા નિંદા સાંભળવાને નારાજ, એ નહિ બનવા યોગ્ય વસ્તુ પણ આ ભાવનાનો અભાવ બનાવી આપે છે. આ ભાવના વિનાના આત્માઓને જે કોઇ પ્રશંસા કરનારા ન મળે, તો તેઓ પોતે જ પોતાની પ્રશંસા કરીને પોતાના જ શબ્દોના શ્રવણથી પોતે આનંદ અનુભવે છે. એ જ રીતિએ, તેઓ પોતે પોતાની મેળે જ અન્યોની નિન્દાદિ કરી, પોતાના તે શબ્દોના શ્રવણથી આનંદ અનુભવે છે. આથી તેઓ અનેકવિધ અનર્થોને પામે છે : એટલે અહિતથી બચવા માટે અને હિતને સારી રીતિએ સાધવા માટે, આ ભાવનાનેય જીવનમાં અમલ રૂપે ઉતારવી એ આવશ્યક છે. પરિગ્રહ વિનાય રીબામણ - સ્પશદિ પાચે વિષયોની સુંદરતામાં ફ્લાવું અને અસુંદરતાથી દ્વેષાવિત બનવું, એ પાંચમાં મહાવ્રતને દૂષિત બનાવવા સાથે ઘણા ઘણા દોષો આત્મામાં પેદા કરવા રૂપ છે. એવા અનેકાનેક દોષોથી બચવા માટે “સુંદર એવા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ' –આ પ્રમાણેના પાંચ જે ઇંદ્રિયોના અર્થો, એમાં જે ગાઢ રાગ, એનું વર્જન અને અમનોહર એવા એ પાંચમાંથી સર્વ પ્રકારે દ્વેષનું વર્જન ખૂબ ખૂબ આવશ્યક છે. પાંચ વિષયોની આસક્તિ આત્માને પરિગ્રહરહિત છતાં પરિગ્રહધારી. બનાવવાની ઘણી ઘણી અનિષ્ટ કાર્યવાહીઓ કરાવનાર છે. ખરેખર, બહારથી પરિગ્રહના ત્યાગી. હોવાના સ્વાંગમાં હાવા છતાં પણ, પાંચ પ્રકારના વિષયોની આસક્તિના પ્રતાપે આત્મા પરિગ્રહ નહિ છતાં પણ પરિગ્રહધારી કરતાંય ઘણું ઘણું રીબાય છે. આ સઘળીય રીબામણથી બચવા માટે આ પાંચે ભાવનાઓને આત્મસાત કરવા આત્માને ખૂબ જ બળવાન બનાવવો પડશે. પાંચે વિષયોનું અસ્તિત્વ સારા-નરસા ઉભય રૂપમાં હતું, છે અને રહેવાનું છેઃ એના નાશ માટેનો પ્રયત્ન, એ તો પાગલનું કામ છે. માત્ર આપણે તો એની હયાતિમાં પણ અને એ ઇંદ્રિયોના વિષયમાં આવવા છતાં પણ, આ. પાંચ ભાવનાઓના પ્રતાપે એના પ્રતિના સારામાં રાગથી અને ખોટામાં દ્વેષથી બચવાનું છે. એ રીતિએ બચવું એ અતિશય આવશ્યક છે: કારણ કે-એ વિના મુક્તિની પ્રાપ્તિ નથી. પરિશીલનની જરૂર : આ પચીસે ભાવનાઓથી ભાવિત થયા વિના પાંચ મહાવ્રતો રૂપ પર્વતો, એનો જે મહાભાર, તેનું સારી રીતિએ વહન કરવામાં આત્મા પ્રવણ બની શકતો નથી. એવી પ્રવણતા આત્મામાં લાવવા માટે, આ પચીસે ભાવનાઓને આત્મસાતુ બનાવવાની અનિવાર્ય જરૂર છે. એ જ કારણે ઉપકારિઓ ક્રમાવે છે કે “માવનામíવિતાન, પમ: પમ: ગ્રંથમાત ! महाव्रतानि नो कस्य, साधयन्त्यव्ययं पदम् ।।१।।" Page 102 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy