________________
ભાવના, એ પાંચમા મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે ખૂબ આવશ્યક છે. જેઓ સુંવાળા સ્પર્શનવાળાં વસ્ત્રો, કોમળ સ્પર્શવાળી શસ્યાઓ અને સુંદર સ્પર્શવાળા સંયોગ આદિના આસેવનમાં આસક્ત છે, તેઓ પાંચમા મહાવ્રતના આસ્વાદથી વંચિત છે, એ વાતમાં શંકા કરવામાં કશું જ કારણ નથી. શરીરને ખૂંચે એવાં વસ્ત્રોથી તથા કંબલ આદિથી ઉદ્વિગ્ન બનનારાઓએ આ ભાવના ખૂબ જ અભ્યસ્ત કરવા જેવી છે. અનગાર બનવા છતાં સુંદર સ્પર્શમાં આસ્કિત અને અસુંદર સ્પર્શમાં ઉદ્વિગ્નતા-એ એક જાતિની કારમી વિટમ્બણા જ છે. આ વિટમ્બણાથી બચવું એ મહાવ્રતના પ્રેમિને મુશ્કેલ નથી. મહાવ્રતી કહેવડાવવા છતાં મહાવ્રત ઉપર પ્રીતિ ન હોય, એવા આત્માઓ આવી વિટમ્બણાથી બચવા એ સંભવિત નથી. શરીરને સુંદર સ્પર્શ આપતાં રહેવા આદિ માટે, સંયમધર ગણાતા આત્માઓ સ્વેચ્છાએ બની જાય અને તારક ગુરૂદેવની આજ્ઞાથી પણ ઊલટા વર્તી અનેક વ્રતોના વિનાશનું પગરણ શરૂ કરે, એ શું ઓછી વિટમ્બણા છે ? સુંદર સ્પર્શવાળી વસ્તુઓ માટે ચોરી, ખાનગી પત્રવ્યવહાર, વિના કારણે પારસલો મંગાવવા-મોકલવાની પ્રવૃત્તિ અને પરસ્પરના અહિતકર સંબંધો-આ બધું સુંદર સ્પર્શની આસક્તિનું જ પરિણામ છે. નાના નાના સાધુઓમાં પત્રવ્યવહારનું આ મુખ્ય કારણ બને છે. “મારી પાસે સારી કંબલ આવશે તો હું તને મોકલીશ અને તારી પાસે આવે તો તું મને મોકલજે.'-આ જાતિનો વ્યવહાર, સુન્દર સ્પર્શની લાલસાના યોગે જન્મ છે. એવી વસ્તુ કોઇ વાર ન મળે, તો અન્ય પાસે એ માટે કારમી દીનતાનું નાટક પણ ભજવાય છે. આ બધી દુર્દશાનું મૂળ તપાસવામાં આવે, તો જણાઇ આવે કે-સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતાનું જ એ પરિણામ છે. આથી સમજાશે કે-પાંચમા મહાવ્રતની આ પ્રથમ ભાવનાને પણ પ્રત્યેક કલ્યાણકામી આત્માએ આત્મસાત્ બનાવી દેવા જેવી જ છે. મધુર અને ક્રુ રસોની આસક્તિ ને ઉદ્વિગ્નતા -
૨- જેમ સ્પર્શના વિષયમાં સુંદર સ્પર્શની આસક્તિનો અને અસુંદર સ્પર્શથી થતી ઉદ્વિગ્નતાનો પરિત્યાગ કરવાનો છે, તેમ રસના વિષયમાં મધુર આદિ રસોની આસક્તિ અને કટુ આદિ રસોની ઉદ્વિગ્નતા તજવી એ આવશ્યક છે : આ કારણે બીજી ભાવના “મધુર આદિ રસોની આસક્તિનો અને કક આદિ રસોની ઉદ્વિગ્નતાનો પરિત્યાગ કરવો, એવા સ્વરૂપની છે. રસલપટતા આ ભાવનાની વિરોધિની છે. મહાવ્રતી માટે રસલમ્પટતા એ કારમું કલંક છે. રસલમ્પટતા અનેક દોષોની જનેતા છે. રસલમ્પટતા આત્માને સદાને માટે પણ સુંદર સુંદર રસોની લાલસાનો ઉપાસક બનાવે છે. લોલુપતા સાથેની રસના આત્માની કારમી વિટમ્બણાઓ કરે છે. આજ્ઞા મુજબ ઉપયોગમાં આવતી રસના સાધક બને છે, જ્યારે લોલુપતા સાથેની રસના બાધક બને છે. લોલુપતા જ મધુરાદિ રસોમાં આસક્તિ જન્માવે છે. મધુરાદિ રસોમાં આસક્ત બનેલાઓને કટુ આદિ અનિષ્ટ રસોમાં ઉદ્વિગ્નતા જન્મવી-એ કાંઇ અસંભવિત વસ્તુ નથી, પણ અતિશય સુસંભવિત વસ્તુ છે. લોલુપતાના પ્રતાપે રસલમ્ફટ બનેલા સાધુઓ, સુન્દર સાધુ સમુદાયની સાધુતા માટે પણ શ્રાપ રૂપ છે. એવા સાધુઓ સારા સાધુઓની વૃત્તિને પણ મલિન બનાવવામાં પ્રાયઃ કુશળ હોય છે. અનેકને અનુકૂળ સામગ્રી લાવી આપવામાં કુશળતા મેળવી, રસલમ્પટ સાધુઓ સારા સાધુઓને પણ પોતાના જેવા બનાવી દઇ, સમુદાયમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. પરિણામે ગણનાયકો સમુદાયના શ્રેય માટે સામર્થ્યહીન બની જાય છે. શ્રી જિનેશ્વરદેવોના સાધુઓ તરીકે પ્રસિદ્ધિ પામવા
Page 100 of 211