SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ, એ કોઇ ધન્ય આત્માઓ માટે જ સરજાયેલી છે. અજ્ઞાન એવાં બાળકોની સરલતા પણ જો પ્રીતિને માટે થાય છે, તો પછી સર્વ શાસ્ત્રોના અર્થથી ઓતપ્રોત ચિત્તવાળા બનેલા પંડિત પુરૂષોની સરલતા પ્રીતિનું કારણ થાય, એમાં તો પ્રશ્ન જ શો ? અજ્ઞાનિઓની સરલતા કરતાં જ્ઞાનિઓની સરલતા, એ ઘણી જ કિંમતી વસ્તુ છે. આવા જ્ઞાનિઓની સરલતા એ જગત માટે પણ સુરલતા સમી છે, પણ એ સરલતા જ્ઞાનિઓનેય સહજ-પ્રાપ્ય તો નથી જ. આ રીતિએ સરલતાની પ્રાપ્તિને અતિશય મુશ્કેલ બનાવનારી અતિશય ભયંકર કોટિની દશા સ્વભાવને ભૂલવાથી થઇ ! અન્યથા, જ્ઞાનિઓ તો માવે છે કે-સરલતા એ સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે કુટિલતા એ કુત્રિમ વસ્તુ છે. સ્વાભાવિક સરલતાને છોડીને કૃત્રિમ કુટિલતાને આશ્રય કોણ આપે ? આ વાત સ્વભાવને સમજનારા આત્માઓ માટે ઘણી જ સુંદર છે, પણ જેઓને આત્માના સ્વભાવની વાત પણ પસંદ નથી, તેઓ માટે આવી વાત પણ જરાય હિતને કરનારી થતી નથી. સરલતાથી જ મુક્તિસાધના - અનંત ઉપકારિઓ તો ક્રમાવે છે કે-ધન્ય છે તે આત્માઓને, કે જેઓ છલ, પૈશુન્ય અને વક્રોક્તિથી વંચન કરવામાં પ્રવીણ એવા પણ માણસ ઉપર સુવર્ણની પ્રતિમાની માફ્ટ વિકાર વિનાના રહે છે. ઠગવાનો પ્રયત્ન કરનાર ઉપરેય સહજ પણ વિકાર ન થવો, એ સામાન્ય ગુણ નથી. આત્મામાં અતિશય ઉત્તમતા જમ્યા વિના આ દશા આવવી, એ કોઇ પણ રીતિએ શક્ય નથી. અનંત ઉપકારિઓ માને છે કે- અહો ! મૃતસાગરના પારને પામેલા એવા પણ શ્રી ગૌતમ મહારાજા, કે જેઓ ગણધરદેવોમાં પ્રથમ હોઇ શ્રેષ્ઠ હતા, તે પણ આર્જવના પ્રતાપે ભગવાનની વાણીને એક શેક્ષની માફ્ટ સાંભળતા હતા. આ આશ્ચર્ય એ અકારણ નથી. આજે નહિ જવા જ્ઞાનની પ્રાપ્તિ છતાં પણ કોઇનું સાંભળવું એ પાલવતું નથી અને સાંભળવા છતાં પણ- “હું જાણું છું.” -એમ બતાવવાના ચાળા કરવાનું મન થયા વિના રહેતું નથી. આ દશામાં એ સરલતા સ્વપ્રમાંય કેમ સંભવે ? આલોચના માટે પણ ત્રાજતા જરૂરી છે. જુતાપૂર્વક આલોચના કરનારો સઘળાય દુષ્કર્મને ખપાવી નાખે છે, જ્યારે કુટિલતાથી આલોચનાને કરનારા અલ્પ પાપ હોય તોય તેને ઘણું વધારી દે છે. કાયામાં, વચનમાં અને ચિત્તમાં સર્વ પ્રકારે અકુટિલ નહિ બનેલા આત્માઓનો આ સંસારથી. મોક્ષ નથી. મોક્ષ તે જ આત્માઓનો છે, કે જેઓ કાયામાં, વચનમાં અને મનમાં સર્વ પ્રકારે સરલા બનેલા છે. આજ સુધીમાં જેઓએ મોક્ષને સાધ્યો છે, તેઓએ સરલતાથી જ મોક્ષને સાધ્યો છે; જેઓ અત્યારે મોક્ષને સાધી રહ્યા છે, તેઓ પણ સરળતાથી મોક્ષને સાધી રહ્યા છે, અને જેઓ મોક્ષને સાધશે તેઓ પણ સરળતાથી જ મોક્ષને સાધશે ! કુટિલ આત્માઓ મોક્ષ પામ્યા પણ નથી, પામતા પણ નથી અને પામશે પણ નહિ. આથી સ્પષ્ટ છે કે- સાધુધર્મની આરાધના દ્વારા અલ્પકાલમાં મોક્ષ સધાય એ બરાબર છે, પણ એ સુસાધુધર્મને આરાધવાને માટે જેમાં પાપવ્યાપારોના પરિવર્જનમાં પ્રયત્નશીલ બનવાની જરૂર છે, તેમ હજુ એટલે સરલ બનવાની પણ જરૂર છે. મહાવ્રતોના પાલન સિવાયની આસક્તિને તજવી જોઇએ : સુસાધુધર્મ અને ગૃહિધર્મ' -આ બે પ્રકારના ધર્મમાંથી પ્રથમના ધર્મને આરાધવા માટે Page 75 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy