SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કરી કરીને એક એક ટુકડો રાખી રાખીને સંપૂર્ણ લોભનો નાશ કરે છે. આ પુરૂષાર્થ કરવામાં જીવને જે પરિશ્રમ (થાન) પડે છે તેમાં જ્ઞાની ભગવંતોએ લખ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા કોટાકોટી યોજનનો રહેલો છે કે જે એક યોજન = ૩૨૦૦ માઇલ એવા સમુદ્રને કોઇ જીવ બે ભુજાથી. તરીને સામે કાંઠે જાય એટલે એ સમુદ્રને સંપૂર્ણ તરતા જેટલો થાક લાગે એટલો થાક આ લોભને કાઢવામાં લાગે છે. અને જ્યારે એ સંજ્વલન લોભ આ રીતે ઉદયમાંથી સંપૂર્ણ નાશ પામે કે તરત જ સત્તામાંથી પણ નાશ પામે છે અને દશમા ગણસ્થાનકનો કાળ પૂર્ણ થાય છે. શમ સોપાનો (સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન) શાંતિના મહાન સાગરમાં સદા મગ્ન રહેનારા. પરોપકારના મહાન વ્રતને ધારણ કરનારા અને વિશ્વજનોના ઉદ્ધારને માટે નિરંતર નિર્દોષ પ્રવૃત્તિ કરનારા મહાનુભાવ આનંદસૂરિ આનંદ સાગરમાં તરતા આ પ્રમાણે બોલ્યા - “ભદ્ર મુમુક્ષ, હવે આ નીસરીણીના દશમાં સોપાન તરફ દ્રષ્ટિપાત કર. એ સોપાનની આસપાસ જે દેખાવ આવેલો છે, તેને સૂક્ષ્મતાથી અવલોકન કર. આ સોપાન દર્શનીય અને બોધનીય છે, તે સાથે આત્માની ઉત્કૃષ્ટ સ્થિતિને દર્શાવનાર અને શાંતિરૂપ સુધાને વર્ષાવનાર છે. વત્સ, આ સોપાનનું નામ સુમપરાય ગુણસ્થાન છે, સૂક્ષ્મ રહેલો છે. સંપરાય એટલે કષાય જેમાં તે સુક્ષ્મ સંપરાય કહેવાય છે. અહીં સુક્ષ્મ પરમાત્મતત્ત્વ ભાવના બળથી સત્તાવીશ પ્રકૃતિરૂપ મોહ ઉપશાંત થતાં અને ક્ષય થતાં એક સૂક્ષ્મ અંડરૂપ લોભનું અસ્તિત્વ જ્યાં છે, તેથી આ દશમા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સંપરાય પડેલું છે. નવમા પગથીઆ ઉપર આવેલો ક્ષપકગુણી ત્યાંથી. આગળ વધી આ દશમાં સૂક્ષ્મ સંપરામ સોપાન ઉપર આવે છે. જ્યારે તે અહીં ચઢે છે, ત્યારે ક્ષણમાત્રમાં સંજવલનના સ્થલ લોભનો ક્ષય કરતાં આરોહ કરે છે. વત્સ, જો આ સોપાનની આસપાસ સત્તર રત્નમય ગ્રંથિઓ દેખાય છે અને તેમાંથી સાઠ કિરણા નીકળે છે. જેની આસપાસ બીજો એકસો બે કિરણોનું વૃંદ ફુરી રહ્યું છે.” મુમુક્ષુએ હૃદયમાં આનંદ પામીને કહ્યું, ભગવન્, આ દેખાવ ઘણો રમણીય લાગે છે, તેમાંથી જે સૂચના ઉદ્ભવતી હોય તે કૃપા કરી સમજાવો. આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, જે આ સત્તર રત્નમય ગ્રંથિઓ છે, તે એવું સૂચવે છે કે, આ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન પર આરૂઢ થયેલો જીવ સત્તર પ્રકૃતિનો બંધ કરે છે. કારણ કે, આ સ્થાનપર આવેલા જીવને પુરૂષવેદ તથા ચાર સંજ્વલનનો બંધ વ્યવચ્છેદ થવાથી તે સત્તર પ્રકૃતિનો બંધ થાય છે, અને અહિં ત્રણ વેદ તથા ત્રણ કષાયનો ઉદ વ્યવચ્છેદ થવાથી તે સાઠ પ્રકૃતિ વેદે છે. તે આ સાઠ કિરણોથી સૂચવાય છે. અને જે આ એકસો બે કિરણોનું વૃંદ Úરી રહ્યું છે, તે એવી સૂચના કરે છે કે, આ સ્થાને માયાની સત્તાનો વ્યવચ્છેદ થવાથી એકસો બે પ્રકૃતિની સત્તા છે, વત્સ, આ વાત નિરંતર લક્ષમાં રાખવાની છે. આ પગથીઆને માટે અધિકારી થયલા ક્ષેપક મુનિઓ આત્માની ઉચ્ચ સ્થિતિના પૂર્ણ અનુભવી બને છે અને પોતાના ગુણોના ગૌરવને વધારે છે.” | મુમુક્ષુ આનંદ વદને બોલ્યો – “ભગવદ્, આપની આ વાણી સાંભળી મારા અંતરમાં આનંદનો મહાસાગર ઉછળે છે અને શરીર રોમાંચિત્ત થઇ જાય છે, તથાપિ હૃદયના એક પ્રદેશમાં Page 180 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy