________________
વિરતિ ન હોય તોય શુશ્રુષાદિ હોય
આ બધી વાતો ઉપરથી સમજી શકાય તેમ છે કે-અવિરતિવાળા સમ્યદ્રષ્ટિ આત્માઓ માટે શું સંભવી શકે અને શું સંભવી શકે નહિ ? વિરતિના અભાવ માત્રથી આપણે કોઇને પણ મિથ્યાદ્રષ્ટિ કહી શકીએ નહિ. સમ્યદ્રષ્ટિ આત્મા તેને તે ભવમાં મહાવ્રતાદિ રૂપ અગર અણુવ્રતાદિ રૂપ વિરતિને પામે જ-એવો પણ નિયમ નથી. સમ્યગ્દર્શનને પામેલો આત્મા મરતાં સુધી સમ્યક્ત્વને ગુમાવે નહિ, પ્રાપ્ત સમ્યક્ત્વને સાથે લઇને પરભવમાં જાય અને તેમ છતાં પણ સમ્યક્ત્વપ્રાપ્તિના ભવમાં અગર તો તે પછીના તરતના ભવમાં ય વિરતિને પામે નહિ-એ શક્ય છે. આ વાત સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિને ન પામે એ પણ જેમ શક્ય છે. તેમ તે સામગ્રીસંપન્ન દશામાં શુશ્રૂષાહીન હોય, ચારિત્રધર્મના રાગથી રહિત હોય અગર તો દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમ વિનાનો હોય, એ અશક્ય છે. અહીં આપણે ભાવશ્રાવકની વાત ચાલે છે. શ્રાવકધર્મનો અધિકાર આ વિંશિકામાં છે. આ દ્રષ્ટિએ સામગ્રીસંપન્ન સમ્યદ્રષ્ટિ આત્માઓની આ વાત છે અને એથી એમ કહી શકાય કે- ભાવશ્રાવકો કમથી કમ ધર્મશાસ્ત્રોને સાંભળવાની ઇચ્છાથી રહિત હોઇ શકે નહિ, ચારિત્રધર્મના રાગથી રહિત પણ હોઇ શકે નહિ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમથી પણ રહિત હોઇ શકે નહિ. આવા પણ શ્રાવકો એટલે સંયોગાદિ મુજબ જીવનભર સદ્ગુરૂઓના મુખે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરનારાઓ, ચારિત્રધર્મના રાગથી રંગાએલાઓ અને દેવ-ગુરૂની વયાવચ્ચના નિયમવાળાઓ પણ જીવનભર અણુવ્રતાદિ રૂપ દેશવિરતિના પરિણામોને પણ પામી શકે નહિ-એ શક્ય છે.
કર્મની વિચિત્રતા
સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-એવા પુણ્યાત્માઓ દેશવિરતિના અને સર્વવિરતિના પરિણામોને સહેલાઇથી પામી શકે છે તેમજ શુશ્રુષા આદિ ગુણો એ વિરતિને એટલે વિરતિના પરિણામોને પ્રગટાવનારા ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમને સાધવામાં આત્માને અનુપમ કોટિની સહાય કરે છે, પણ સૌનાં કર્મ અને સૌની ભવિતવ્યતા આદિ સરખાં નથી હોઇ શકતાં, સમ્યગ્દર્શન ગુણને પામીને જીંદગીભર શ્રી જિનવચનનું શ્રવણ આદિ રસિકતાથી અને રૂચિપૂર્વક કરે અને તેમ છતાંય જેમનામાં ચારિત્રના પરિણામ જીવનભરમાં પ્રગટે જ નહિ, એવાં કર્મ અને એવી ભવિતવ્યતા આદિવાળા આત્માઓ પણ હોઇ શકે છે. આ વાત ખ્યાલમાં હોય તો, અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓની અવગણનાથી ઘણી સહેલાઇથી બચી શકાય. જેઓ કર્મની વિચિત્રતાને સમજે
છે,તેઓને આ સંસારમાં જે કાંઇ બને તેથી આશ્ચર્ય થતું નથી. એ તો અકલ્પ્ય વસ્તુ પણ બને, તો પણ માને છે કે-એય સંભવિત છે. આત્માએ તો સારાના શોધક બનવું. તમને આજે સમ્યગ્દર્શનાદિ વિષે આટલું કહેવાય છે અને તેમ છતાંય તમારામાંના એકેયને કદાચ એની લેશમાત્ર પણ સારી અસર થયેલી જણાય નહિ, તો એથી અમને આશ્ચર્ય થાય નહિ. અમને દયા આવે એ બને, પણ કર્મોની વિચિત્રતાનો ખ્યાલ હોવાથી ન તો આશ્ચર્ય ઉપજે કે ન તો તમારા તરફ તિરસ્કારભાવ જન્મે. કર્મોના ઉદય યોગે શું શું બની શકે છે, એનો જે આત્માઓને સાચો ખ્યાલ આવી જાય છે, તે
Page 56 of 211