________________
૪- પ્રથમ મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે ‘ઇર્યા સમિતિ' પણ ખૂબ જ આવશ્યક છે. ગમનાગમનમાં ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ, એ આ સમિતિનો પરમાર્થ છે. ‘ અહિંસા’ નામના મહાવ્રતથી ઓતપ્રોત થયેલો મુનિ, વિના પ્રયોજને તો એક અંગુલી હલાવવાની પણ ઇચ્છાવાળો હોય નહિ. એ મહર્ષિ પ્રયોજને ગમનાગમન કરે, ત્યારે પણ- ‘કોઇ પણ જીવ મારાથી સહજ પણ પીડા ન પામો.’ -એવી ભાવનાથી ભરપૂર જ હોય. એવા મહર્ષિની ચાલ પણ અનંત ઉપકારિઓએ માવેલી આજ્ઞાને અનુસરતી જ હોય. ઉદ્ધતની માફ્ક આંખોને આજુબાજુ ફેરવતાં ચાલનારા તો, આ સમિતિના શત્રુઓ જ છે. આ સમિતિના જે શત્રુઓ જ હોય, તે શત્રુઓને સાચા અર્થમાં દયાળુ માનવા, એ જ મુશ્કેલ છે. મુનિઓને જ્યારે યથેચ્છપણે ચાલતા જોવામાં આવે, ત્યારે કોઇ પણ ધર્મશીલને ગ્લાનિ થાય એ સ્વાભાવિક છે. શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ, એ મૂર્તિમંત અહિંસા છે. એવા પણ મુનિઓ અહિંસા માટે પ્રતિકૂલ એવી ચાલે ચાલે, એ કેમ સહાય ? ખરેખર, હિંસા કરાવનારી ચાલનો પણ મુનિઓમાં તો અભાવ જ હોય. હિંસાના અભાવવાળી અને અહિંસાને સાધનારી ચાલને ચાલવા ઇચ્છતા મુનિઓએ, એક ક્ષણના પણ વિરામ વિના ‘ઇર્યસમિતિ' ની ભાવનામાં એકતાને જ રહેવું, એ એકાંતે હિતાવહ છે. સચિત્તનો પરિહાર ઃ
૫- પ્રથમ મહાવ્રતની પાંચમી ભાવનાનું નામ ‘દ્રષ્ટાન્ન-પાન-ગ્રહણ' છે. જીવસહિતના અન્ન-પાનનો પરિહાર, આ ભાવનાથી સુસાધ્ય છે ! આ કારણે, આ ભાવના પણ અહિંસાવ્રત માટે ઉપકારક છે. આ ભાવનાથી જીવદયાપાલનની દશા ખૂબ જ જાગૃત રહે છે. ‘અહિંસા’ નામના મહાવ્રતના પાલન માટે કેટલી કેટલી વાતોથી સાવચેત રહેવાનું છે, એ આથી ખૂબ સ્પષ્ટ થાય છે. ભક્ષ્યાભક્ષ્યનો વિવેક પણ આ માટે ખૂબ આવશ્યક છે. અનેક અચિત્ત વસ્તુઓ પણ જીવોના સંયોગથી સંસક્ત બની જાય છે. એવી વસ્તુઓનો પરિહાર આ ભાવનાની જાગૃતિ વિના મુશ્કેલ છે. કોઇ પણ મનપસંદ ખાધ કે પેય વસ્તુ હાથમાં આવતાં જ મુખમાં મૂકવાની આતુરતાવાળાઓ આ
ભાવનાને અંતરમાંરાખી શકતા નથી. એક રસનાની આસક્તિ આત્માને કેવા કેવા પાપના માર્ગે ગમન કરાવે છે, એ વાત જો સમજાય, તો એ આસક્તિના ત્યાગ માટે સઘળાય સામર્થ્યનો સદુપયોગ થયા વિના રહે નહિ.‘અહિંસા’ નામના મહાવ્રતનો ઉપાસક, ગમે તેટલો ક્ષુધાતુર બનેલો હોય તેવા સમયે પણ, શુદ્ધ ગવેષણાથી મેળવેલી દોષરહિત ભિક્ષા પણ, જીવોથી સંસક્ત છે કે નહિ-એ જોવામાં સહજ પણ પ્રમાદને પરવશ બને નહિ. આ દશાને જાળવી રાખવા માટે આ પાંચમી ભાવના ખૂબ જ જરૂરી છે અને એથી આ પાંચમી ભાવના પ્રથમ મહાવ્રત માટે ખૂબ જ ઉપકારક છે. આ પાંચ બાવનાઓથી પરવારેલાઓ, પ્રથમ મહાવ્રતના લોપકો બને, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. હિંસાનો ડર અને અહિંસાપાલનની સાચી તમન્ના હોય, તો આ પાંચ ભાવનાઓ પ્રતિનું દુર્લક્ષ્ય અસંભવિત છે અને એથી થઇ જતી ભૂલ માટે પણ આત્માને સદા પશ્ચાત્તાપ આદિ થયા જ કરે છે. બીજા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
‘હે ભગવાન્ ! બીજા મહાવ્રતમાં સર્વથા અસત્ય-જુઠું બોલવાનો ત્યાગ કરું છું. હે ભગવન્ ! જીવનપર્યંત ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી હું અસત્ય બોલીશ નહીં, અન્ય પાસે બોલાવીશ નહીં, બોલનારને સારો જાણીશ નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી અસત્ય
Page 79 of 211