________________
એવું વર્તન એ ઘણું જ ભયંકર વર્તન છે. એવા ભયંકર વર્તનથી બચવા માટે આ ભાવના આત્મસાત્ કરવી, એ કલ્યાણકામી માટે એકાંતે કલ્યાણને કરનારી વસ્તુ છે.
ક્ષેત્રાદિના પ્રમાણની વ્યવસ્થા ઃ
3- ત્રીજા મહાવ્રતની ત્રીજી ભાવના- ‘અમુક પ્રમાણવાળું જ ક્ષેત્ર આદિ જ મારે ઉપયોગી છે, આ પ્રમાણે અવગ્રહની વ્યવસ્થા કરવી.' -એવા સ્વરૂપની છે. આ જાતિની વ્યવસ્થા કરી લેવાથી એટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ઉભા રહેવા આદિની ક્રિયા કરવા છતાં પણ, દાતાને ઉપરોધ કરનારા થવાનું કારણ રહે નહિ. જો એ જાતિની વ્યવસ્થા કરવામાં ન આવી હોય, તો દાતાના ચિત્તમાં વિપરીત પરિણામ થવાનો સંભવ છે અને પોતાને પણ અદત્તપરિભોગજનિત કર્મબન્ધ થવાની સંભાવના છે. વસતિના આપનારે થોડા વિભાગની અનુજ્ઞા આપવાનું મનમાં રાખ્યું હોય અને આપણે અધિક વિભાગ મનમાં રાખ્યો હોય, તો અધિક વાપરવાથી વસતિ આપનારને અપ્રીતિ થવાનો અને- ‘હવે કદી જ સાધુઓને વસતિ આપીશ નહિ.' -એવા વિપરીત પરિમામ થવાનો પણ પ્રસંગ આવે તેમ જ સાધુનેય અદત્ત એટ્લે નહિ આપેલ ક્ષેત્રના પરિભોગનો પ્રસંગ આવે. આ બન્નેય વસ્તુઓ હાનિ કરનારી છે. જેઓ માલિકની રજા લીધા વિના એની આખીએ જગ્યામાં બેસવા-ઉઠવાનું આચરે છે, તેઓ જરૂર અદત્તનો પરિભોગ કરવાનું પાપકર્મ બાંધે છે. એવા સાધુઓ, સંભવિત છે કે વસતિના દાતારમાં પણ વિપરીત પરિણામ પેદા કરનારા બને. આ બન્નેય દોષોથી બચવાને માટે અને બચીને ત્રીજા મહાવ્રતને દૂષણરહિતપણે પાળવાને માટે, આ ત્રીજી ભાવના પણ કદી જ વિસરવા જેવી નથી : એટલું જ નહિ, પણ હૃદયસ્થ કરવા જેવી છે, એ શંકા વિનાની વાત છે.
સાધર્મિકો પાસે અવગ્રહની યાચના :
૪- ત્રીજા મહાવ્રતની ચોથી ભાવના છે- ‘સાધર્મિકો પાસેથી અવગ્રહની યાચના' નામની. ધર્મને જેઓ આચરે છે, તેઓ ધાર્મિક કહેવાય છે. સમાન ધાર્મિકોને સાધર્મિક કહેવાય છે. એક શાસનને પામેલા સાધુઓ, એ પરસ્પર સાધર્મિકો છે. પ્રથમથી ક્ષેત્રને ગ્રહણ કરીને રહેલા સાધુઓ પાસે અવગ્રહ યાચવો જોઇએ અને તેમણ ગ્રહણ કરેલા અવગ્રહમાં તેઓની અનુજ્ઞાથી જ વસવું જોઇએ : અન્યથા, ચોરી લાગે. આ વસ્તુ પ્રથમ ભાવનામાં આવી જાય છે, છતાં આ વધુ મહત્ત્વની છે એ સમજાવવા આને ચોથી ભાવના તરીકે સ્થાન આપ્યું છે. ઘણા એવા છે કે- ‘સાધુને વળી પોતાનું કેવું ? માટે એમની પાસે માગવાની કશી જ જરૂર નથી.' એમ કરીને બળવાન હોયતો અન્ય ગ્રહણ કરેલી વસતિમાં પોતે બેસી જાય છે : પણ એ ચોરી જ છે, એ વાતને એવાઓએ ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઇએ. આ ભાવનાથી અને આ ભાવનાના અમલથી સાધર્મિકોમાં તેવા કારણે પરસ્પર વૈમનસ્ય થવાનો પ્રસંગ કદી જ ઉભો થતો નથી અને ચારીના દોષથી બચી જવાય છે. આથી, ત્રીજા મહાવ્રતને સુવિશુદ્ધ રીતિએ પાળવા માટે, આ ભાવનાને પણ અવશ્ય આત્મસાત્ કરવી જોઇએ. આ ભાવના ત્રીજા મહાવ્રતને નિર્મલ રાખવા સાથે, સાધર્મિકોમાં પરસ્પર સુન્દર પ્રકારના સાધર્મિકભાવને પ્રગટાવી સુદ્રઢ બનાવે છે. આ વ્યવહાર ધર્મવૃદ્ધિનું પ્રબળ કારણ છે. જે ભાવનાથી
Page 90 of 211