SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક આત્માઓ છે, કે જેઓને બેસવાની જગા પણ મળતી નથી અને એથી તેઓને કમને પણ અનેક દુઃખો પાપના ઉદયથી વેઠવાં પડે છે જ્યારે મુનિઓએ તો ઇરાદાપૂર્વક એવી તકલીફો વેઠવા દ્વારા કર્મક્ષય સાધવા માટે જ અનગારપણું સ્વીકાર્યું છે. આમ છતાં પણ, તેઓ ગૃહસ્થો કરતાંય અધિક અનુકૂળતાવાળાં મકાનો ઇચ્છે અને એવાં મકાનો મેળવવાને માટે ગૃહસ્થોને પણ ટપી જાય એવી ભાવનાઓ અને પ્રવૃત્તિઓ આચરે, તો તેઓ નામના જ સાધુ રહી જાય છે. વસતિના વિષયમાં તેવા પ્રકારની કુસ્પૃહાઓથી રહિત મહર્ષિઓ જ આ ભાવનાને જીવનમાં જીવી શકે છે, અને ત્રીજા મહાવ્રતની નિર્મલતાને સુરક્ષિત રાખી એના સાચા પાલન દ્વારા આ જીવનમાં સમાધિમય દશાને અનુભવી, પરલોકને સુધારી, શ્રી સિદ્વિપદને નજીક બનાવી શકે છે. અવગ્રહની પુનઃ પુનઃ યાચના ક્રવીઃ ૨- ત્રીજા મહાવ્રતની બીજી ભાવના વારંવાર અવગ્રહની યાચના' -આ નામની છે. એક વાર સ્વામિએ આપેલ અવગ્રહને પણ પૂનઃ પુનઃ યાચવો એ જરૂરી છે. આ ભાવના વસતિના દાતાને અપ્રીતિ ન થાય, એ હેતુથી ખૂબ જ જરૂરી છે. વિના કારણે, વિહારની તકલીફ નહિ ભોગવવાના હેતુથી અને એક સ્થાનના મમત્વ આદિથી નિયતવાસ જેવી દશાને લઇને મઠધારી જેવા જેઓ બની ગયા છે, તેઓને તો આ ભાવના જચવી પણ મુશ્કેલ છે. વિહરતા મુનિઓએ વસતિ સાધુઓ માટે દુર્લભ ન બને અને સંયમની સાધના સારી રીતિએ કરી શકાય, એ કારણે શય્યાતરને અપ્રીતિ ના થાય એ ખૂબ જાળવવાનું છે. વસતિ આપનારને અપ્રીતિ ન થાય, એવી રીતિએ વર્તવાથી નિ:સ્પૃહતા નથી ચાલી જતી અને- “અમારે શું? અમને એની અપ્રીતિની શી પરવા છે ?' –આવાં આવાં વાક્યો બોલવાથી નિ:સ્પૃહતા નથી આવી જતી. અનુકૂળતા માટે આજ્ઞા લંઘવાથી બચવામાં નિ:સ્પૃહતા છે. એક વસતિ માગીને એમાં રહ્યા પછી અકસ્માત સાધુની ગ્લાન અવસ્થા થઇ અને એ અવસ્થામાં થંડીલ, માનું આદિ મકાનમાં જ કરવા જેવી અવસ્થા આવી તેમજ હાથ-પગ આદિ ધોવાના પ્રસંગ પણ મકાનમાં જ આવે, એવે અવસરે પણ વારંવાર વસતિના માલિકને પૂછવું જોઇએ કે- “અહીં આ રીતિએ કરવામાં હરકત તો નથી ને ?' આવી રીતિએ વારંવાર પૂછવાથી વસતિના દાતાને પ્રેમ થાય છે કે- “આ સાધુઓ કેટલા બધા ઉમદા છે કે-એક વાર મકાન આપ્યા છતાં પણ પુનઃ પુનઃ પૂછે છે અને આવી સ્થિતિમાં પણ પૂછયા વિના મકાનનો ઉપયોગ કરતા નથી.” વસતિના માલિકને મનમાં પણ દુ:ખ કરવાનો પ્રસંગ ન આવે, એ માટે વારંવાર યાચના એ આવશ્યક છે. આ બીજી ભાવના માટે ખૂબ જ લઘુતા આવશ્યક છે. સ્વીકૃત વ્રતના પાલન માટે કરવાજોગું કરવામાં લઘુતા માનવી, એ મહા મૂર્ખાઇ છે. વસતિના દાતાને ચિત્તમાં પીડા ન થાય, એ હેતુથી એટલે દાતાના ચિત્તની પીડાના પરિવાર માટે પુનઃ પુનઃ યાચના કરવાની આજ્ઞા માવનારા પરમર્ષિઓ અનંતજ્ઞાની હતા, એ કદી પણ ભૂલવા જેવું નથી. ‘એક વાર માગી લીધા પછી પુનઃ પુન: માગવાની જરૂર શી ?' –આવી શંકા કરવી એય સારૂં નથી. અનંતજ્ઞાનિઓ જે આજ્ઞા માવે, એમાં જરૂર કલ્યાણ જ હોય આજ્ઞા સમજવા માટેની શંકા એ જુદી વસ્તુ છે અને આજ્ઞાને ઉડાવવા માટેની શંકા એ જુદી વસ્તુ છે. આ આજ્ઞાના પાલનમાં પણ કલ્યાણ જ છે-એમ સમજી લઇને માગેલ અવગ્રહમાં પણ પુનઃ પુનઃ યાચના કરતા રહેવું જોઇએ અને પુનઃ પુનઃ યાચના કરવા દ્વારા આ ત્રીજા મહાવ્રતને ખૂબ જ નિર્મલ રાખવું એ જરૂરી છે. સંયમસાધના માટે વસતિ આપનારના અંતરમાં અપ્રીતિ થાય Page 89 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy