________________
(૩) યાચની - યાચનાકારી, દા.ત.‘ ભિક્ષા આપો.’
(૪) પ્રચ્છની - પ્રશ્નકારી, દા.ત.‘ એ કેવી રીતે ?'
(૫) પ્રજ્ઞાપની - વસ્તુતત્ત્વનિર્દેશક, ‘હિંસામાં પ્રવર્તે તો દુ:ખી થાય.'
(૬) પ્રત્યાખ્યાતીય - પચ્ચક્ખાણના શબ્દ, અથવા નિષેધ સૂચક ભાષા, દા.ત. ‘મારે
આપવાની ઇચ્છા નથી.’
(૭) ઇચ્છાનુલોમા - અન્યની ઇચ્છામાં સંમતિના શબ્દ, દા.ત. કોઇએ કહ્યું કે અમે સાધુદર્શને જઇએ છીએ, તો એના ઉત્તરમાં કહે ‘સારૂં’ ‘જહાસુખ’
(૮) અનભિગૃહીતા - અર્થના ઉપયોગ વિના ‘ડિત્ય’ ‘ડવિત્થ’, શબ્દની જેમ બોલાય તે. (૯) અભિગૃહીતા - ઘડો વસ્ર વગેરે શબ્દની માફ્ક ઉપયોગ પૂર્વક બોલાય તે.
(૧૦) સંશયકરણી - સંશયમાં મૂકી દે એવી અનેક અર્થવાળી ભાષા બોલાય તે. દા.ત. કહે, મીઠું ખાઓ, આમાં શંકા પડે કે મીઠું એટલે લૂણ કે ગળ્યું ગળ્યું ?
(૧૧) વ્યાકૃતા=સ્પષ્ટા - દા.ત.‘ આ સુશીલનો ભાઇ છે.’
(૧૨) અવ્યાકૃતા - દા.ત. બાળકની અસ્પષ્ટ ભાષા.
ઉપરોક્ત ભાષાના ચાર પ્રકાર વ્યવહારનય માને છે, ત્યારે નિશ્ચયનય માત્ર સત્ય અને મૃષા બે જ પ્રકાર માને છે. કેમકે એ કહે છે કે જે પરિણામે મૃષાવત્ પરિણમે તે મૃષા જ છે. દા.ત. અર્ધમૃષા પણ મૃષાવત્ પાપબંધકારી જ છે, એમ પાપપ્રેરક વ્યવહારભાષા જેમકે ‘શાક સમાર' એ પણ પાપબંધકારો છે તેથી નિશ્ચયથી મૃષા જ છે. એટલે સાધુસાધ્વીએ ભાષામાં ખાસ કરીને નિર્દોષતા, નિરવધતા અને સત્યતાનું લક્ષ રાખવું જોઇએ.
ધર્મક્રિયામાાંથી ટાળવાના ૮ કોષ
ધર્મક્રિયામાંથી ટાળવાના આઠ દોષો આ પ્રમાણે શ્રી ષોડશ શાસ્ત્રમાં કહ્યા છે. ક્રિયાના ખેદ, ઉદ્વેગ વગેરે આઠ દોષ.
(૧) ખેદ :- એટલે થાકેલાપણું, જેમ લાંબો માર્ગ કાપીને મનુષ્ય થાકી જાય, અને હવે આગળ ચાલવા માટે ઉત્સાહી ન રહે, તેમ પૂર્વ ક્રિયાની પ્રવૃત્તિથી થાક લાગતાં પછીની ક્રિયામાં પ્રવૃત્તિ કરવાને આત્મામાં ઉત્સાહ ન હોય ખેદ હોય. ખિન્નતા હોય. આ ખેદમાં પડેલું ચિત્ત પછીથી ક્રિયામાં દ્રઢ જ બની શકતું નથી, તેવી ક્રિયામાં સુંદર પ્રણિધાન અર્થાત્ એકાગ્રભાવ તનમયભાવ થઇ શકતો નથી. ત્યારે પ્રણિધાન વિના તો ચાલી શકે એમ પણ નથી. કેમકે પ્રણિધાન એ, જેમ ખેતીમાં પાણી જરૂરી, તેમ જરૂરી છે. ખેદના લીધે એ તન્મયતાનો રંગ આવે નહિ. તો ભલે ક્રિયા કરશે, પણ શુભ અધ્યવસાય ક્યાંથી વિકસ્તર થઇ શકવાના ? જો ભક્તિ હોય તો, જેમ વેપારી લાભ કરાવનાર આડતિયાની સરભરા બરાબર રંગથી કરે છે, તેમ મહાન શુભ અધ્યવસાયનો લાભ કરાવનારી ક્રિયાની ઉપાસના બરાબર રંગથી કરાય.
(૨) ઉદ્વેગ :- એટલે ક્રિયા કષ્ટસાધ્ય છે, એવી બુદ્ધિથી ચાલુ ક્રિયા કરવામાં થતી અરતિ, આળસ. એ આળસને લઇને, જો કે ખેદની જેમ કાયાને થાક છે એવું નથી. છતાં, સ્થાને બેઠાં બેઠાં ક્રિયા કરવામાં ઉત્સાહ નથી હોતો. એટલે ક્રિયા તો કરે. પરન્તુ ક્રિયામાં કોઇ ધન ખર્ચ અથવા સમય બહુ લાગવાનો અથવા શારીરિક વગેરે કષ્ટ લાગવા-કરવાનો ઉદ્વેગ રહ્યા કરે છે. તેથી
Page 156 of 211