________________
ચિત્તની સ્થિરતા થાય એવું ગમે તે પ્રકારનું આસન તે વાસ્તવિક છે.
જ્યારે તે ક્ષપકયોગી ધ્યાનસ્થ થાય છે, ત્યારે તેણે નાસિકાના અગ્ર ભાગમાં જેણે નેત્રની દ્રષ્ટિ સ્થાપન કરેલી છે એવા પ્રસન્ન નેત્રવાળા હોય છે, તેમજ તેના નેત્રો અર્ધ વિકસીત રહે છે. તે સમયે તેના મન, ચિત્ત અને અંત:કરણના સંકલ્પ-વિકલ્પરૂપ વ્યાપાર બંધ થાય છે. તે કાલે તેનામાં કોઇ જાતની ઇચ્છા હોતી નથી. માત્ર આ સંસારનો ઉચ્છેદ કરવાનો જ તેનો ઉધમ હોય છે. કારણકે ભવને ઉચ્છેદ કરવાની અભિલાષાવાળા ધ્યાનવાનને જ યોગની સિદ્ધિ થાય છે. તે મહાન યોગી પ્રાણાયામ દ્વારા પોતાના પ્રાણનો રોધ કરે છે. તે પ્રાણાયામના પૂરક, રેચક અને કુંભક એવા ત્રણ પ્રકાર બને છે. શ્વાસોશ્વાસને પૂરે તે પૂરક, તેને બહાર ખાલી કરે તે રેચક અને અંદર નિરોધ (ઘડા રૂપે અતિશયે કરી સ્થિર કરે) તે કુંભક કહેવાય છે. પૂરકમાં બાર આંગળ સુધીના બાહરના પવનને આકર્ષવામાં આવે છે. રેચકમાં નાભિકમલના ઉદરથી હલવે હળવે પવનને બાહર કાઢવામાં આવે છે અને કુંભકમાં પવનને ઘડારૂપે અતિશય સ્થિર કરવામાં આવે છે. વત્સ, આ પ્રમાણે ત્રિવિધ પ્રકારે પવનને જીતવાથી મનનો નિરોધ (વશ) થઇ શકે છે, કારણ કે, જ્યાં મન છે ત્યાં પવન અને જ્યાં પવન ત્યાં મન રહેલું હોય છે. તેવી રીતે પવનના જયથી આકુંચન તથા નિર્ગમન સાધીને વાયુનો સંગ્રહ અને ચિત્તનું એકાગ્રપણું સાધી (ચિંતન કરીને) સમાધિને વિષે નિશ્ચલતા પ્રાપ્ત થાય છે.”
મુમુક્ષુએ શંકા લાવી કહ્યું – “ભગવદ્ ત્યારે તો એમ સિદ્ધ થયું કે, ક્ષપકશ્રેણી પર આરોહણ કરતાં પ્રાણાયામનો ક્રમ અવશ્ય રાખવો જોઇએ. પ્રાણાયામના ક્રમ સિવાય ક્ષપકશ્રેણી પર આરોહણ થઇ શકે નહીં, એમ સમજવું.”
આનંદમનિ બોલ્યા- “વત્સ, એમ સમજવાનું નથી.દ્રવ્ય અને ભાવમાં ભાવનીજ પ્રધાનતા છે. પ્રાણાયામ કરે તો જ ક્ષપકશ્રેણીએ ચડી શકાય એવો કાંઇ નિયમ નથી. એ દ્રવ્ય છે. ક્ષપક પુરૂષનો ભાવ જ ક્ષપકશ્રેણીનું કારણ છે. પ્રાણાયામ વગેરે તો તેના આડંબર છે. તત્ત્વથી તો ભાવ જ પ્રધાન છે. મરૂદેવા વગેરે ઘણાં આત્માઓ કેવળ ભાવથી જ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા છે.”
મુમુક્ષુ સાનંદ વદને બોલ્યો- “ભગવન્, તે વિષે હવે હું નિઃશંક થયો છું. કૃપા કરી શુકલ ધ્યાનના પ્રથમ પાયાનું સ્વરૂપ સમજાવો.”
આનંદમુનિ હર્ષિત વદને બોલ્યા- “ભદ્ર, શુકલધ્યાનના પ્રથમ પાયાનું નામ સપૃથકત્વ, સવિતર્ક, સવિચાર છે. તેમાં વિતર્ક સહિત વત્તે તે સવિતર્ક, તેમજ વિચાર સહિત વર્તે તે સવિચાર અને પૃથd સહિત વત્તે તે સપૃથત્વ. આ ત્રણ વિશેષણ યુક્ત હોવાથી તેનું તે નામ સાર્થક છે. તેમાં મૃત શાસ્ત્રની ચિંતા રહે છે, તેથી તે સવિતર્ક છે. શબ્દ અર્થ તથા યોગાંતરમાં સંક્રમણ કરવાના તેમાં વિચાર થાય છે, તેથી તે વિચાર છે, અને દ્રવ્યગુણ પર્યાયાદિથી તેમાં અન્યપણું છે, તેથી તે સપૃથફત્વ છે. એટલે તે ધ્યાન ધરતાં અંતરંગ ધ્વનિરૂપ વિતર્ક થાય છે, કારણકે સ્વકીય નિર્મળ પરમાત્મ તત્ત્વ અનુભવમય અંતરંગ ભાવગત આગમના અવલંબનથી આ સવિતર્ક ધ્યાન છે. અને તેથી જે ધ્યાનમાં પૂર્વોક્ત વિતર્ક વિચારણા રૂપ અર્થથી અથતિરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી યોગાંતરમાં સંક્રમણ હોવાથી તે સવિચાર સંક્રમણ છે, તેમજ જે ધ્યાનમાં પૂર્વોક્ત તે વિતર્ક અને સવિચાર અર્થ વ્યંજન યોગાંતર સંક્રમણ રૂપ પણ શુદ્ધાત્માની પેઠે દ્રવ્યથી દ્રવ્યાંતરમાં અથવા ગુણોથી ગુણાંતરમાં અથવા પર્યાયોથી પર્યાવરમાં જાય છે, તેમાં સહભાવી તે ગુણ છે અને ક્રમભાવી તે પર્યાય છે.) તે દ્રવ્યગુણ પર્યાયાંતરોમાં જે ધ્યાનમાં અન્યત્વ પૃથકત્વ છે તે સપૃથકત્વ છે. આવા
Page 176 of 211