SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલ ધ્યાનના પ્રથમ પાયાથી ધ્યાતા જીવ ઉત્તમ પ્રકારનો લાભ મેળવવાને ભાગ્યશાળી થાય છે. પ્રથમ તો તેનામાં એવા પ્રકારની કોઇ આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે કે જેથી તે શુદ્ધિ મુક્તિરૂપી લક્ષ્મીના મખને બતાવનારી થઇ પડે છે; કારણ કે, સવિતર્ક સવિચાર પૃથકુત્વ નામના શુક્લ ધ્યાનનો ધ્યાતા યોગીંદ્ર સમાધિનો શુદ્ધ ઉપાસક હોય છે. ભદ્ર મુમુક્ષુ, અહિં એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે. જે એ શુકલ ધ્યાનનો પ્રથમ પાયો છે, તે પ્રતિપાતી કહેવાય છે, એટલે તે પતનશીલ ઉત્પન્ન થાય છે, તથાપિ તે એટલો બધો અતિ નિર્મળ છે કે, તેના પ્રભાવથી આ સોપાનપર રહેલા જીવને ઉપરના સોપાન ઉપર આરોહણ કરવાની ચાહના રહ્યા કરે છે. ભાઇ મુમુક્ષ, જો, આ સોપાન ઉપર છવીશ રત્નો પ્રકાશી રહ્યા છે, તેમાંથી બત્રીશ, બોંતેર અને એકસો આડત્રીશ કિરણોના જાળ નીકળે છે. આ દેખાવ ઉપરથી એવી સૂચના થાય છે કે, આ આઠમા સોપાનપર આવેલા જીવને નિદ્રાદ્વિક, (બે જાતની નિદ્રા) દેવદ્વિક, (બે દેવ જાતિ) પંચેન્દ્રિય જાતિ, પ્રશસ્ત વિહાયોગતિ બનવક (નવ જાતના બસ) વૈક્રિય, આહારક, તેજસ, કામણ, વૈક્રિયઉપાંગ, આહારક ઉપાંગ, આધ સંસ્થાન, નિર્માણ નામ, તીર્થંકર નામ, વર્ણ ચતુષ્ક (ચારવર્ણ), અગુરુલઘુ, ઉપઘાત અને ઉચ્છવાસ આ બત્રીસ કર્મ પ્રકૃતિનો બંધ-વ્યવચ્છેદ થવાથી છવીશ કર્મપ્રકૃતિનો બંધ કરે છે. અને છેલ્લા ત્રણ સંહનન અને સમ્યકત્વ મોહ આ ચારનો ઉદય વ્યવચ્છેદ થવાથી તે બોંતેર કર્મપ્રકૃતિ વેદે છે, એકંદર અહિં એકસોઆડત્રીસ કર્મપ્રકૃતિની સત્તા રહેલી છે. આ દેખાવ ઉપરથી આ વાત સિદ્ધ થાય છે. વત્સ, આ આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાનનું સ્વરૂપ હૃદયમાં રાખી તેનું મનન કરજે. જે ભવિષ્યમાં તારા આત્માને ઉપયોગી થઇ પડશે.” આનંદર્ષિના આ વચનો સાંભળી મુમુક્ષુ અત્યંત ખુશી ખુશી થઇ ગયો. તેણે તે મહાત્માના ચરણમાં પ્રણામ કરી જણાવ્યું, “ભગવદ્, આ સોપાનના વૃત્તાંતે મારા હૃદયપર ઉંડી છાપ પાડી છે. શુક્લ ધ્યાન ધ્યાવાને માટે હૃદયભાવના ભાવે છે, અને એ ઉચ્ચ સ્થિતિની અભિલાષા કરે છે. આપ મહાનુભાવનો પ્રસાદ મારી એ ભાવના અને અભિલાષાને સફળ કરો.” નવમું અંતિવૃત્તિકરણ ગુણસ્થાનક આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય સુધી એક અંતર્મુહૂર્તનો હોય છે. - આ ગુણસ્થાનકનાં પરિણામને-અધ્યવસાયને પ્રાપ્ત થયેલો જીવ પાછો તો નથી. નિવૃત્તિ એટલે પાછું વું અને અનિવૃત્તિ એટલે પાછું નહિ વું તે. આ ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણિવાળા જીવો ઉપશમ સમકીતિ અને ક્ષાયિક સમકીતિ બન્ને પ્રકારના હોય છે અને ક્ષપક શ્રેણિવાળા જીવો ક્ષાયિક સમકતી હોય છે. આ ગુણસ્થાનકમાં રહીને ઉપશમ શ્રેણિવાળા જીવો મોહનીય કર્મની વીશ પ્રકૃતિઓને જે ક્રમ કહેલો છે તે ક્રમ મુજબ ઉપશમાવે છે અને ક્ષપક શ્રેણિવાળા જીવો જે ક્રમ જણાવાશે એ ક્રમ મુજબ મોહનીય કર્મની વીશ પ્રકૃતિઓનો ક્ષય કરે છે તેની સાથે ને સાથે બીજા કર્મોની એટલે દર્શનાવરણીય કર્મની અને નામ કર્મની થઇને ૧૬ પ્રકૃતિઓનો પણ ક્ષય કરે છે. આ ગુણસ્થાનકના અસંખ્યાતા સમયોમાં જે જીવો જે સમયને પ્રાપ્ત કરે એટલે જે સમયમાં ચઢે છે તે સમયમાં જેવા પરિણામ એટલે અધ્યવસાય હોય છે. અર્થાત શુક્લધ્યાનનો પહેલો પાયો ધ્યાન રૂપે હોય છે. એવા Page 177 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy