________________
સોપાનની છબી મારા હૃદયમાં મુદ્રિત થઇ ગઇ છે. મારા મન, વચન અને કાયાના યોગ એજ સદ્વિચારમાં સ્ફુરી રહ્યા છે. આપે આપેલા આ અવલંબનથી હું આ સંસાર સાગરમાંથી બચ્યો છું.”
આ પ્રમાણે કહી મુમુક્ષુએ મહાત્મા આનંદસૂરિના ચરણમાં દંડવત્ પ્રણામ કર્યાં, અને વિધિ સહિત વંદના કરી તે મહાત્માની સ્તુતિ કરી- “ભગવન્, આપ ખરેખર આનંદસૂરિ છો. આત્માને આરામ આપનારા આત્મારામ છો, અને આ સંસારમાં યુદ્ધ કરવા સજ્જ થયેલા મોહાદિ શત્રુઓનો વિજયકરાવી આનંદ આપનારા વિજયાનંદ છો, અને મારા સાચા મિત્ર વીરભક્ત છો.”
આ સ્તુતિના શબ્દો મુમુક્ષુના મુખમાંથી નીકલતા હતા, તેવામાં ચૌદ પગથીઆવાલી મોક્ષપદ સોપાનની નીસરણી અદ્રશ્ય થઇ ગઇ. અને તે સાથે મુમુક્ષુની સાંસારિક ભાવની વૃત્તિ પણ અદ્રશ્ય
થઇ ગઇ.
ઉપસંહાર
પ્રથમ મનોહર અને રમણીય પ્રદેશમાં આવેલા દિવ્ય આત્મા મહાનુભાવ આનંદસૂરિના માક્ષપદ સોપાનના પ્રત્યક્ષ ઉપદેશથી મુમુક્ષુ પ્રતિબુદ્વ થયો હતો. સંસારના પરિતાપમાંથી મુક્ત થવા માટે આત્માના ઉચ્ચ ગુણોનું સ્વરૂપ જાણવાની તેની પ્રબળ ઇચ્છા પાર પડી હતી. જે મહાત્માએ તેને આ પવિત્ર પ્રદેશનો માર્ગ બતાવ્યો હતો, તેમને અને મહાનુભાવ આનંદસૂરિનો હૃદયથી આભાર માની તે મુમુક્ષુએ આનંદ મૂર્તિ આનંદસૂરિની સમીપ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હતો. અને તે પછી તેણે જે ચતુર્દશ સોપાનની શ્રેણી પ્રત્યક્ષ જોયેલ તેના સ્વરૂપનું મનન કરી તે પર ક્રમારોહણ કરી પોતાના સાધુ જીવનની સાર્થકતા કરી હતી, અને અયોગી કેવલીના સોપાન પર આરૂઢ થવાની યોગ્યતા મેળવવાને તે પૂર્ણ ઉમેદવાર બન્યો હતો. શ્રી અરિહંત પરમાત્મા તેની એ ઉમેદ પાર પાડો. પવિત્ર મહાશય ધર્મ બંધુઓ, આ મોક્ષપદ સોપાનના સ્વરૂપનું હૃદયથી મનન કરજો. ભગવાન્ તીર્થંકરોએ આ જગતના જીવોના ઉદ્ધારને માટે મોક્ષરૂપ મહેલમાં ચડવાને આ સોપાનની સીધી સીડી દર્શાવી છે, જો એ સોપાનના સીધા માર્ગને ભુલી જશો તો તમારે અનેક ભ્રમણોમાં ભમવું પડશે.
આ પ્રસંગે કહેવું જોઇએ કે, આ સુંદર સોપાનનો માર્ગ ચારિત્રના સુકાનને લઇ જગત્ સાગરમાં વિચરનારા મુનિઓને માટે સુગમ છે. વિરત, નિગ્રંથ, નિર્મમ અને નિર્દોષ વૃત્તિને ધારણ કરનારા અનગાર આત્માઓ આ સોપાનપર આરોહણ કરવાને જેટલા અધિકારી છે, તેટલા અવિરતિ આચારને ધરનારા ગૃહસ્થ શ્રાવકો નથી, તે છતાં જે મુનિવરો આ સોપાનના સ્વરૂપને ઓળખતાં છતાં તે પ્રમાણે વર્તવાને પ્રમત્ત થાય છે. તેઓ ચારિત્રરૂપ રત્નને એક કોડીને મૂલ્યે વેચી ભવિષ્યની વિપત્તિઓને વ્હોરી લે છે. તે પવિત્ર મુનિઓએ પોતાના જીવન જેને માટે સમર્પણ કરેલ છે, તેને પ્રમાદથી ભૂલી જઇ પોતાના સાધુ જીવન કઇ દિશાએ દોરાય છે અને અમૂલ્ય સમયનો ઉપયોગ કેવા કાર્યમાં થાય છે, તે મુખ્યત્વે વિચાર કરવાનો છે. જે ભ્રમણાથી પોતે પોતાનો લક્ષ્ય સ્થલનો ખરો, અને સીધો માર્ગ ભૂલી ગયા છે, તે માર્ગને તેમણે શોધી કાઢવો જોઇએ. પોતાના પૂર્વજો જે માર્ગે ચાલી સ્વ અને પરના જીવનને આત્મિક ઉન્નતિમાં મુકી ગયેલા છે. તે ખરા માર્ગમાં એક બીજાની ગતિમાં અવરોધ કર્યા વગર સતત્ ગતિમાન થવાને માટે સતત્ પ્રયત્ન કરવો જોઇએ. અને મિથ્યા દંભ અને આત્મગૌરવની ખાતર બીજાની ગતિમાં અવરોધ કરવામાં કાલ વ્યતીત ન
Page 200 of 211