________________
કહેવાય છે. જો કે તે શિલા ઉપર સિદ્ધ પરમાત્મા બેસતા નથી, સિદ્ધ પરમાત્મા તો તેનાથી ઉંચે લોકાંતરમાં બીરાજમાન છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર એ સુંદર સિદ્ધશિલા આવેલી. છે. સૂરભિ, કપૂરથી અધિક સુગંધવાળી, કોમલ, સૂક્ષ્મ અવયવવાળી, પવિત્ર અને ઘણી તેજસ્વી છે. મનુષ્ય ક્ષેત્ર સમાન ત લાંબી પહોળી અને ઉત્તાન શ્વેત છત્રના જેવી આકૃતિવાળી છે અત્યંત શુભરૂપ છે. તે પૃથ્વી મધ્યભાગે આઠ યોજન જાડી છે, અને પ્રાંતમાં ઘટતી ઘટતી માંખીની પાંખ જેવી પાતળી છે તે ઉપર એક યોજન પર આવેલ લોકાંત કે જે એક યોજનાનો જે ચોથો કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધ આત્માઓની અવગાહના છે. એટલે બે હજાર ધનુષ પ્રમાણ કોશના છઠ્ઠા ભાગમાં (ત્રણસો તેત્રીસ ધનુષ અને બત્રીશ આંગળમાં) સિધ્ધોના આત્મપ્રદેશોની અવગાહના છે. જેમ કલડીમાં મીણ ભરીને ગાળતાં તે ગળી જવાથી જેવો આકાશનો આકાર થાય તેવો સિદ્ધનો આકાર
છે.
ભદ્ર મુમુક્ષ, તે સ્થળે રહેલા સિદ્ધ આત્માઓ મોટું જ્ઞાન ધરાવે છે. આ ત્રણ લોકની અંદર આવેલ ચૌદ રાજલોકમાં ગુણપર્યાય સંયુક્ત જે જે જીવાજીવાદિ સર્વ વસ્તુઓ છે, તે સર્વ વસ્તુઓને તેઓ સામાન્ય રૂપે દેખે છે અને વિશેષ રૂપે જાણે છે કારણકે વસ્તુ માત્ર સામાન્ય વિશેષાત્મક છે.(૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) દર્શનચારિત્ર મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય -એ આઠ કર્મોનો ક્ષય થવાથી તે સિદ્ધ આત્માઓમાં (૧) કેવળજ્ઞાન, (૨) કેવળદર્શન, (૩) અવ્યાબાધ અનંતસુખ, (૪) શુદ્ધ સમ્યકત્વ ક્ષાયક રૂપ ચારિત્ર, (૫)
પયગતિ, (૬) અમૂર્તતા, (૭) અનંત અવગાહના અને (૮) અનંતવીર્ય –આ આઠ ગુણો પ્રગટ થયેલા છે; અને ચક્રવર્તી અને ઇંદ્રની પદવીના સુખથી તે સિધ્ધો અનંતગણુ સુખ ભોગવે છે. જે સુખ, કલેશ રહિત અને અવ્યય છે.
વત્સ મુમુક્ષુ? તે સિદ્ધ ભગવંતે પ્રાપ્ત કરેલા પરમપદના આનંદનું સુખ અનિર્વચનીય છે, તે પરમાનંદનું વર્ણન કરવાને મારામાં શક્તિ નથી, તથાપિ શાસ્ત્રદ્વારા જે કાંઇ જાણેલું છે, તે સંક્ષેપમાં કહું છું. તે મહાનું પરમ પદ આરાધકોને આરાધ્ય, સાધકોને સાધ્ય અને ધ્યાયકોએ ધ્યેય છે. તે પદ અભવ્ય જીવોને સદા દુર્લભ છે, એટલું જ નહિ પણ કેટલાક ભવ્ય જીવોને પણ દુર્લભ છે અને દુર્ભવ્યોને કષ્ટ સાધ્ય છે. ટુંકમાં કહેવાનું કે, તે ચિદ્રુપ ચિદાનંદમય અને પરમાનંદ રૂપ છે.”
ભદ્ર મુમુક્ષ, એ પરમપદની ભાવના કરી તારા આત્માને તે તરફ પ્રવતવિજે. અને તે માટે આ મોક્ષપદ સોપાનનો ચિતાર હદયમાં રાખી તેનું મનન કર્યા કરજે. આ મોક્ષપદ સોપાનના ચૌદ પગથીઆની નિર્મળ નીસરણી પર આરૂઢ થવાની ઉત્કંઠા ધારણ કરી અનુક્રમે ઉચ્ચ સોપાનપર આરૂઢ થવાની અભિલાષામાં તારા હૃદયને પ્રતિબદ્ધ કરજે. જેથી તારું જીવન સફળ થશે અને પૂર્વ પૂણ્યના યોગથી પ્રાપ્ત થયેલી પવિત્ર આહંત ધર્મની શીતળ છાયા તને આ સોપાન પર વિશ્રાંતિ આપશે.
મહાનુભાવ આનંદસૂરિની આ વાણી સાંભળી તે મુમુક્ષુ આનંદ મગ્ન થઇ ગયો. તેના શરીર પર રોમાંચ પ્રગટ થઇ આવ્યા અને ઉત્તમ ભાવનાઓથી તેની મનોવૃત્તિ આત્મારામ બની ગઇ. તેણે આત્માને વિષે પરમ આરામ અને આનંદ પ્રાપ્ત કર્યો.
મુક્ષુએ મધુર વાણીથી જણાવ્યું, “હે મહોપકારી ભગવન્, આ સમયે આપના ઉપકારનું નિરવધિ વર્ણન કરવાને મારી વાણી અસમર્થ છે. હું આનંદ ઉદધિમાં મગ્ન થઇ ગયો છું. આ મોક્ષપદ
Page 199 of 211