________________
ઉર્ધ્વ જતો અવગાહતો જાય છે.
લોકપ્રકાશમાં, જીવ જે સમયે કર્મથી મૂકાય છે એજ સમયે લોકાંતે પહોંચે છે તેમ કહેલ છે.
તત્ત્વ કેવળી ગમ્ય.
ગુણસ્થાનક ક્રમારોહમાં તો ૧૪મા ગુણસ્થાનકે પણ સુક્ષ્મ કાયયોગ માન્યો છે.
૧૪મે શુક્લધ્યાનનો ૪થો પાયો ધ્યાતો છતો કાળથી ૫ વાક્ષર પ્રમાણના ઉચ્ચાર જેટલા કાળ પ્રમાણવાળા શૈલેશીકરણમાં જાય અને અનુક્રમે મોક્ષ પામે છે. શૈલેશ એટલે મેરૂ જેવી નિશ્ચલ અવસ્થા તે શૈલેશીકરણ-શીલ એટલે સંવર ભાવ એથી થતું ચારિત્ર તે શૈલ. તેનો ઇશ તે શૈલેશ. એટલે કે સર્વ સંવરભાવ અબાધકદશાનું યશાખ્યાત ચારિત્ર તે શૈલેશ કહેવાય છે. અથવા અપ્રાપ્તનું પ્રાપ્ત કરવું તે શૈલેશ કહેવાય છે.
ચતુર્દશ સોપાન (અયોગિ કેવલી ગુણસ્થાન)
શુદ્ધ, પરમાત્માના ચિદાનંદ રૂપનું સદા ધ્યાન કરનારા, જ્ઞાનજ્યોતિના પ્રકાશથી પ્રકાશિત થયેલા, નિર્મલ, નિરાબાધ અને અખંડ-અવિનાશી પરમાત્મરૂપને ચિંતવનારા અને પંચપરમેષ્ટીના પ્રભાવને જાણનારા શ્રીમાન્ આનંદસૂરિ અપાર આનંદને ધારણ કરતા બોલ્યા- “ભદ્ર મુમુક્ષુ, આ નીસરણીના છેલ્લા સોપાન ઉપર દ્રષ્ટિ કર. આ મહાન્ અદ્ભુત અને શિવરૂપ સોપાન છે. આ સંસારમાંથી મુક્ત થઇ વિશ્રાંતિ લેવાનું આ સ્થાન છે. શ્રી શિવસ્વરૂપ જિવેંદ્ર ભગવાનનું આનંદરૂપે નિવાસ કરવાનું આ સ્થલ છે. ભદ્ર, આ સોપાનને સાવધાન થઇ વિલોકજે. આ ચૌદમું સોપાન અયોગિ ગુણસ્થાનના નામથી ઓળખાય છે. અહિં કાયાદિનો પણ યોગ ન હોવાથી તે અયોગિ કહેવાય છે. જુવો, આ સોપાન ઉપર પાંચ વર્ણોના આકાર દેખાય છે. તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલ જિવેંદ્રનો આત્મા પાંચ હસ્વ અક્ષરો (જ્ઞ નુ ૠ લૂ) બોલતાં જેટલો વખત લાગે તેટલા વખત સુધી સ્થિતિ કરે છે. આ ગુણસ્થાનમાં શુક્લધ્યાનનો અનિવૃત્તિ નામનો ચોથો પાયો છે, તેમાં સમુચ્છિન્નક્રિયા નામે શુક્લધ્યાનનું ચોથું ધ્યાન છે. જે ધ્યાનમાં સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ ઉચ્છિન્ન (સર્વથા નિવૃત્ત) થઇ જાય છે. આથી મહાત્માઓ એ ધ્યાનને મુક્તિરૂપી મહેલનું દ્વાર કહે છે.”
મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યો- “ભગવન્, મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થાય છે, કૃપા કરી તેનું નિરાકરણ કરો. જ્યાંસુધી દેહ વિધમાન છે, ત્યાંસુધી અયોગી શી રીતે કહેવાય ? અને જ્યારે કાયયોગનો સર્વથા અભાવ થયો તો પછી દેહનો અભાવ થયો, તો દેહ વિના ધ્યાન કેવી રીતે ધરે ?”
આનંદર્ષિ હાસ્ય કરીને બોલ્યા- “વત્સ, આ અયોગી ગુણસ્થાનનો કોઇ અદ્ભુત પ્રભાવ છે. અહિં કાયયોગથી જે ક્રિયા થાય છે, તે અતિ સૂક્ષ્મરૂપ છે. તેમ વળી તે કાયયોગ સત્વર ક્ષય પામી જાય છે, વળી કાયાનું કાર્ય કરવામાં તે અસમર્થ હોય છે, એ કારણથી કાયા હોવા છતાં પણ તે અયોગી કહેવાય છે. તેમ વળી શરીરનો આશ્રય હોવાથી તેને ધ્યાન પણ ઘટે છે. આથી કરીને આ ચૌદમા અયોગી ગુણસ્થાન વર્તી એવા પરમેષ્ટી ભગવંતને તે વિષે કાંઇ પણ વિરોધ આવતો નથી. કારણ કે, પરમેષ્ટી ભગવંત નિજ શુદ્ધાત્મા ચિદ્રુપ તન્મયપણે ઉત્પન્ન થયેલ, નિર્ભર અને પરમાનંદરૂપ છે. વત્સ, આ સર્વોત્તમ ધ્યાનમાં નિશ્ચયનયથી આત્માજ ધ્યાતા છે, આત્માજ કરણરૂપ
Page 196 of 211