SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્ર, મુમુક્ષુ, આ સોપાનના દેખાવ ઉપરથી જે આ સૂચનાઓ દર્શાવી છે, તે હદયથી. વિચારણીય છે. આ સર્વની વિચારણા કરી તારા આત્માને ઉત્તમ ભાવનાના શિખર પર આરૂઢ કરજે. મુમુક્ષએ પ્રસન્ન થઇને કહ્યું, “ભગવન, હવે કૃતાર્થ થયો છું. આ સુંદર અને શિવરૂપ સોપાનના શિખરની સમીપે આવી પહોંચ્યો છું. મારા ઉપર પરમ ઉપકાર કરી જેણે આ રચના કરી છે, તે અભુત અને શિવમાર્ગની સાધક હોઇ મારા મહાન્ ઉપકારની સાધનભૂત થઇ છે.” આ પ્રમાણે કહી મુમુક્ષુએ મહાનુભાવ આનંદસૂરિના ચરણમાં વંદના કરી અને તે ક્ષણવાર તે પવિત્ર મૂર્તિનું ધ્યાન ધરી રહ્યો હતો. અયોગી વળી ગુણરસ્થાન સુક્ષ્મ કે બાદર કોઇપણ પ્રકારના યોગ વિનાના કેવળી ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી કેવળી ગુણસ્થાનક કહેવાય છે. કર્મોનો નાશ કરવા સુપરતક્રિયા અનિવૃત્તિ નામના શુક્લધ્યાનના ૪થા પાયા ઉપર આરૂઢ થાય છે. (સર્વ વસ્તુગત સમુછિન્ન ક્રિયા અનિવૃત્તિ) પછી કોઇપણ પ્રયત્ન વિના ઉદય આવેલ કર્મોનો ભોગવવા વડે ક્ષય કરે છે અને જેનો ઉદય નથી તને વેધમાન પ્રકૃતિમાં સ્તીબુકસંક્રમ વડે સંક્રમાવતો ને વેધમાન અનુભવતો આ ગુણસ્થાનકના ઉપાંત્યસમયે સત્તામાં રહેલી ૮૫ પ્રકૃતિઓમાંથી ૭૨ અથવા ૭૩ પ્રકૃતિઓનો નાશ કરે છે. વેદનીય - ૧, ગોત્ર -૧, નામ - ૭૦ = ૭૨ ૭૧ = 93 શાતા અથવા અશાતા વેદનીય-નીચગોત્ર-દેવગતિ-પાંચ શરીર-૩ અંગોપાંગ-૫ બંધન-૫ સંઘાતન-૬ સંઘયણ-૬ સંસ્થાન-૫ વર્ણ-૨ ગંધ-૫ રસ-૮ સ્પર્શ-દેવાનુપૂર્વિ-૨ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુર-અપર્યાપ્તા અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય અને અશય આ ૭ર પ્રકૃતિઓ તેમાં મનુષ્યાનુપૂર્વી દાખલા કરતાં 93 પ્રકૃતિઓ થાય છે. આ પ્રકૃતિઓનો નાશ થયે છેલ્લે સમયે જેનો ઉદય વિધમાન છે એવી ૧૨ અગર ૧૩ પ્રકૃતિઓનો (શાતા અથવા અશાતા વેદનીય-ઉચ્ચગોત્ર-મનુષ્ય આયુષ્ય-મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-જિનનામકર્મ-કસ-બાદર-પર્યાપ્ત-શુભગ-આદેય અને યશ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૧૩) સત્તામાંથી નાશ કરે છે. ત્યાર પછીના સમયે હજુગતિએ બીજા સમયને નહિં સ્પર્શતો તે જ સમયે જેટલા આકાશ પ્રદેશની અવગાહના છે તેટલા જ આકાશ પ્રદેશને અવગાહતો સિદ્ધ અવસ્થાના પહેલા સમયે લોકાંતે જાય છે અને ત્યાં શાશ્વતકાળપર્યત તેજ સ્થિતિમાં રહે છે. ઉર્ધ્વગતિ સ્વભાવ વડે, પૂર્વ પ્રયોગ વડે, બંધન છેદ વડે આનંગ તજવા વડે આ ચાર દ્રષ્ટાંતે લોકાંતે જાય છે. જીવ અસ્પૃશ્યગતિએ સિદ્ધ થાય છે એટલે માર્ગમાં જે આકાશપ્રદેશો આવે તેને સ્પર્શ કર્યા વિના ચાલ્યો જાય છે. જો સ્પર્શ કરતો જાય તો તે એજ એક સમયે પહોંચે નહિ આ વાત ઉવવાય સૂત્ર નિવૃત્તિમાં છે. મહાભાષ્યની વૃત્તિમાં જીવ અવગાઢ કરેલા પ્રદેશો સિવાયના બીજા પ્રદેશોને સ્પશ્ય વિના જાય છે. આવા શબ્દો લખેલા છે. પંચસંગ્રહની વૃત્તિમાં કહેવું છે કે જેટલા પ્રદેશોને અવગાહીને રહેલો છે તેટલા જ પ્રદેશોને Page 195 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy