________________
પ્રમત્ત રહે તો તે અહિંથી નીચે ખસી પડે છે. જે આ સોપાનનીપાસે ચાર ટેકા મુકેલા છે તે ધર્મધ્યાનના ચાર પાયા છે. જે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એવા નામથી ઓળખાય છે. તે
આ ગુણસ્થાનમાં ધર્મધ્યાનનો સંભવ છે એમ દેખાડે છે જે આ દેખાવ ઘણી જ ઉત્તમ પ્રકારની | સૂચના
કરે છે.
મુમુક્ષુએ દીર્ઘ વિચાર કરી પ્રશ્ન કર્યાં – “ભગવન્, આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસંયત છે. તો અહિં ધર્મધ્યાન શી રીતે સંભવે ? અહિં તો આર્ત્ત તથા રૌદ્ર ધ્યાન હોવા જોઇએ. મારી આ શંકાને કૃપા કરી દૂર કરો.”
આનંદસૂરિ આનંદ ધરીને બોલ્યા- “ભદ્ર, તારી શંકા યોગ્ય છે. તેનું સમાધાન એકાગ્રચિત્તે સાંભળ.” આ છઠ્ઠા ગુણસ્થાનમાં મુખ્ય તો આર્ત્ત ધ્યાનજ છે અને તેને લઇને રૌદ્ર ધ્યાનનો પણ સંભવ છે. કારણકે, પ્રમત્તપણાને લઇને અહિં હાસ્ય વગેરે છ નોકષાય પ્રવર્તે છે તથાપિ ગૌણપણે અહીં ધર્મધ્યાન પણ રહેલું છે. પરંતુ તે આજ્ઞાદિ સાલંબન ધર્મધ્યાન છે, નિરાલંબન ધર્મધ્યાન નથી. મુમુક્ષુએ પુનઃ પ્રશ્ન કર્યો - “ભગવન્, એ ધર્મ ધ્યાનના ચાર પાયાનું યથાર્થ સ્વરૂપ મને સમજાવો.”
આનંદસૂરિ બોલ્યા- ભદ્ર, ધર્મધ્યાનનો પ્રથમ પાયો આજ્ઞાચિંતન છે. ભવ્ય આત્મા એવું ચિંતવન કરે કે, “સર્વજ્ઞ અર્હત પ્રભુએ પ્રવચનદ્વારા જે કાંઇ આજ્ઞા અથવા કથન કરેલ છે તે સત્ય છે. જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવતું નથી, તે મારી બુદ્ધિની મંદતા છે, અથવા દુષમકાળનો પ્રભાવ, તેમજ સંશય છેદનાર ગુરૂનો અભાવ ઇત્યાદિ છે, તેમજ અર્હત પ્રભુ નિઃસ્વાર્થ, એકાંત હિતકારી અને અમૃષાવાદી છે. તેમણે જે કથન કરેલું છે, તે યથાર્થ છે.” આ પ્રમાણે ચિંતવન કરવું, તે ધર્મધ્યાનનો આજ્ઞાવિચય નામે પહેલો પાયો છે. ધર્મધ્યાનનો બીજો પાયો અપાયવિચય નામે છે. તેમાં ભવ્ય જીવ એવું ચિતંવન કરે કે, “આ લોકમાં રાગ, દ્વેષ, કષાય વગેરે આશ્રવોથી ઇહલોક પરલોકમાં અપાય (કષ્ટ) ઉત્પન્ન થાય છે અને તે મહાન્ અનર્થના હેતરૂપ છે.” ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ વિપાક વિચય છે. તેમાં જીવ આ પ્રમાણે ચિંતવન કરે છે. “ક્ષણે ક્ષણે કર્મના ફ્લનો વિચિત્ર રૂપે ઉદય થાય છે; તેનાથી જીવને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, તેથી સુખદુ:ખ ભોગવતાં હર્ષશોક કરવો નહી, અને એ પૂર્વકૃત કર્મનો વિપાક છે, એમ સમજવું.” ધર્મધ્યાનનો ચોથો ભેદ સંસ્થાન વિચય છે. તેમાં જીવ એવું ચિંતવન કરે કે, “આ લોક સંસ્થાન પુરૂષાકારે છે તે અનાદિ અને અનંત છે. તેની અંદર રહેલા સર્વ પદાથા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રૂપ છે.” આ પ્રમાણે ચાર પાયાવાળું આલંબન યુક્ત ધર્મધ્યાન છટ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનમાં ગૌણ રૂપે છે. પરંતુ સપ્રમાદ હોવાથી મુખ્યતા નથી. મુમુક્ષુએ કહ્યું, “મહાનુભાવ, સાલંબન અને નિરાલંબન ધ્યાન વિષે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિ બોલ્યા - “જે ધ્યાનમાં કાંઇ પણ આલંબન હોય એટલે ધ્યેય વસ્તુને આલંબન સહિત ચિંતવવામાં આવે તે સાલંબન ધ્યાન કહેવાય છે. અને જેમાં કોઇ જાતનું આલંબન ન હોય શુદ્ધ રીતે ધ્યેય વસ્તુનું ચિંતવન થતું હોયતે નિરાલંબન ધ્યાન કહેવાય છે. એ નિરાલંબન ધ્યાન જ્યાંસુધી પ્રમાદ હોય ત્યાંસુધી હોતું નથી. કારણ, પ્રમત્ત ગુણસ્થાનમાં મધ્યમ ધર્મ ધ્યાનની પણ ગૌણતા કહેલી છે, મુખ્યતા કહેલી નથી; એટલે આ પ્રમત્તગુણસ્થાનમાં નિરાલંબન ધર્મ ધ્યાનનો
સંભવજ નથી.”
Page 162 of 211