________________
બળ-વીર્યનો સંપૂર્ણ ઉપયોગ કરી, તન્મય રહેવાનું આવે.
આ સંયમકુશળતા સંયમીને યોગ્ય ગુણોથી સંભન્ન બની, ત્રિકરણ શુદ્ધ થઇ અર્થાત્ મન-વચન-કાયાથી લેશ પણ અસંયમ કરવાનો વિચાર પણ ન આવે એ રીતે વિશુદ્ધ પરિણામવાળા બન્યા રહી, તેમજ ભાવશુદ્વ એટલે કે લોકાદિ-આશંસા લેશ પણ રાખ્યા વિના કરવાની.
ષષ્ટ સોપાન (પ્રમત્ત સંયત ગુણસ્થાન)
અનંત, અક્ષય, અવિનાશી, અવ્યાબાધ, અજરામર, અને અગુરુલઘુ એવા આત્મસ્વરૂપને જાણનારા, અને તેમાંજ રમણ કરનારા મહાનુભાવ આનંદસૂરિ હૃદયમાં ક્ષણવાર ધ્યાન કરી અને આત્મસ્વરૂપના દર્શન કરી મેઘના જેવી ગંભીર વાણીથી બોલ્યા - “ભદ્ર મુમુક્ષ, આ ચૌદ પગથીઆવાળી નીસરણીના છઠ્ઠા સોપાન ઉપર દ્રષ્ટિ નાંખ અને સૂક્ષ્મ રીતે તેનું અવલોકન કર. પ્રાયે કરીને આ છઠ્ઠા સોપાન ઉપર સાધુઓનું જ સ્થાન હોય છે. સર્વ વિરતિપણે અલંકૃત એવા સાધુઓ આ પગથીયા ઉપર આવે છે. આ સોપાનનું નામ પ્રમત્તસંયત ગુણસ્થાન કહેવાય છે. ભદ્ર, જો, આ પગથીઆની પાસે ચાર ટેકા મુકેલા છે અને તેની નીચે પડી જવાય તેવો ઢાળ ઉતાર્યો છે. તેની આસપાસ ત્રેસઠ ચાંદલાઓ છે અને તેમાંથી એકાશી કિરણો નીકળે છે. જેનો સુંદર દેખાવ પ્રેક્ષકને જુદી જ ભાવનામાં આકર્ષી લઇ જાય છે.” સૂરિવરના આ વચન સાંભળી મુમુક્ષએ પોતાની તીવ્ર દ્રષ્ટિ તે તરફ પ્રસારી અને સૂક્ષ્મતાથી તે તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. ક્ષણવાર નિરીક્ષણ કર્યા પછી તે સાનંદ વદને બોલ્યો. “ભગવન, અહો ! શો સુંદર દેખાવ છે ? જેમ વિશેષ અવલોકન કરું છું, તેમ તેમ વિશેષ ચમત્કારી આનંદ આવતો જાય છે. મારીપર કૃપાવલ્લી પ્રસારી આ દેખાવની સૂચનાઓ પ્રગટ કરો અને મારા આત્માને પ્રબોધમય આનંદના મહાન સાગરમાં મગ્ન કરાવો.” આનંદસૂરિ ઉંચે સ્વરે બોલ્યા- “ભદ્ર, આ છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણ સ્થાનવાળા સર્વ વિરતિ સાધુઓ કહેવાય છે. જો કે સાધુ પંચમહાવ્રતના ધારક હોય છે, તથાપિ પ્રમાદના સેવનથી તેઓ પ્રમત્ત થઇ જાય છે, તેથી કરીને તેઓ આ સ્થાનમાં વર્તે છે.” મુમુક્ષુએ વચ્ચે પ્રશ્ન કર્યો- “ભગવદ્, પંચમહાવ્રતને ધારણ કરનારા અને સર્વદા ઉપયોગમાં રહેનારા સાધુઓ પ્રમત્ત શી રીતે થાય ? તે વિષે મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે.”
આનંદસૂરિએ ઉમંગથી ઉત્તર આપ્યો – “ભદ્ર, તારી શંકા યોગ્ય છે. સાધુઓ પણ કોઇવાર પ્રમાદના શંસામાં સપડાઇ જાય છે. અને તેથી તેઓ પ્રમત્ત કહેવાય છે. આ જગતમાં પાંચ પ્રકારના પ્રમાદ છે. (૧) મધ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા અને વિકથા. એ પ્રમાદ જીવને સંસારમાં નાખે છે અને અનેક જાતની ઉપાધિઓમાં પાડે છે સાધુ પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય પણ જો એ પાંચમાંથી કોઇ એક પ્રમાદનું સેવન કરે તો તે પ્રમત્ત થઇ જાય છે. જે સાધુ એ પંચવિધ પ્રમાદમાંથી એક પ્રમાદથી યુક્ત હોય અને જો ચોથો કષાય સંજવલનનો ઉદય હોયતો તે સાધુ પણ અંતર્મુહૂર્ત સુધી પ્રમત્ત થાય છે. જો અંતર્મુહૂર્તથી વધારે પ્રમાદસહિત વર્તે તો તે આ પ્રમત્ત ગુણસ્થાન નામના છઠ્ઠા પગથીઆની નીચે પડી જાય છે. અને અંતર્મુહૂર્તમાં પાછો પ્રમાદરહિત થઇ જાય તો તે ફ્રી ઉપરના અપ્રમત્ત ગુણસ્થાન ઉપર ચડી જાય છે.
ભદ્ર, જે આ છઠ્ઠા પગથીઆની નીચે ઢાળ દેખાય છે, તે એવું સૂચવે છે કે, સાધુ વધારેવાર
Page 161 of 211