________________
બિચારો કેટલાય કર્મથી પીડિત સંસારે ભ્રમણ કરતો જીવ છે ! કરુણાપાત્ર છે ! એના ભવદુઃખ દૂર થાઓ.” અથવા વિશેષ સારૂં તો એ, કે બીજા જ કોઇ તત્ત્વવિચાર, સાધનાવિચાર, દેવ-ગુરુ વિચાર, કે અહીં સૌંદર્ય તરફ જો ચિત્ત ખેંચાય છે તો અરિહંત ભગવાનમાં અનુપમ સુંદર રૂપ વગેરે ૩૪ અતિશય કયા કયા અને કેવા કેવા એના વિચાર ચાલુ કરી દેવાય. આ વિચાર-સંયમ થયો. એમ વાણી સંયમમાં પણ અશુભ ટાળી શુભ બોલવું તે આવે.
કાયસંયમમાં, આવશ્યક કાર્યો માટે ગમનાગમનાદિ જે થાય તેમાં અહિંસાના ખ્યાલવાળા રહેવું. બાકી તે સિવાયના સમયમાં હાથ પગ વગેરે અવયવોને કાચબાની જેમ સારી રીતે સાવધાનપણે સંગોપી રાખવા તે પણ કાયસંયમ છે.
પ્રેક્ષાસંયમ એટલે ચાલવા-ઉભવા-બેસવાની ભૂમિ નિર્જીવ છે, ને, તે બરાબર જોવું. એમાં ઉપકરણ અંગે બરાબર નિરીક્ષણ.
પ્રમાર્જના-સંયમ એટલે ઉપરોક્તમાં રજોહરણથી બરાબર પ્રમાજી લેવું તે. અહીં એક વિશેષ એ છે કે ગામમાં પેસતાં અગર નીકળતાં સાગાહિક જોતાં હોય તો પગ ન પ્રમાર્જવા તે પણ સંયમ છે.
ઉપેક્ષા સંયમમાં બે પ્રકાર - ગૃહસ્થ એનાં કામોમાં સીદાતો હોય છતાં એને પ્રેરણા ન કરતાં ઉપેક્ષા કરવી તે અવ્યાપાર-ઉપેક્ષા સંયમ, અને સાંભોગિક (જેની સાથે વંદનાદિ વ્યવહાર હોય તેવા) સાધુ સાધનામાં સીદાતા હોય તેને પ્રેરણા-પ્રોત્સાહન કરવા તે વ્યાપાર ઉપેક્ષાસંયમ.
પરિષ્ઠાપના સંયમ એટલે વધારાની ઉપધિ કે અશુદ્ધ આહારાદિ, અથવા જીવસંસક્ત આહારાદિ દા.ત. કાચાં ગોરસ સાથે સંયુક્ત થયેલ વિદળ (કઠોળ), તેમજ મળમૂત્ર વગેરે નિર્દોષ અને નિર્જીવ ભૂમિ પર વિધિસર પરઠવવું તે સંયમકુશળ
શાસ્ત્ર ૧૭ પ્રકારે સંયમના પાલનમાં બરાબર ઉપયોગવાળાને સંયમકુશળ કહે છે. ઉપરાંત બીજી રીતે પણ સંયમકુશળ આમ કહ્યો છે :
(૧) વસતિ (મુકામ), આસન, ઉપધિ અને આહારને લેવા-વાપરવા-મુકવામાં ઉપયોગ-ચતના રાખે; જોઇ-પ્રમાજીને લે યા મૂકે. ઉત્પાદનમાં ૪૨ દોષ ન લગાડે; અને ભોગવટામાં સંયોજનાદિ દોષ લાગવા દે નહિ. આ બધા સંયમ કર્તવ્યોમાં પોતાના મહાવ્રતાદિનાં સ્મરણવાળો હોય તે સંયમકુશળ કહ્યું છે. “મૃતિમૂલ મનુષ્ઠામવિતયમ્' સ્મરણપૂર્વકનું અનુષ્ઠાન એ સાચું અનુષ્ઠાન છે.
(૨) અશુભ મન-વચન-કાયવ્યાપારોને રોકી શુભ મન-વચન-કાયવ્યાપારોને પ્રવર્તાવે તે સંયમકુશળ છે.
(3) ઇન્દ્રિયોને એના ઇષ્ટ વિષયોમાં જતી રોકે, તથા કષાયોને અટકાવે; સહેજે શ્રોત્રાદિ ઇન્દ્રિયોના સંપર્કમાં આવી ગયેલા ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરે, ક્રોધાદિ કષાય ઉઠવા પહેલેથી ન ઉઠે તેવી ક્ષમાદિ ભાવના વગેરેની જાગૃતિ રાખે, અને અંતરમાં ઉદયપ્રાપ્ત ક્રોધાદિનું ળ ન બેસવા દે, એને નિષ્ફળ કરે, તે સંયમકુશળ ગણાય.
(૪) પ્રાણાતિપાત વગેરે આશ્રવને બંધ કરે તે સંયમકુશળ.
(૫) યોગ અને ધ્યાનમાં લીન રહે તે સંયમકુશળ કહેવાય. આમાં અશુભ વાણી. વિચાર-વર્તાવરૂપી યોગ અને આર્ત-રૌદ્ર ધ્યાનને અટકાવી શુભયોગ અને શુભધ્યાનમાં,
Page 160 of 211