________________
ધર્મની આરાધના કરી પણ એ ઔદયિક ભાવની થતી હતી તે અપુ વકરણથી ક્ષયોપશમ ભાવે ધર્મની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત બને છે અને અતાત્વિક યોગ રૂપે ગણાય છે. જ્યારે આ આઠમા ગુણસ્થાનકના અપૂર્વકરણ અધ્યવસાયથી જીવની અનંતગુણ વિશુદ્ધિ વધતી જતી હોવાથી એને પોતાને અંતરમાં એવા ભાવ આવે છે કે ગમે તેમ તોય ક્ષયોપશમ ભાવે જે ધર્મ થાય છે તે મોહનીયા કર્મના ક્ષયોપશમ ભાવના કારણે થાય છે જો એ સહાય ન આપે અને હું સાવધ ન રહું તો એ ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ પણ થઇ શકે છે તો આવી રીતે બીજાની સહાયથી ધર્મ ક્યાં સુધી કરવો. જે મારો પોતાનો ક્ષાયિક ભાવે ધર્મ રહેલો છે તેના બદલે આ ક્ષયોપશમ ભાવની સહાયથી
ક્યાં સુધી જીવવું આવી વિચારણા કરીને સામર્થ્ય રૂપ બલ પેદા કરીને ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કેમ થાય એ રીતે પ્રયત્ન કરે છે અને મારો પોતાનો ક્ષાયિક ભાવનો ધર્મ પેદા કેવી રીતે કરી શકાય એની વિચારણામાં જ કાળ પસાર કરતો જાય છે અને અનંત ગુણ વિશુદ્ધિની પ્રાપ્તિ કરતો જાય છે. આ વિશુધ્ધિના બળે જીવ અપૂર્વ પાંચ વસ્તુઓ પેદા કરે છે. (૧) અપૂર્વ સ્થિતિ બંધ (૨) અપૂર્વ સ્થિતિ ઘાત (૩) અપૂર્વ રસઘાત (૪) ગુણ શ્રેણિ અને (૫) ગુણ સંક્રમ.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ૭૦-૩૦ અને ૨૦ કોટાકોટી સાગરોપમની અનુક્રમે કરે છે એ સિવાય જઘન્ય સ્થિતિબંધ સન્ની જીવો અંતઃ કોટાકોટી સાગરોપમનો સ્થિતિબંધ કરે છે. એ જે જઘન્ય સ્થિતિબંધ રૂપે થતો જે અંતઃ કોટાકોટી સાગરોપમનો બંધ સૌથી વધારે પહેલા ગુણસ્થાનકમાં અભવ્ય જીવો કરતાં હોય છે. એનાથી ઓછો ઓછો અંતઃ કોટાકોટી સાગરોપમનો સ્થિતિ બંધ પહેલા ગુણસ્થાનકમાં અનિવૃત્તિકરણના છેલ્લા સમયે થાય છે એમ ક્રમસર ઓછો ઓછો કરતાં કરતાં સૌથી ઓછો અંત:કોટાકોટી સાગરોપમનો. સ્થિતિ બંધ આઠમા ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. ત્યાર પછી અપૂર્વ સ્થિતિઘાત આદિ પેદા થતાં નવમાં ગુણસ્થાનકથી જીવોને કર્મનો સ્થિતિ બંધ આઠ વર્ષ ઇત્યાદિ રૂપે થાય છે.
અપૂર્વીસ્થિતિ ઘાતાદિનું વર્ણન
અપૂર્વ સ્થિતિશત - સત્તામાં રહેલી સ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ ખંડનો અંતર્મુહૂર્તમાં વાત કરે છે. એટલે જેનો ઘાત થવાનો નથી તે નીચેની સ્થિતિના દલિકોને વિષે આ દલિકો ભેગા નાંખે છે એટલે કે તેના ભેગા ભોગવાઇ જાય તેવા કરે છે. ફ્રીથી પાછો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડને ઉપાડે છે. અને અંતર્મુહુર્તમાં ઘાત કરે છે આ પ્રમાણે આ અપૂર્વકરણના કાળમાં હજારોવાર ઘાત કરે છે. આ કારણે અપૂર્વકરણના પ્રથમ સમયે જે સ્થિતિ હતી તેના કરતાં સંખ્યાતમાં ભાગની સ્થિતિ ચરમ સમયે કરે છે.
અપૂર્વ રસધાત - અશુભ પ્રકૃતિઓનો જે રસ સત્તામાં હોય છે તેનો અનંતમો ભાગ રાખી બાકીના સર્વ રસનો, પહેલા સમયે અમુક પ્રમાણ રસને, બીજા સમયે અમુક પ્રમાણ રસને એમ સમયે સમયે કરીને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે. ફ્રી પાછો રહેલ અનંતમા ભાગમાંથી તેનો અનંતમો ભાગ રાખીને બાકીના બધાનો અંતર્મુહૂર્તમાં નાશ કરે છે ફ્રી પાછો તેજ પ્રમાણે ક્રિયા કરે છે. એક સ્થિતિઘાત નાશ થાય તેટલા કાળમાં હજારો રસઘાત થાય છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી. ઉત્તરોત્તર અN રસવાળા દલિકો નીચે ઉતરે છે. જેથી અધ્યવસાયની નિર્મળતા વધતી જાય છે.
| Page 172 of 211