SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યો છે. આ જે રત્નોની છ પેટીઓ સોપાનની બાહેર જરા દૂર રાખવામાં આવી છે તે “સામાયિક વગેરે ષડાવશ્યક ક્રિયાઓ રત્નરૂપ છે, પણ તે વ્યવહારરૂપે આ સ્થાનમાં નથી' એમ સૂચવે છે. આ સૂચના ખરેખર અવધારણા કરવા યોગ્ય છે.” મુમુક્ષુ ઇંતેજારીથી બોલ્યો- “ભગવદ્, આ સૂચના જાણી મારા હૃદયમાં પ્રબોધનો ભારે પ્રકાશ પડ્યો છે, તથાપિ એક સૂક્ષ્મ શંકા ઉત્પન્ન થાય છે. તે આપ મહાનુભાવ દયા લાવી દૂર કરશો.” આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, ખુશીથી તારી શંકા પ્રગટ કર. હું યથા મતિ તેનો પરિહાર કરીશ.” મુમુક્ષુ મગ્ન થઇને બોલ્યો- “મહાનુભાવ, વ્યવહાર ક્રિયારૂપ ષડાવશ્યકક્રિયા આ ગુણસ્થાના ઉપર શા માટે ન હોય ? તે કૃપા કરી દર્શાવો.” મહાત્માએ ઉત્તર આપ્યો - “ભદ્ર, આ અપ્રમત્ત ગુણસ્થાનમાં સત્ ધ્યાનના યોગથી. નિરંતર ધ્યાનમાં જ પ્રવૃત્તિ રહે છે, અને તેથી આત્મા સ્વાભાવિકી, સહજ, નિત્ય એવી પોતાની સંકલ્પ-વિકલ્પ રૂપ માલાનો ત્યાગ કરે છે, તેથી તે (આત્મા) અહિં નિર્મળ એક સ્વભાવ રૂપે રહે છે. અને આ સોપાનપર વર્તનાર જીવ ભાવતીર્થમાં સ્નાન કરીને પરમ શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને અનુક્રમે ધ્યાનાવલંબી થઇ પરમાનંદરૂપ સમુદ્રમાં પ્રવેશ કરે છે; તેથી આ ગુણસ્થાનમાં વ્યવહાર ક્રિયા રૂપ ષડાવશ્યકક્રિયા કરવાની જરૂર રહેતી નથી.” મુમુક્ષ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવન, તમારા વચનાએ મારી શંકાનો ઉચ્છેદ કર્યો છે. હવે આ સોપાનને લગતી બીજી સૂચનાઓ સમજાવો.” આનંદ મુનિ બોલ્યા- “ભદ્ર, આ સાતમા સોપાનની કોર ઉપર જે સાત ચાંદલાઓ ચળકે છે, તે એવું સચવે છે કે, આસ્થાનપર આરૂઢ થયેલો જીવ (૧) શોક, (૨) રતિ, (૩) અર અસ્થિર, (૫) અશુભ, (૬) અયશ, (૭) અશાતા વેદનીય. આ સાત પ્રકૃતિનો બંધ-વ્યવચ્છેદ કરે છે, તેની ઉપર જે અઠાવન અને ઓગણસાઠ કિરણો દેખાય છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આહારક, આહારક ઉપાંગ અને જો દેવાયુ ન બાંધે તો તે જીવ અઠાવન પ્રકૃતિનો બંધ કરે છે અને દેવતાનું આયુષ્ય બાંધે તો ઓગણસાઠ પ્રકૃતિનો બંધ કરે છે. અને ત્યાનદ્વિત્રિક અને આહારકદ્વિકનો ઉદયવ્યવચ્છેદ કરે તો છોંતેર પ્રકૃતિનું ફળ વેદે છે, જે આ કિરણોની સંખ્યા તે વાતને સચવે છે. આ તે કિરણોની એકંદર એકસો આડત્રીશની સંખ્યા છે, તે તેટલી પ્રકૃતિની સત્તાની વાત દર્શાવે છે. ભદ્ર, આ પ્રમાણે આ સોપાનના દેખાવોની સૂચના મનન કરવા જેવી છે અને તેથી પવિત્ર અને ભવ્ય આત્મા પોતાની આત્મિકઉન્નતિમાં આગળ વધે છે.” આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષ આનંદ સાગરમાં મગ્ન થઇ ગયો. તેના મુખ મંડલ ઉપર આનંદના કિરણો પ્રસરી ગયા. તે સમિત વદને બોલ્યો- “ભગવન, આ સોપાનનો વૃત્તાંત જાણી મારા આંતર બોધમાં વધારો થયો છે. અપ્રમત્ત ગુણસ્થાનનું શુદ્ધ સ્વરૂપ મારા મસ્તિષ્કમાં ી રહ્યું છે અને તેને માટે ઉપરા ઉપર ભવ્ય ભાવનાઓ પ્રગટ થયા કરે છે.” આઠમું અપૂર્વશરણ ગુણરસ્થાન આ ગુણસ્થાનકમાં રહેલા જીવો સમયે સમયે અનંત ગુણ અનંત ગુણ વિશુદ્ધિને ક્રમસર પ્રાપ્ત કરતાં જાય છે. પહેલા ગુણસ્થાનકે અપૂર્વકરણ નામનો અધ્યવસાય જીવને જે પેદા થાય છે તે ગ્રંથી ભેદ માટે થાય છે અને અત્યાર સુધી સંસારમાં રખડતાં રખડતાં અનંતીવાર મનુષ્ય જન્મ પામીને Page 171 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy