________________
અત્યંત પ્રસન્ન થયો છું હવે આ સોપાનના દેખાવની સૂચનાઓ વિષે જે કાંઇ સમજુતી આપું, તે ધ્યાનમાં રાખજે. આ સુંદર સોપાન કે જે અપ્રમત્ત ગુણસ્થાનના નામથી ઓળખાય છે, તેની અંદર નિરાલંબન ધ્યાનનો પૂર્ણ રીતે સંભવ છે. જે આ પગથીઆની આસપાસ જ્યોતિના ચાર દિવાઓ છે, તે ચાર પ્રકારના ધ્યાનને સૂચવે છે. આ સ્થાનમાં વર્તનાર આત્માને મુખ્યપણે ચતુર્વિધ ધર્મધ્યાન હોઇ શકે છે. ધર્મધ્યાનના મંત્રી પ્રમુખ, આજ્ઞાવિચય પ્રમુખ અને રૂપસ્થ પ્રમુખ ચાર ચાર ભેદ દર્શાવેલ છે. સર્વ જીવ સાથે પ્રેમભાવ ચિંતવવો. સર્વ જીવનું ભલું ચહાવું, સર્વ જીવ ઉપર હિતબુદ્ધિ રાખવી તે મૈત્રી. ગુણિજનનું તેમજ જ્ઞાનિ જનનું તેમજ જ્ઞાની પ્રમુખ ઉત્તમ જીવોના શુભકાર્યોથી તેઓનું બહુમાન કરવું, તેમને જોઇ હર્ષ ધરવો એ પ્રમોદ દીન, તથા દુ:ખી પ્રાણીઓ તરફદયા લાવવી તેનું શુભ ચિંતવન કરી તેઓનું દુઃખ દૂર કરવું અને અધર્મીને ધર્મ પમાડવાની અભિલાષા એ કરૂણા. અને હિંસાથી અધર્મ કરનારા પ્રાણી તરફ તેમજ દેવગુરૂધર્મની નિંદા કરનારા દુષ્ટ આશયવાળા. જીવોનું બુરું નહિ ચાહતાં, તેઓ પોતપોતાને કર્મને વશ છે એમ વિચારી તેઓના ઉપર રાગદ્વેષ નહિ રાખતા મધ્યમ પરિણામે વર્તવું તે માધ્યચ્યું. એ ચાર ભાવનાનો ધર્મધ્યાનમાં સમાવેશ થઇ જાય છે. બીજા આજ્ઞાવિચય વગેરે ચાર ભેદ છઠ્ઠા ગુણસ્થાનને પ્રસંગે કહેવામાં આવ્યા છે. ખાસ કરીને આ સોપાનના ઉપર ચાર પ્રકારનું ધ્યાન ઉપાદેય છે, તે સાવધાન થઇને સાંભળવા જેવું છે. પહલું રૂપસ્થ ધ્યાન કહેવાય છે, જેની અંદર રૂપમાં રહ્યા છતાં પણ આ પ્રમાણે ચિંતવન કરાય છે- “આ મારો જીવ અરૂપી, અને અનંતગુણી છે; પરંતુ તે શ્રી અરિહંતના અતિશયોનું અવલંબન કરી તે સ્વરૂપની સાથે આત્મ સ્વરૂપની એકતા કરવાનો અધિકારી છે.” આવું ચિંતવન કરનારું ધ્યાન તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે.
બીજા ધ્યાનનું નામ પિંડસ્થ ધ્યાન છે તેની અંદર પોતાના શરીરધારી જીવમાં પંચ પરમેષ્ઠીના ગુણોની ધારણા કરવામાં આવે છે. ગુણીના ગુણરૂપ પિંડનું તેમાં ચિંતવન થાય છે તેથી તે પિંડસ્થા ધ્યાન કહેવાય છે.
ત્રીજા ધ્યાનનું નામ પદસ્થ ધ્યાન છે. તેની અંદર પંચપરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરી તેમની વાણી વ્યાપારરૂપ ધ્યાન કરવામાં આવે છે.
ચોથું રૂપાતીત ધ્યાન છે એ સર્વમાં ઉત્કૃષ્ટ ધ્યાન છે. નિરંજન, નિર્મળ, નિર્વિકલ્પ, (સંકલ્પ વિકલ્પ રહિત) અભેદ, એક શુદ્ધ સત્તા સ્વરૂપ, ચિદાનંદ, તત્ત્વામૃત રૂપ, અસંગ, અખંડ અને અનંતગુણ પર્યાય રૂપ આત્મસ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે.
ભાઇ મુમુક્ષુ, આ ચતુર્વિધ ધર્મધ્યાન આ સોપાનની અંદર મુખ્યપણે હોય છે. તેમાં જે રૂપાતીતા ધ્યાન છે, તે શુકલ ધ્યાનરૂપ હોવાથી અંશ માત્ર ગૌણપણે રહે છે. મુમુક્ષ હર્ષના આવેશથી બોલ્યો“મહાશય, આપના કહેવાથી મને આ સોપાન વિશેષ રૂચિકર લાગે છે. આ સ્થાને વર્તનારા આત્માઓને હું પૂર્ણ ધન્યવાદ આપું છું. અને આ સોપાનના સંગને માટે ઉચ્ચ ભાવના ભાવું છું. હવે કૃપા કરી આ દેખાવોની હેતુ ભરેલી સૂચનાઓ સમજાવો.” - આનંદસૂરિ બોલ્યા - “ભદ્ર, જો, આ સાતમા સોપાનની બાહેર થોડે છેટે રત્નોની છ પેટીઓ દેખાય છે, તેની સૂચના જાણવા જેવી છે. આ ગુણસ્થાનમાં સામાયિક વગેરે ષડાવશ્યક ક્રિયાઓ હોતી નથી. તે વ્યવહાર ક્રિયા રૂપે નથી. પરંતુ નિશ્ચય ક્રિયા રૂપે છે. એટલે સામાયિક વગેરે ક્રિયાનો સંબંધ આત્માની સાથે છે, તે આત્માનાજ ગુણ છે. આહત સિદ્ધાંતમાં સામાયિકનો અર્થ આત્માજ
Page 170 of 211