________________
સાલંબન ધ્યાનનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાનો આરંભ કરે છે. આ મહાન્ લાભ મોહનીયકર્મના ઉપશમથી તેમજ ક્ષયથી મહા મુનિ મેળવી શકે છે.”
મુમુક્ષુ બોલ્યો - “એ મહા મુનિ કેવા હોવા જોઇએ ? તે કૃપા કરી સમજાવો.” આનંદ મુનિએ કહ્યું, - “ભદ્ર, જે મહાત્મા પંચમહાવ્રતને ધારણ કરે છે, અઢાર હજાર શીલાંગના લક્ષણો યુક્ત છે, જે સર્વદા આગમનો સ્વાધ્યાય કરનારા છે, જેની પવિત્ર મનોવૃત્તિમાં જ્ઞાનનો પ્રકાશ પડેલો છે, જેઓ એકાગ્ર ધ્યાનવાન્ અને માનવાન્ છે, તે મહા મુનિ પૂર્વોક્ત મોહનીયકર્મનો ઉપશમ તેમજ ક્ષય કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાનો આરંભ કરે છે. અને તે ધ્યાનનો આરંભ પણ આ સોપાન ઉપર થાય છે.”
મુમુક્ષુએ ઉત્સુક થઇને પ્રશ્ન કર્યો - “ભગવન્, અહિં ધ્યાન કરનારા યોગીઓ કેવા હોય છે ? તેમનું કાંઇક સ્વરૂ સમજાવો તો મારી શભ ભાવનામાં વૃદ્ધિ થશે.”
મહાનુભાવ બોલ્યા - “ભદ્ર, સાલંબન ધ્યાનનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનારા યોગીઓ ત્રણ પ્રકારના કહેવાય છે.(૧)પ્રારંભક, (૨) તન્નિષ્ઠ, અને (૩) નિષ્પન્નયોગ જે યોગીઓ સ્વાભાવિક રીતે અથવા કોઇના સંસર્ગથી વિરતિની પરિણતિ પ્રાપ્ત કરી કોઇ એકાંત બેસી પોતાના મર્કટ જેવા ચપળ મનને રોકવાને માટે પોતાની દ્રષ્ટિને નાસિકાના અગ્ર ભાગે રાખી અને વીરાસનપર બેસી વિધિવડે સમાધિનો આરંભ કરે તેઓ પ્રારંભક જાતના યોગીઓ કહેવાય છે.
પ્રાણ-વાયુ, આસન, ઇંદ્રિયો, મન, ક્ષુધા, તૃષા અને નિદ્રાનો જય કરી, અંતરમાં તત્ત્વનું ચિંતન કરે અન સર્વ પ્રાણી ઉપર પ્રમોદ, કરૂણા અને મૈત્રી ભાવના ધારણ કરે તે તન્નિષ્ઠ યોગીઓ કહેવાય છે. જેમાં અંદર અને બાહેર સંકલ્પ-વિકલ્પના કલ્લોલ ઉદ્ભવતા નથી, અને જેમાં સંપૂર્ણ શુદ્ધ વિધારૂપ કમલિની ખાલી રહી છે, એવા જેમના માનસ-મનની અંદર નિર્લેપ એવો હંસ-આત્મા સતત અમૃતનું પાન કરે છે, તે નિષ્પન્ન યોગી કહેવાય છે. આવા યોગીઓ આ સોપાન ઉપર નિરાલંબન ધર્મધ્યાનના અધિકારી બને છે.”
મુમુક્ષુ સાનંદ થઇને બોલ્યો - “ભગવન્, અહા ! આપની આ વાણી સાંભળી મારા હૃદયને
અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે. અહા ! આર્દતધર્મની યોગવિદ્યા કેવી ચમત્કારી છે ? જૈન યોગીઓએ એ વિધાને માટે કેવો પ્રયત્ન કરેલો છે ? પ્રારંભક, તન્નિષ્ઠ અને નિષ્પન્ન યોગીઓનો ક્રમ કેવો ઉત્તમ છે ? આવી યોગ વિધાનો મારા હૃદયમાં આવીર્ભાવ થજો, અને યોગવિદ્યાના પ્રભાવથી આસ્તિક આત્મા અલંકૃત થજો.” ભગવન્, હવે કૃપા કરી આ સોપાનનું સ્વરૂપ સમજાવો. હું પણ અપ્રમત્ત થઇ તે સાંભળવાની ઇચ્છા રાખું છું.
મુમુક્ષુની આવી ભાવનામય વાણી સાંભળી આનંદસૂરિ હૃદયમાં સંતુષ્ટ થઇ વિચારવા લાગ્યા. અહા ! ઉપદેશનો પ્રભાવ કેવો દિવ્ય છે ? આ આસ્તિક આત્મા અનુક્રમે કેવી ઉન્નતિપર આવતો જાય છે. આ નીસરણીનો દેખાવ તેના હૃદયને નિર્મળ બનાવતો જાય છે, અને તેના આત્માને ગણોનું પોષણ કરતો જાય છે. હવે આ ભદ્રિક જીવ આત્મસ્વરૂપનો પ્રેમી બન્યો છે. તેણે બાહ્યવસ્તુની પ્રીતિ છોડી છે, આત્મિકકલા પ્રગટ કરવા નિશ્ચય કર્યો છે, આત્મવિચારણામાં તે તત્પર થયો છે. આત્માનુભવ રૂપ રસનું પાન કરવા અને અવિચલ કલાને પ્રાપ્ત કરવા આ ઉજમાળ થયો છે, હવે અલ્પ સમયમાં આ ધીર પુરૂષ શિવમાર્ગની સન્મુખ આવી શકશે.
આ પ્રમાણે વિચારી તે મહાત્મા મધુર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી પવિત્ર પરિણતિ જોઇ હું
Page 169 of 211