SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી આચરવી જરૂરી હોય, તે તે સમયે તે તે સામાચારીને આચરવામાં પ્રયત્નશીલ હોય છે. સાધુજીવન, એ કેવું આજ્ઞાંકિત જીવન હોવું જોઇએ, એનો આના ઉપરથી પણ ઘણો જ સુન્દર ખ્યાલ આવી શકે તેમ છે. સાધુપણાને માટે સામાચારીપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે : અને સામાચારીની આચરણા શક્ય અને આવશ્યક હોવા છતાં પણ જે સાધુઓ સામાચારીના પાલનથી બેદરકાર રહે છે, તેઓ પોતાના હિતને હણનારા જ નિવડે છે, એ નિ:સંશય વાત છે : પણ આપણી. ચાલુ વાત તો એ છે કે-જ્યાં સામાચારીની આચરણા ન હોય ત્યાં સર્વવિરતિના પરિણામ ન જ હોય, સર્વવિરતિનું ગુણસ્થાનક ન જ હોય, એવું તો કોઇ પણ શાસ્ત્રાનુસારિથી કહી શકાય જ નહિ. (૧૦) ઉપસંપદા - ગુરુની આજ્ઞા લઇ, જ્ઞાન, દર્શન કે ચારિત્ર માટે બીજા સમુદાયમાં ગુરુએ ચીંધેલ આચાર્ય પાસે જઇ, “હું આ માટે અમારા આચાર્ય મહારાજની આજ્ઞા લઇ આપની પાસે આવ્યો છું, તો મને સ્વીકારો,” એવું આત્મનિવેદન કરવું તેને ઉપસંપદા કહેવાય. એ સ્વીકારે તો ત્યાં રહે એ ઉપસંપદા લીધી ગણાય, આમાં જ્ઞાન માટેની ઉપસંપદામાં સૂત્ર અર્થ કે બંનેની પુનરાવૃત્તિ, અથવા કંઇક ખંડિત-વિસ્મૃત થયું હોય તેનું અનુસંધાન, અથવા નવું ગ્રહણ જે પોતાના ગચ્છમાં અશક્ય હોયતે કરવાનો ઉદેશ હોય. દર્શન-ઉપસંપદા સમ્યગ્દર્શનને નિર્મળ કરનાર સન્મતિતર્ક, અનેકાંત જયપતાકા વગેરે શાસ્ત્ર ભણવા માટે હોય. ચારિત્ર ઉપસંપદા અઢમાદિ વિશિષ્ટ તપસ્યા, અથવા વિશિષ્ટ વિનય-વૈયાવચ્ચ માટે હોવા અગર પોતાના ગચ્છમાં ચારિત્રની શિથિલતા-સીદામણ હોય તો તેમાંથી બચવા માટે હોય. સામાચારીના પાલનમાં ગુર્વાજ્ઞા મુખ્ય રાખવાની છે, કેમકે પરિણામની શુદ્ધિ ગુવંજ્ઞા-પ્રતિબદ્ધ રહેવામાં જ છે, પણ ગુજ્ઞા નિરપેક્ષ બનવામાં નહિ. આ સામાચારીના પાલનનું ળમાં, શાસ્ત્ર કહે છે કે, અનેક ભવોના સંચિત કર્મોનો નાશ થાય છે, પ્રશસ્ત-અપ્રશસ્ત સંલ્પો : સંક્લેશ ચિત્તમાં સંકલ્પ વિકલ્પ ઉઠે છે, તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે જાતના હોય છે. પ્રશસ્ત સંકલ્પથી ચિત્ત નિર્મળ બને છે, અને બંધ શુભ કર્મનો થાય છે. નિર્મળ ચિત્તની સુંદર અસર ધર્મયોગોની આરાધના પર પડે છે, અને ભાવી શુભ પરંપરાનું સર્જન થાય છે. ત્યારે અપ્રશસ્ત સંકલ્પોથી ચિત્ત મલિન, સંકિલષ્ટ બને છે, અને અશુભ કર્મબંધ થાય છે. બંનેની આગામી અસરો દુ:ખદ હોય છે. તેથી અશુભ-અપ્રશસ્ત સંકલ્પો ત્યજી શુભ-પ્રશસ્ત સંકલ્પમાં રમતા રહેવું જરૂરી છે. પંચકલ્પ ભાષ્યમાં કહ્યું છે - દર્શન, જ્ઞાન, ચારિત્રના પાલનની પ્રાર્થના એ પ્રશસ્ત સંકલ્પ છે, જ્યારે ઇન્દ્રિયના વિષયો અને કષાયોના સંકલ્પ એ અપ્રશસ્ત સંકલ્પ છે, દર્શનના સંકલ્પમાં દા.ત. એમ થાય કે “હું કેમ દર્શનપ્રભાવક શાસ્ત્ર ભણું ! જેથી મારૂં સમ્યગ્દર્શન નિર્મળ થાય.” “કેમ મારામાં ઉપબૃહણા (સાધર્મિકના ગુણની પ્રશંસા-પ્રોત્સાહન) વગેરે દર્શનના આચાર ખીલે !' જ્ઞાનના સંકલ્પમાં દા.ત. “કેમ હું જ્ઞાનના અતિચારોથી બચું ! ગુરુવિનયાદિ જ્ઞાનાચાર કેમ વધુ ને વધુ વિકસ્વર થાય ! કેમ મારામાં અધિકાધિકા સમ્યજ્ઞાન વૃદ્ધિ પામે !' Page 107 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy