SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક કરીને જે ગૃહસ્થ ગૃહકાર્ય ચિંતવે, અને આર્તધ્યાનને વશ થયો હોય તો તેનું સામાયિક નિલૢ છે. પ્રમાદયુક્ત હોવાથી જેને સામાયિક ક્યારે કરવાનું છે, અથવા કર્યું છે કે નથી કર્યું તે પણસ્મરણમાં આવતું નથી (સંભારતો નથી) તેનું કરેલું સામાયિક પણ નિષ્ફળ જાણવું. જે કારણથી સામાયિક કર્યે છતે શ્રાવક પણ સાધુ તુલ્ય થાય છે, તે કારણથી ઘણીવાર સામાયિક કરવું. તથા જે કારણથી જીવ ઘણા વિષયોમાં અને ઘણીવાર ઘણા પ્રમાદવાળો થઇ જાય છે તે કારણથી (ઘણો પ્રમાદ ન થવાના કારણથી) પણ ઘણીવાર સામાયિક કરવું. દિવસે દિવસે કોઇ દાનેશ્વરી લાખ લાખ ખાંડી સોનાનું દાન આપે, અને બીજો એક જીવ સામાયિક કરે તો પણ તે દાન સામાયિક કરતાં વધી જતું નથી. બે ઘડી સુધી સમભાવવાળું સામાયિક કરનારો શ્રાવક આ નીચે કહેલા પલ્યોપમ જેટલું દેવાયુષ્ય બાંધે છે. બાણુ ક્રોડ ઓગણસાઠ લાખ પચીસ હજાર નવસો પચીસ પલ્યોપમ તથા એક પલ્યોપમના આઠ ભાગ કરે તેવા ૩ ભાગ સહિત (૯૨૫૯૨૫૯૨૫ ૩/૮ પલ્યો.) આયુષ્ય બાંધે. તીવ્ર તપશ્ચર્યાએ તપતો જીવ જેટલું કર્મ ક્રોડ જન્મ સુધી પણ ન ખપાવે તેટલું કર્મ સમભાવના યુક્ત ચિત્તવાળો (સામાયિકવાળો) જીવ અર્ધ ક્ષણમાં ખપાવે છે. જે કોઇ જીવ (આજ સુધીમાં) મોક્ષે ગયા છે, જાય છે, અને જશે તે સર્વે સામાયિકના મહાત્મ્ય વડે જ જાણવા. મન, વચન, કાયાએ દુષ્ટ પ્રણિધાન (દુશ્ચિંતવનાદિ) કરવું, તે અનુક્રમે મનઃદુપ્રણિધાન, વચનદુષ્મણિધાન, કાયદુષ્મણિધાન તથા સ્મૃતિ અકરણ (સામાયિકની વિસ્મૃતિ), અને અનવસ્થિતકરણ (અનાદર) એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. કૃતિ નવાં સામાયિ વ્રતમ્ || ૧૦3-99 || || 2૦ વેશાવશિવૃત્ત || પ્રથમ જે જન્મ પર્યન્તનું દિશિપ્રમાણ (છઠ્ઠું) વ્રત કરેલું છે, તેનો આ દેશાવ. વ્રત નિશ્ચયે એકદેશ છે, કારણ કે સર્વે વ્રતોનો જઘન્ય કાળ મુહૂર્તનો કહ્યો છે. એક મુહૂર્ત એક દિવસ એક રાત્રિ અથવા પાંચ દિવસ અથવા ૧૫ દિવસ સુધી પણ જેટલો કાળ દ્રઢ રીતે વહન-ધારણ થઇ શકે તેટલો કાળ આ દેશાવ. વ્રત દ્રઢ પણે ધારણ કરવું. (દેશાવ. વ્રતમાં આ ૧૪ નિયમ ધારવાના હોય છે તે કહે છે) સચિત્ત દ્રવ્ય, વિગય, પગરખાં, તંબોલ, વસ્ત્ર, પુષ્પ, વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દશિપ્રમાણ, સ્નાન, અને ભોજન (એ ૧૪ નો સંક્ષેપ કરવાનો હોય છે. દિશિપ્રમાણ (છઠ્ઠા) વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો, અથવા સર્વ વ્રતોનો જે નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવશિ વ્રત કહેવાય. આનયન (નિયમ ઉપરાન્ત ક્ષેત્રથી કોઇ ચીજ મંગાવવી), પેષણ (નિયમ ઉપરાન્ત ક્ષેત્રમાં કોઇ ચીજ મોકલવી), શબ્દાનુપાત (ખુંખારો આદિ કરી પોતે છે એમ જણાવવું), રૂપાનુપાત (પોતાનું રૂપ દેખાડી પોતાનું છતાપણું જણાવવું), અને બાહ્યપુદ્ગલપ્રક્ષેપ (નિયમ ઉપરાન્ત ક્ષેત્રમાં કાંકરો વિગેરે ફેંકી પોતે છે એમ જણાવવું) એ પાંચ અતિચાર દેશાવકાશિક વ્રતના છે. કૃતિ àશાવશિઃ વ્રતમ્ || 993-9૨૩ || || 99 પોષધોપતવાસ વ્રતમ્ ।। ધર્મની પોસ એટલે પુષ્ટિને જે ધારણ કરે (અર્થાત્ ધર્મની પુષ્ટિ કરે) તે પોસ કહેવાય. અને પર્વને વિષે જે ઉપવાસ (સહિત પોષહ કરવો) તે પોષધોપવાસ વ્રત કહેવાય. તે પોસહ આહારથી શરીર સત્કારથી-બ્રહ્મચર્યથી અને વ્યાપારથી એ ચાર ભેદથી ચાર પ્રકારનો છે તે પણ દરેક દેશથી Page 14 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy