SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અને સર્વથી એમ બે બે પ્રકારે હોવાથી પોસહના ૮ ભેદ કહ્યા છે. (એ એક સંયોગી ભાંગા ૮ જાણવા.) તથા દ્વિક સંયોગમાં ૬ ભાંગા થાય તેને અનુક્રમે એ ચાર ગુણા કરવાથી કુલ ૨૪ ભાંગા થાય, તથા ત્રિસંયોગમાં (મૂળ ૮ ભાંગા થવાથી તે) ચારેના સર્વ મળી ૩૨ ભાંગા થાય, પુનઃ ચતુઃ સંયોગે કુલ ૧૬ ભાંગા થાય તેથી સર્વે મળીને (૮+૨૪+૩૨+૧૬ =) ૮૦ ભાંગા થાય છે, પરન્તુ વર્તમાન કાળમાં તો આહાર દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થાય છે (અને બાકીના ત્રણ સર્વથા થાય છે. ૧ અર્થાત્ વર્તમાનકાળે પોસહના ૮૦ ભાંગામાથી ૭૨મો ભાંગો પ્રવર્તે છે ૮૦ ભાંગાની અંકચાલના ગ્રન્થાન્તરથી જાણવી. (ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં છે.)) તે પોસહ તથા તપ પોતાની શક્તિ પ્રમાણે (શક્તિ ગોપવ્યા વિના) કરવો, એ પ્રમાણે દેશાવકાશિક સહિત અથવા સામાયિક સહિત જો પૌષધ વ્રત કરે તો તેને શ્રમણ ધર્મમાં રહેલો (એટલે સાધુ સરખો) કહ્યો છે. પોસહમાં જે શ્રાવક સામાયિક સહિત હોય તે નિશ્ચયથી દ્વિવિધ ત્રિવિધે (સાવધના) ત્યાગવાળો હોય, અહિં વર્તમાન કાળમાં એજ વિધિ વર્તે છે, અને કુશળ શ્રાવકને (એટલે પોસહ વિધિના નિપુણને) તો યથા યોગ્ય ભજના જાણવી. ૧. અર્થાત્ ગમે તે ભાગે પોસહ અંગીકાર કરે (પરન્તુ સામયિક રહિતને માટે ગમે ગમે તે ભંગ કહ્યો છે.) જો કોઇ શ્રાવક સુવર્ણ અને રત્નનાં પગથીઆવાળું, હજારો સ્તંભો વડે ઉંચું, અને સુવર્ણની ભૂમિવાળું જીન ચૈત્ય કરાવે તેથી પણ તપ સંયમ (એટલે ચાલુ પ્રકરણને અંગે પોસહ) અધિક છે. તથા પૌષધની વિધિમાં (પોસહ કરવામાં) અપ્રમાદો શ્રાવક શુભ ભાવનું પોષણ વૃદ્ધિ કરે છે, અશુભ ભાવનો ક્ષય કરે છે, અને નરક તથા તિર્યંચ ગતિનો નાશ કરે છે એમાં કંઇપણ સંદેહ નથી. જો એક પ્રહર પણ સામાયિકની સામગ્રી મળે તો અમારૂં દેવપણું સફ્ળ છે, એમ દેવો પણ પોતાના હૃદયમાં ચિંતવે છે (તો પોસહના મહાત્મ્યનું તો કહેવું જ શું ?) પૌસધ-અશુભનિરોધ-અપ્રમાદ-અર્થયોગ સહિત-અને દ્રવ્યગુણ સ્થાનગત એ પૌષધ વ્રતના એકાર્થવાચક શબ્દપર્યાયો છે. સત્તાવીસસો સિત્તોત્તર ક્રોડ 99 લાખ ૭૭ હજાર સાતસો સિતોત્તર પલ્યોપમ તથા એક પલ્યોપમના ૯ ભાગ કરે તેવા ૭ ભાગ. ૨. છાપેલી પ્રતની ગાથામાં અશુદ્ધિ શુદ્ધિ વિચારવી, ખરો અંક અર્થમાં લખ્યો એજ છે. (-૨9999999999 ૭/૯) (એટલું દેવાયુષ્ય એક પોસહ કરનાર શ્રાવક બાંધે છે. અપ્રતિલેખિત, અને અપ્રમાર્જીત, (જોયા પૂજ્યા વિનાના) શય્યા વિગેરે, તેમજ સ્થંડિલ, તથા સમ્યક્ પ્રકારે અનનુપાલન (અનાદરથી પાલન) એ પાંચ અતિચાર પોસહવ્રતના કહ્યા છે. તિ पोसद्योपवास व्रतम् ।। १२४-१३७ । || ૧૨ તિથિસંવિમાનવ્રત || અહિં લૌકીક પર્વતિથિનો ત્યાગ જેને છે એવો ગુણવાન સાધુ અથવા શ્રાવક જે ભોજનના અવસરે આવેલ હોય તે તિથિ કહેવાય. તે અતિથિને નિરવધ આહાર વસ્ત્રપાત્ર વિગેરે વસ્તુઓનો જે વિભાગ (એટલે પોતાની શક્તિ પ્રમાણે તે આહારાદિ) આપવો તે તિથિસંવિમાન નિત્ય કરવા યોગ્ય છે એમ જાણવું.(પરન્તુ પૌષધને પારણેજ કરવા યોગ્ય છે એમ ન જાણવું.) દેવા યોગ્ય વસ્તુ સચિત્તપદાર્થ ઉપર મૂકવી, અથવા દેવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી, દેવા યોગ્ય વસ્તુ પોતાની હોય તો પારકી કહેવી (અથવા દેવાની બુદ્ધિએ પરની હોય છતાં પોતાની કહેવી), બીજાની ઇર્ષ્યાએ દાન દેવું, અને દાનકાળને વ્યતીત કરી દેવો તે અનુક્રમે) (૧) Page 15 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy