SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્તનિક્ષેપ, (૨) સચિત્ત પિધાન, (૩) અન્યવ્યપદેશ, (૪) માત્સર્ય, (૫) કાલાતિક્રમ એ નામના પાંચ અતિચાર અતિથિ સંવિભાગ વ્રતના જાણવા.( આ પાંચ અતિચાર ન દેવાની બુદ્ધિથી છે.) સાધુ મહાત્માને જે કલ્પનીય છે તે વસ્તુ કોઇપણ રીતે કિંચિત્ માત્ર પણ ન દેવાઇ હોય તો ધીર અને યથાર્થવિધિવાળા સુશ્રાવકો તે વસ્તુ ખાતા નથી. સ્થાન-શચ્યા-આસન-ભોજન-પાણી-ઔષધ-વસ્ત્ર અને પાત્ર વિગેરે વસ્તુઓ જો કે પોતે પૂર્ણ ધનવાન ન હોય તો પણ થોડામાંથી થોડું પણ આપવું તિતિથિ સંવિમાગવતમ્ II 939૪૦ ૧. ગ્રન્થોમાં જે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે છે. અપ્રતિલેખિત અને અપ્રમાર્જીત શય્યાદિ અપ્રતિલેખિત અને અપ્રમાજીત આદાન (ગ્રહણ કરવું મૂકવું.) અપ્રતિલેખિત અને અપ્રમાજીત ધંડિલ (માં મલા -દિકનો ત્યાગ) અનાદર અસ્મૃતિ | || સંભેસ્તના વ્રતમ્ || સંલેખણા (અનય સમયના અનશન) વ્રતમાં પાંચ અતિચાર છે-આ લોકના સુખની ઇચ્છા, પરલોકના સુખની ઇચ્છા, સુખમાં જીવવાની ઇચ્છા, દુઃખમાં મરવાની ઇચ્છા તથા કામભોગની ઇચ્છા. એ પાંચ અતિચાર છે. ઘણા ળવાળાં શીલવ્રત વિગેરે વ્રતોને હણીને (વ્રતોને પાળે પણ પીગલિક સુખની ઇચ્છા રાખે તેથી વ્રતોને હણીને) જે સુખની ઇચ્છા રાખે છે તે ધીરતામાં દુર્બલ (અથૈર્યવાન) તપસ્વી ક્રોડ સોનૈયાની વસ્તુને એક કાકિણિ જેટલા અલ્પ મૂલ્યમાં વેચે છે. (સંલેખનાદિ વ્રતવાળા જીવને ૯ નિદાન વર્જ્ય છે તે કહે છે) રાજા-શ્રેષ્ઠિ-સ્ત્રી-પુરૂષ-પરપ્રવિચાર-સ્વપ્રવિચાર અલ્પપરત-સુર અને દારિદ્રય (એ ત્ની ઇચ્છા તે) નવનિયાણા-નિદાન કહેવાય. ઘણું તપ આચર્યું હોય, અને દીર્ઘ કાળ સુધી મુનિપણું પાળ્યું હોય તો પણ નિયાણું કરીને વ્યર્થ આત્માને (આત્મા ધર્મને) હારી જાય છે. નવ નિદાનનું સ્વરૂપ આ પ્રમાણે : (૧) પુનિદ્રાન - આ તપશ્ચર્યાના પ્રભાવે હું આવતા ભવમાં રાજા થાઉં એવી ઇચ્છા રાખવી. તે નૃપનિયાણું કહેવાય. (૨) શ્રેષ્ઠિ નિદાન - આવતા ભવમાં હું શેઠ ચાઉં એવી ઇચ્છા. (૩) સ્ત્રી નિદાન – પુરૂષને કમાવા વિગેરેની બહુ ઉપાધી છે. માટે સ્ત્રી થાઉ તો ઠીક. (૪) પૂરુષ નિદાન - સ્ત્રીને પરતન્ત્રતા ભોગવવી પડે છે માટે પુરૂષ થાઉં તો ઠીક. (૫) પરપ્રવિવાર - દેવાંગનાદિ સાથે વિષયક્રીડા સેવાવાળો થાઉં એવી ઇચ્છા. (૬) રવપ્રવિવાર - હું પોતે દેવ અને દેવાંગના બનીને વિષય સેવવાવાળો થાઉં તો ઠીક. (૭) ૩૫રત - અલ્પવિષયવાળા દેવોમાં ચૈવેયક-અનુત્તર અય્યતાદિમાં ઉત્પન્ન થાઉં તો ઠીક અહિં ગ્રેવેવક્ર ને અનુત્તરમાં અરતનિદાન પણ જાણવું. Page 16 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy